° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


નિફ્ટીમાં ૫૯૫૦ મહત્વની પ્રતિકારક સપાટી

04 December, 2012 06:09 AM IST |

નિફ્ટીમાં ૫૯૫૦ મહત્વની પ્રતિકારક સપાટી

નિફ્ટીમાં ૫૯૫૦ મહત્વની પ્રતિકારક સપાટી(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

 વાયદામાં સિમેન્ટ અને મેટલ શૅરોમાં સુધારો જોવાયો હતો જ્યારે બૅન્ક શૅરોમાં ઉછાળો પચાવાતો હતો. આજથી સંસદમાં પ્રથમ લોકસભામાં અને પછી રાજ્યસભામાં રીટેલમાં એફડીઆઇને મુદ્દે ચર્ચા અને પછી મતદાનને લઈને બજારમાં અફડાતફડીની શક્યતા છે. સોમવારનું વર્કિંગ જોતાં મંદીવાળા રક્ષણાત્મક મૂડમાં છે અને મતદાન પછી ઉછાળે અથવા ઘટ્યા ભાવે વેચવાની નીતિ અપનાવશે? બજાર ટૂંકા ગાળાની દૃષ્ટિએ વધુપડતાં લેણની સ્થિતિમાં છે અને વેચાણો મહદંશે કપાઈ ગયાં હોવાથી કોઈ પણ પ્રતિકૂળ કારણ કે અફવામાત્રથી પણ ઝડપી ઘટાડાની શક્યતા છે, જેમાં બૅન્ક નિફ્ટીમાં ૧૧,૮૦૦ તો નિફ્ટી ફ્યુચરમાં ૫૭૨૦ સુધીનો ઘટાડો ૭/૧૨ પહેલાં આવી શકે છે માટે હમણાં આગલા દિવસની નીચે સપાટી તૂટતાં નવું લેવા કરતાં લેણમાં નફો કરવાની સલાહ છે. સોમવારનું ઓપનિંગ અગત્યનું સમજવું.

મુંબઈ શૅરબજાર આંક ૧૯,૩૨૬ ઉપર સુધારાની ચાલમાં ૧૯,૪૨૦થી ૧૯,૪૯૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૯,૨૩૦ તૂટતાં ૧૯,૦૯૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટી ૫૯૩૩ નીચે ૫૯૫૬ના સ્ટૉપલૉસે વેચવું. ૫૮૮૫ તૂટતાં ૫૮૬૬થી ૫૮૨૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

૧૨,૨૩૧ ઉપર ૧૨,૨૭૦ સુધીના ઉછાળામાં વેચવું. ૧૨,૧૫૦ તૂટતાં પ્રથમ ૧૨,૦૬૮થી ૧૧,૯૨૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

એસીસી

૧૪૨૬ ઉપર તેજી જળવાશે અને ઉપરમાં ૧૪૫૬ પાસે વેચવું. ૧૪૧૯ તૂટતાં ૧૩૯૮થી ૧૩૮૦નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૩૧૫ ઉપર સુધારાની ચાલમાં ૧૩૩૬ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૧૨૯૮ તૂટતાં ૧૨૭૦.

રિલાયન્સ

૮૧૧થી ૮૧૮ વચ્ચે લેણમાં નફો કરવો. હવે ૮૦૩ તૂટતાં  ૭૯૦થી ૭૭૮ના ભાવ.

કૉલગેટ

૧૪૯૫ પાસે ૧૫૦૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૧૪૫૭ તૂટતાં ૧૪૧૫નો ભાવ.

04 December, 2012 06:09 AM IST |

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:08 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:08 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:08 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK