° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


નિફ્ટી ફ્યુચર ૧૭૯૮૫ ઉપર ૧૮૦૫૫ પ્રતિકારક સપાટી, ૧૭૬૮૫ સપોર્ટ

10 January, 2022 02:06 PM IST | Mumbai | Ashok Trivedi

અઠવાડિક ધોરણે હાયર બૉટમ ફોર્મેશન થયું નથી, પણ વચગાળાનું ટૉપ ૧૭૬૮૮ કુદાવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭૪૧૦.૦૫ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૪૪૪.૩૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૭૮૫૪.૩૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૪૯૦.૮૩ પૉઇન્ટના નેટ સુધારે ૫૯૭૪૪.૬૫ બંધ રહ્યો. ઉપરમાં ૬૦૩૩૩ ઉપર ૬૦૪૭૦, ૬૦૯૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯૨૯૦ નીચે નબળાઈ સમજવી. ૫૦૨૯૦ નીચે ૫૮૮૩૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ૧૬૪૩૧.૭૦ના બૉટમ સામે ૧૬૮૪૨.૪૦નું હાયર બૉટમ બનાવી વચગાળાનું ટૉપ ૧૭૧૬૦ કુદાવતા સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે હાયર બૉટમ ફોર્મેશન થયું નથી, પણ વચગાળાનું ટૉપ ૧૭૬૮૮ કુદાવ્યું છે. હવે ૧૮૪૧૦ મહત્ત્વની સપાટી ગણાય. વતર્માન સુધારો ખાસ કરીને બૅન્કિંગ શૅરોમાં વેચાણ કાપણીને આભારી છે. હજી પણ નબળાઈ નથી, પણ ઊંચા મથાળે સાવચેત રહેવું જરૂરી. સરકારી બૅન્કોમાં સુધારો આગળ વધી શકશે. હવે પરિણામોની મોસમ શરૂ થશે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૭૫૫૩.૪૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.                                                                
બાટા (૧૮૬૯.૧૦) ૧૭૭૬.૧૫નાં બૉટમથી પત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૭૪ ઉપર ૧૮૮૬, ૧૯૨૦, ૧૯૫૮ સુધીની શક્યતા.  નીચામાં ૧૭૫૨ નીચે ૧૯૩૫, ૧૯૧૮ સપોર્ટ ગણાય.
જ્યુબિલન્ટ ફૂડ (૩૭૬૩.૪૫) ૩૩૪૦નાં બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭૭૩ ઉપર ૩૮૦૯, ૩૮૯૪, ૩૯૬૫ સુધીની શકયતા. નીચામાં ૩૬૧૦ ક્લોઝિંગ સપોર્ટ ગણાય.  
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૭૮૫૬.૯૫) ૩૪૨૬૪.૩૫નાં બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮૨૫૦ ઉપર ૩૮૪૬૦, ૩૮૯૪૦ સુધીની શકયતા. નીચામાં ૩૭૪૯૦, ૩૭૦૦૦, ૩૬૮૦૦, ૩૬૬૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફ્યુચર (૧૭૮૫૪.૩૦)

૧૬૮૪૨.૪૦નાં બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી  છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૯૪૯ ઉપર ૧૭૯૮૫ કુદાવે તો ૧૮૦૫૫, ૧૮૧૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૭૬૮૫ નીચે નબળાઈ સમજવી. ૧૭૬૮૫ નીચે ૧૭૫૫૦, ૧૭૪૫૦ સપોર્ટ ગણાય. 

આઇઆરસીટીસી (૮૬૦.૯૫)

૭૮૦.૭૦નાં બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે ઉપરમાં ૮૮૮ ઉપર ૯૨૦, ૯૩૦, ૯૬૦ સુધીની શક્યતા. નીચામાં ૮૪૦ ક્લોઝિંગ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે. 

ટ્રેન્ટ (૧૦૮૫.૨૦) 

૯૭૦.૬૦નાં બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૯૫ ઉપર ૧૧૦૫, ૧૧૨૦, ૧૧૩૫ સુધીની શકયતા. નીચામાં ૧૦૬૮ નીચે ૧૦૫૪  સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર : ઉદાસી આંખમાં ભોગવશે કારાવાસ આજીવન, પ્રણય નામે ગુનો સંગીન આ હૈયું કરી બેઠું. -  અંજના ભાવસાર ‘અંજુ.’  

10 January, 2022 02:06 PM IST | Mumbai | Ashok Trivedi

અન્ય લેખો

ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા મહારેરા પ્રમોટરોથી નવાં ફૉર્મ દ્વારા માહિતી માગે છે

રિયલ એસ્ટેટ ક્ષેત્રે હવે ગ્રાહકોના હિતનું ઘણી સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

15 January, 2022 05:58 IST | Mumbai | Parag Shah

News in short : પૅસેન્જર વાહનોની ડિલિવરી ગયા મહિને ૧૩ ટકા ઘટી : એસઆઇએએમ

એસઆઇએએમનું કહેવું છે કે ચિપની અછત ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા નથી. જોકે થોડો સુધારો જરૂર થશે. 

15 January, 2022 04:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૨૦૨૧માં ભારતમાંથી થયેલી નિકાસ વાર્ષિક ધોરણે ૩૮.૯૧ ટકા વધી

પેટ્રોલિયમ અને ક્રૂડ ઑઇલની આયાત ૬૭.૮૯ ટકા વધી : વેપારખાધ વધીને ૨૧.૬૮ અબજ ડૉલર થઈ

15 January, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK