° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


નિફ્ટીમાં ૫૬૯૦ના સ્ટૉપલૉસે વેચવું

17 October, 2012 05:08 AM IST |

નિફ્ટીમાં ૫૬૯૦ના સ્ટૉપલૉસે વેચવું

નિફ્ટીમાં ૫૬૯૦ના સ્ટૉપલૉસે વેચવુંસ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


મંગળવારે અહીંથી જણાવ્યા મુજબ ઉપરમાં ૫૭૪૦ની સપાટી ન ઓળંગાતાં અને નીચામાં ૫૭૧૦ અને ૫૬૭૪ની સપાટીઓ તૂટતાં અને છેલ્લે બંધ પણ ૫૬૭૦ નીચે આવતાં અને નિફ્ટી હાજર અને ફ્ચુયર વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે એ બજાર મંદીતરફી જઈ રહ્યાનો સંકેત આપે છે. મંગળવારે આરંભમાં ઍક્સિસ બૅન્ક ૧૧૩૦ ઉપર જ ખૂલીને અગાઉના ટૉપ ૧૧૭૩ અને સ્ટેટ બૅન્કમાં પણ મજબૂતાઈને કારણે બૅન્ક નિફ્ટી પાછળ નિફ્ટીમાં રિલાયન્સ અને એફએમસીજી શૅરો પાછળ ઓપનિંગ સારું રહ્યા બાદ ફૉલો-અપને અભાવે અને સિમેન્ટ અને ઑટો શૅરોની નરમાઈ પાછળ વેચવાલી નીકળતાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી ફ્યુચર ૫૮૦૭, ૫૭૬૬ અને છેલ્લે ૫૬૭૭ની મહત્વની ટેકાની સપાટીઓ તોડી ચૂકી હોવાથી હવે છેલ્લી અતિ મહત્વની સપાટી ૫૬૩૦ તૂટતાં અને રિલાયન્સમાં ૮૧૦ની સપાટી તૂટતાં બજારમાં ૩થી ૫ ટકાનું કરેક્શન નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી જોવા મળશે. અમેરિકન બજારો પાછળ બજાર ઊંચું ખૂલે તો લેણમાં નફો બાંધવો. સપ્તાહના બાકીના દિવસો દરમ્યાન સોમવારના ખૂલતા ભાવ નીચે વેચીને વેપાર કરવો.

મુંબઈ શૅરબજાર આંકમાં નજીકનો ૧૮,૬૪૦ અને દૂરનો ૧૮,૬૮૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૮,૫૪૦ તૂટતાં ૧૮,૩૯૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ૫૬૭૪ નીચે ૫૭૧૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૬૩૦ તૂટતાં પ્રથમ ૫૬૧૦ અને એની નીચે ૫૫૮૨ સુધીનો ઘટાડો જોવા મળશે.

ઍક્સિસ બૅન્ક

સોમવારનું ઓપનિંગ ૧૧૨૫. આજ માટે ૧૧૬૬ના સ્ટૉપલૉસે વેચવું. ૧૧૨૫ નીચે ૧૧૦૭.

ગ્રાસિમ

૩૪૩૮ ઉપર ૩૪૮૦ કુદાવતાં ૩૫૦૨નો ભાવ, જ્યારે હવે સોમવારનું ઓપનિંગ ૩૩૯૦ નીચે બંધ આવતાં ૩૩૩૮થી ૩૨૯૦નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૨૭૦ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચવું. ૨૨૪૬ નીચે ૨૨૦૭થી ૨૧૮૫નો ભાવ.

કોલગેટ

૧૨૩૮ ઉપર ૧૨૬૦ સુધીના ઉછાળામાં વેચવું. ૧૨૧૭ તૂટતાં ૧૧૯૫.

મારુતિ

૧૩૮૦ નીચે વેચીને વેપાર કરવો. ૧૩૪૫ તૂટતાં ૧૩૨૪નો ભાવ.

17 October, 2012 05:08 AM IST |

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:08 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:08 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:08 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK