નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૫૮૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૧૬.૭૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫૦૦૬.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૮૦.૭૧ પૉઇન્ટના નેટ સુધારે ૮૧૨૦૭.૧૭ બંધ રહ્યો. ઉપરમાં ૮૧૨૫૨ ઉપર ૮૧૩૪૦ ઉપર બંધ આવે તો સુધારાતરફી ગણાય. ત્યાર બાદ ૮૧૪૪૦, ૮૧૬૫૫, ૮૧૮૭૦, ૮૨૦૮૦, ૮૨૨૯૦, ૮૨૫૦૫, ૮૨૭૧૫, ૮૨૯૩૦, ૮૩૧૪૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૦૬૪૯ નીચે ૮૦૧૫૯ સપોર્ટ ગણાય. ટ્રમ્પની હલચલ અને સીમાડાઓ પર નજર રાખવી હિતાવહ. ઑપરેશન સિંદૂર ભાગ બીજો શરૂ થશે તો બજાર પર અસર પડી શકે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય (જે દર્શાવે છે કે ઊંચા ભાવે લેવાલી ઘટતી જાય છે. એટલે કે નબળી પડતી જતી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. મોટા ઉછાળા બાદ જો રાઇઝિંગ વેજ જોવામાં આવે તો ચાર્ટિસ્ટે ચેતવું જોઈએ કે ટ્રેન્ડ રિવર્સલ થશે, કારણ કે રાઇઝિંગ વેજ મંદીનો નિર્દેશ આપે છે. રાઇઝિંગ વેજની લોઅર ટ્રેન્ડલાઇનમાંથી નીચેની તરફ બ્રેકઆઉટ આવ્યા બાદ ભાવ સારા એવા ઘટશે એમ ધારી શકાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪૯૭૧.૭૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે દરરોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
પંજાબ નૅશનલ બૅન્ક (૧૧૪.૩૭) : ૧૦૦.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૬ ઉપર ૧૨૪, ૧૩૦, ૧૩૮ સુધીની શકયતા. ૧૩૮ ઉપર ૧૫૦ સુધી પણ જઈ શકે છે. નીચામાં ૧૧૨ નીચે ૧૧૦ સપોર્ટ ગણાય. શૅર લાંબા ગાળાની તેજીમાં છે. વધ-ઘટે સારો ભાવ જોવા મળશે. લે-વેચ કરતા રહેવું. IOB અને યુકો બૅન્ક ચાલતાં નથી એમ સમજીને નજરઅંદાજ ન કરવો.
બૅન્ક ઑફ મહારાષ્ટ્ર (૫૬.૪૯): ૫૧.૭૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯ ઉપર ૬૪, ૬૭, ૭૧ સુધીની શક્યતા. નીચામાં ૫૪ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૫૮૫૪.૨૦): ૫૪૩૦૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫૮૯૦ ઉપર ૫૫૯૯૫ કુદાવે તો ૫૬૨૪૫ની સપાટી રસાકસીની ગણાય. જેની ઉપર ચાલે તો વધુ સંગીન સુધારો જોવા મળે. નીચામાં ૫૫૨૨૦ નીચે ૫૪૮૨૫ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૫૦૦૬.૬૦): ૨૫૫૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૦૨૦ ઉપર બંધ આવે તો સુધારાતરફી ગણાય. ત્યાર બાદ ૨૫૧૦૫, ૨૫૧૩૩, ૨૫૧૭૫, ૨૫૨૫૦, ૨૫૩૭૫, ૨૫૩૮૫, ૨૫૪૫૫, ૨૫૫૨૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૪૮૭૮ નીચે ૨૪૭૨૫, ૨૪૫૮૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ર્ચાટ આપ્યો છે.
સમ્માન કૅપિટલ (૧૬૫.૦૩): ૧૧૪.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૦ ઉપર ૧૭૩, ૧૮૦, ૧૮૭, ૧૯૪ સુધીની શક્યતા. નીચામાં ૧૫૯ નીચે ૧૫૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એચએફસીએલ (૭૫.૮૭): ૬૮.૪૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૯ ઉપર ૮૨ કુદાવે તો ૮૮ મહત્ત્વની સપાટી ગણાય. ત્યાર બાદ ૯૪ અંતિમ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૧.૮૨ નીચે ૬૮.૪૬ સપોર્ટ ગણાય. ધીરજ હોય તો રોકાણ કરવું. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર - તું હા કે ના કહે નહીં, છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વારતા પતી જશે. - વિરલ શાહ


