Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૭૨૨૦ નીચે ૧૭૧૦૦ અને ૧૭૦૦૦ મહત્ત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ૧૭૨૨૦ નીચે ૧૭૧૦૦ અને ૧૭૦૦૦ મહત્ત્વના સપોર્ટ

06 December, 2021 11:39 AM IST | Mumbai
Ashok Trivedi

બૅન્ક ઑફ બરોડા (૮૮.૬૦) ૧૦૮નાં ટૉપથી નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૬૮૫૦.૧૦ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૧૮૬.૮૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૭૨૩૯.૦૦ બંધ રહ્યું તેમ જ બીઅેસઈ ઇન્ડેક્સ ૫૮૯.૩૧ પૉઇન્ટના નેટ સુધારે ૫૭૬૯૬.૪૬ બંધ રહ્યો. ઉપરમાં ૫૮૭૫૭ ઉપર સુધારાની ચાલ જોવાશે. નીચામાં ૫૭૬૪૦ નીચે ૫૭૦૨૦, ૫૬૯૯૩, ૫૬૩૮૨ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચરમાં તાજેતરનું બૉટમ ૧૬૮૫૦ ન તૂટે અને ૧૭૫૧૫ કુદાવે તો દૈનિક ધોરણે બજાર સુધારાતરફી થશે. અઠવાડિક ધોરણે બજાર નરમાઈતરફી જ છે. ગયા સોમવાર-મંગળવારે બજારમાં મોટું વેચાણ થયું જેને કારણે બુધવાર-ગુરુવારે ભારે વેચાણ-કાપણી જોવાઈ. વેચાણ કપાયા બાદ જો લેવાલીનો સપોર્ટ ન હોય તો બજાર ધબાયનમ: થતું હોય છે, જે શુક્રવારે જોવાં મળ્યું. હાલ સ્ક્રીપ આધારિત વેચાણ-કાપણીના ઉછાળા જોવાય છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૭૪૦૦.૩૬ છે. જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.                                                                
બૅન્ક ઑફ બરોડા (૮૮.૬૦) ૧૦૮નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧ ઉપર ૯૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૫ નીચે જાય તો ૮૧ સપોર્ટ ગણાય. ઘટાડે રોકાણ કરી શકાય.  
હિન્દુસ્તાન યુનીલીવર (૨૩૪૩.૬૫) ૨૮૪૧.૫૭નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૯૦ ઉપર ૨૪૨૨, ૨૪૫૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૩૨૩ નીચે ૨૨૮૪  સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૬૩૫૦.૩૦) ૪૧૮૨૦.૮૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક  ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૫૨૫ ઉપર ૩૬૯૬૬ કુદાવે તો સુધારાની ચાલ જોવાશે.  નીચામાં ૩૬૧૭૫ નીચે ૩૬૦૨૫, ૩૫૮૦૦, ૩૫૬૭૦, ૩૫૫૦૦, ૩૫૪૬૦ સુધીની શક્યતા.                                                                                                                                        

નિફ્ટી ફ્યુચર (૧૭૨૩૯.૦૦)



૧૮૫૯૪નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૫૧૫ ઉપર સુધારાની ચાલ જોવાશે. નીચામાં ૧૭૨૨૦ નીચે ૧૭૧૦૦, ૧૭૦૦૦, ૧૬૮૫૦, ૧૬૮૦૦, ૧૬૬૮૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.


યુનિયન બૅન્ક (૪૫.૯૫) 

૫૪.૮૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે, ઉપરમાં ૪૮  પ્રતિકારક સપાટી ગણાય, જેની ઉપર સુધારો જોવાશે. નીચામાં ૪૧.૫૦ સપોર્ટ ગણાય. ઘટાડે જોખમ લઈ શકાય. થોડોઘણો પણ નફો મળે તો નીકળતા જવું. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે. 


ભેલ (૬૦.૪૫)

૭૪.૫૦નાં ટૉપથી નીચામાં ૫૬.૮૦ સુધી આવી ગયો. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૪ ઉપર સુધારો જોવાશે. નીચામાં ૫૯, ૫૬.૮૦ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર : ખુદની કિંમત જો તમે આંકી શકો, શક્ય છે બ્રહ્માંડને માપી શકો -  સુરેશ વિરાણી

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 11:39 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK