Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૯૨૮ નિર્ણાયક સપાટી

નિફ્ટીમાં ૫૯૨૮ નિર્ણાયક સપાટી

19 December, 2012 06:09 AM IST |

નિફ્ટીમાં ૫૯૨૮ નિર્ણાયક સપાટી

નિફ્ટીમાં ૫૯૨૮ નિર્ણાયક સપાટી




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ





નીચા મથાળે એફએફઆઇ તેમ જ ઑપરેટર વર્ગની લેવાલી વધતાં તેમ જ રોલઓવરની પ્રક્રિયાના ભાગરૂપે લેવાલી વધતાં અને બૅન્ક નિફ્ટીમાં ૧૨૩૭૦ અને ૧૨૪૬૦ની સપાટીઓ કુદાવતાં તેમ જ સંસદમાં બૅન્કિંગ બિલ પાસ થઈ જવાના આશાવાદે બૅન્ક શૅરોમાં ઝડપી સુધારાને પગલે બૅન્ક નિફ્ટીમાં ઉછાળો જોવા મળતાં તેમ જ મેટલ અને ઇન્ફ્રા શૅરોમાં તેજીને પગલે સમગ્ર બજારનું સેન્ટિમેન્ટ સુધારાતરફી થતાં નિફ્ટી ૫૯૫૦ થઈ ૫૯૨૯ બંધ રહી છે. બેતરફી તોફાની વધ-ઘટ બાદ આજનું વર્કિંગ મહત્વનું સાબિત થશે. આજે કાલ કરતાં ઊંચું બંધ આવતાં એક્સ્પાયરી ૫૯૦૦ની ઉપર આવવાની શક્યતા વધશે.

મુંબઈ શૅરબજાર આંક ૧૯૪૩૦ નજીકની પ્રતિકારક સપાટી છે. નીચામાં ૧૯૩૧૦ની ટેકાની સપાટી તૂટતાં ૧૯૧૬૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટી ઉપર જણાવેલ ૫૯૨૮ ઉપર જ તેજી ધ્યાન રાખવું અને ઉપરમાં ૫૯૭૦ પાસે નફો કરવો. ૫૯૦૬ તૂટતાં ૫૮૬૦ સુધીનો ઘટાડો જોવા મળશે.



રિલાયન્સ

૮૪૦ નીચે રૂખ મંદીની. નીચામાં ૮૨૫ તૂટતાં ૮૦૫નો ભાવ.

તાતા મોટર્સ

૩૦૩ મહત્વની પ્રતિકારક સપાટી છે જેની નીચે નવું લેવું નહીં અને ૨૯૪ તૂટતાં ૨૮૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

સ્ટેટ બૅન્ક

૨૩૪૫ ઉપર ૨૩૮૯થી ૨૪૧૦ સુધીના ઉછાળામાં લેણમાં નફો કરવો. ૨૩૪૦ તૂટતાં ૨૩૦૫નો ભાવ.

ડીએલએફ

૨૨૦ ઉપર તેજીનો વેપાર જાળવવો. ઉપરમાં ૨૩૦ ઉપર ૨૩૮ સુધીનો ઉછાળો જોવા મળશે. ૨૧૫ તૂટતાં રૂખ મંદીની.

લાર્સન

૧૬૪૨ ઉપર જ રૂખ તેજીની અને ૧૬૬૭ ઉપર ૧૬૮૦ સુધીના ઉછાળામાં વેચવું. ૧૬૩૮ નીચે ૧૬૧૦નો ભાવ.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2012 06:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK