Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

02 July, 2022 01:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીએસટી કલેક્શન જૂનમાં ૫૬ ટકા વધ્યું અને વધુ સમાચાર

ન્યુઝ શોર્ટમાં

ન્યુઝ શોર્ટમાં


રૂપિયો ડોલર સામે પહેલી વાર ૭૯ની ઉપર બંધ રહ્યો

કરન્સી બજારમાં ભારતીય રૂપિયો સતત નબળી પડી રહ્યો છે અને શુક્રવારે પહેલીવાર રૂપિયો ૭૯ની ઉપર બંધ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન રિઝર્વ બેંકની દરમિયાનગિરીને પગલે રૂપિયામાં વધુ ઘટાડો પણ અટક્યો હતો. ભારતીય રૂપિયો ડોલર સામે દિવસ દરમિયાન ૭૮.૯૯ની સપાટી પર ખૂલ્યો હતો અને એક તબક્કે નબળો પડીને ૭૯.૧૨૭૫ સુધી પહોંચીને દિવસનાં અંતે ૭૯.૦૪ની સપાટી પર બંધ રહ્યો હતો, જે અત્યાર સુધીની સૌથી નીચી બંધ સપાટી હતી. અમેરિકાનાં કન્ઝ્યુમર ખર્ચનાં ડેટા ધારણાંથી નબળા આવ્યાં હોવથી ડોલર ઈન્ડેક્સ ૧૦૪.૮૮ સુધી પહોંચ્યો હતો. ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાનું રોકાણ ઘટતા પણ રૂપિયાનાં સેન્ટમેન્ટમાં બદલાવ આવ્યો છે. એક ખાનગી બેંક સાથેના ડીલરે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકો દ્વારા આક્રમક દરમાં વધારાની ચિંતા અને મંદીના ભયને કારણે રોકાણકારોની જોખમની ભૂખ ઓછી થઈ ગઈ છે. જો કે, સંભવતઃ આરબીઆઈ- ડોલરના વેચાણના હસ્તક્ષેપને કારણે રૂપિયામાં વધુ ઘટાડો અટક્યો હતો.



 


નિકાસકારો માટે બાકી લેણાં માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી

વાણિજ્ય મંત્રાલયની સૂચના અનુસાર નિકાસકારો માટે નિકાસ પ્રમોશન યોજના એમઈઆઇએસ હેઠળ તેમનાં બાકી લેણાંનો દાવો કરવા માટે ઑનલાઇન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ આ વર્ષે ૩૧ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. ગયા સપ્ટેમ્બરમાં, સરકારે વિવિધ નિકાસ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ નિકાસકારોના બાકી ટૅક્સ રિફંડ સામે ૫૬,૦૨૭ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. અગાઉથી જ સતાવાયેલા નિકાસકારો માટે આ રાહતની જાહેરાત છે. કોરોનાના લમયમાં નિકાસકારો ખાસ્સો નિરાશાજનક રહ્યો હતો, પણ એ પછી માંડ-માંડ ગાડી પાટે ચડી રહી છે ત્યારે સરકારના વધુ ને વધુ સાથસહકારની આશા તેઓ રાખી રહ્યા છે.


 

જીએસટી કલેક્શન જૂનમાં ૫૬ ટકા વધ્યું

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે, જૂનમાં ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની આવક વધીને ૧.૪૪ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ૫૬ ટકા વધુ છે. જીએસટી કલેક્શન માટે હવે ૧.૪૦ લાખ કરોડ રૂપિયા ‘રફ બૉટમ લાઇન’ છે. મે મહિનામાં જીએસટીની આવક લગભગ ૧.૪૧ લાખ કરોડ રૂપિયા થઈ હતી.

 

ફૉરેક્સ રિઝર્વમાં ૨.૭૩ અબજ ડૉલરનો વધારો

દેશના ફૉરેક્સ એક્સચેન્જ રિઝર્વમાં ૨૪મી જૂને પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ૨.૭૩૪ અબજ ડૉલરનો વધારો થઈને ૫૯૩.૩૨૩ અબજ ડૉલરનું થયું છે. અગાઉના સપ્તાહ દરમિયાન ૫.૮૭ અબજ ડૉલરનો ઘટાડો થયો હતો તેમ રિઝર્વ બૅન્કના ડેટા કહે છે. ફૉરેન કરન્સી ઍસેટમાં ૨.૩૩૪ અબજ ડૉલરનો વધારો થઈને ૫૨૯.૨૧૬ અબજ ડૉલર અને ગોલ્ઝ રિઝર્વમાં ૩૪.૨૦ કરોડ ડૉલરનો વધારો થઈને ૪૦.૯૨૬ અબજ ડૉલરનું થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK