Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૫૦૬૦ અને નીચામાં ૧૪૭૦૧ મહત્ત્વની સપાટી રહેશે

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૫૦૬૦ અને નીચામાં ૧૪૭૦૧ મહત્ત્વની સપાટી રહેશે

12 April, 2021 01:24 PM IST | Mumbai
Ashok Trivedi

બજારમાં દર ચાર-પાંચ વર્ષે મોટા ઘટાડા આવતા જ હોય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૪૪૯૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૬૩.૯૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૪૮૮૯.૪૦ બંધ રહ્યું. તેમ જ બીઅસઈ ઇન્ડેક્સ ૪૩૮.૫૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૪૯૫૯૧.૩૨ બંધ રહ્યો. ઉપરમાં ૫૦૨૩૭ અને ૫૦૨૬૮ ઉપર ૫૦૫૩૦, ૫૦૯૩૦, ૫૧૩૨૫, ૫૧૭૩૦, ૫૨૧૨૦, ૫૨૫૧૬ સુધીની શક્યતા. નીચામાં ૪૯૦૯૩ નીચે ૪૮૫૮૦ સપોર્ટ ગણાય.

બજારમાં દર ચાર-પાંચ વર્ષે મોટા ઘટાડા આવતા જ હોય છે. ૨૦૦૮માં મોટો ઘટાડો આવેલો ત્યાર બાદ ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૦માં પણ મોટો ઘટાડો આવેલો. ૨૦૦૮ પછી ૨૦૨૦માં જોવાયેલો ઘટાડો સૌથી મોટો હતો. આ ઘટાડાઓમાં સમજણપૂર્વક રોકાણ કરનારના પૈસા બે-ત્રણ ગણા થતાં જ હોય છે. ચકડોળ છે. ઉપર–નીચે થતું જ રહે છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ  ૧૪૮૧૯.૪૩ છે, જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.



ગ્લેનમાર્ક ફાર્મા (૫૨૯.૬૫) ૪૪૨.૦૫નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે  ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩૪ ઉપર ૫૪૦, ૫૪૮, ૫૫૬, ૫૬૪, ૫૭૩  સુધીની શક્યતા. નીચામાં ૫૦૫ નીચે ૪૯૦ સપોર્ટ ગણાય.


ઇન્ડિયન બૅન્ક (૧૧૮.૦૦) ૧૧૨નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨ ઉપર ૧૨૭, ૧૩૬, ૧૫૧, ૧૫૭, ૧૬૭, ૧૮૬, ૧૯૭ સુધીની શક્યતા. નીચામાં ૧૧૨  સપોર્ટ ગણાય.

 બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૨૬૧૭.૫૫) ૩૭૭૭૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૦૦૦ ઉપર ૩૩૮૭૦, ૩૪૨૫૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૨૨૫૦ નીચે ૩૨૧૯૦, ૩૧૬૮૦, ૩૧૧૮૦ સુધીની શક્યતા.


નિફ્ટી ફ્યુચર (૧૪૮૮૯.૪૦)

૧૪૨૬૧.૨૫નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯૭૫ ઉપર ૧૫૦૬૦ કુદાવે તો ૧૫૧૮૦, ૧૫૨૯૦, ૧૫૪૧૦, ૧૫૫૨૪ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮૧૦ નીચે ૧૪૭૦૧, ૧૪૬૦૦, ૧૪૪૯૦ સપોર્ટ ગણાય.

લ્યુપીન (૧૦૭૯.૪૫)

૯૭૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૮૭ ઉપર ૧૧૧૩, ૧૧૨૨ કુદાવતા ૧૨૧૩, ૧૩૧૭ સુધીની શકયતા. નીચામાં ૧૦૪૫ નીચે ૧૦૩૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

સન ટીવી (૪૯૩.૪૫)

૪૫૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯૫ ઉપર ૫૦૩, ૫૧૦, ૫૧૮, ૫૨૪ સુધીની શક્યતા. નીચામાં ૪૮૭ નીચે ૪૮૦ સપોર્ટ ગણાય. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર: કશી સમજણ વિના તું દ્વાર ખોલે એ જ જોવું છે, ખબર પહેલેથી આપીને તને મળવા નહીં આવું. - ખલીલ ધનતેજવી 

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 01:24 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK