Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

12 May, 2022 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૂપિયામાં સતત બીજા દિવસે સુધારો; જીડીપીના વિકાસનો અંદાજ ૭.૬ ટકા અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


આઇપીઓ પહેલાં ગુપ્ત પ્રી-ફાઇલિંગ ડ્રાફ્ટ? : સેબીનો પ્રસ્તાવ : હવે કંપની નક્કી કરશે કે સેબીના અવલોકન બાદ એને જાહેર કરવાે કે નહીં

ભારતના બજાર નિયમનકારે બુધવારે શૅરબજારનાં પ્રારંભિક જાહેર ભરણાં (આઇપીઓ)ને લક્ષ્યાંકિત કરતી કંપનીઓને તેમની સંવેદનશીલ વ્યવસાય માહિતીને સુરક્ષિત કરવાના હેતુથી ગોપનીય ‘પ્રી-ફાઇલિંગ’ દસ્તાવેજ સબમિટ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રારંભિક ઑફર દસ્તાવેજ માત્ર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) અને સ્ટૉક એક્સચેન્જમાં ફાઇલ કરવાનો રહેશે અને કંપની નક્કી કરી શકે છે કે રેગ્યુલેટર એના અવલોકનો જારી કર્યા પછી જાહેરમાં મૂકવા કે નહીં એમ સેબીએ તેની દરખાસ્તમાં જણાવ્યું હતું.
વર્તમાન સમયમાં કંપનીઓએ સૌપ્રથમ સેબી પાસે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરે છે અને જેમાં સેબી ઓછામાં ઓછા ૨૧ દિવસ માટે જાહેર ટિપ્પણીઓ મગાવે છે અને બાદમાં નિયમનકાર અને અન્ય પ્રતિસાદનો સમાવેશ કર્યા પછી ફાઇનલ પ્રોસ્પેક્ટ્સ દાખલ કરે છે.



 


રૂપિયામાં સતત બીજા દિવસે સુધારો

ભારતીય રૂપિયામાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે નવ પૈસા સુધરીને ૭૭.૨૫ની સપાટી પર બંધ રહ્યો હતો. રૂપિયો ડૉલર સામે બુધવારે દિવસ દરમિયાન ૭૭.૨૧૫૦ની સપાટી પર ખૂલીને એક તબક્કે ૭૭.૩૦ સુધી પહોંચ્યા બાદ દિવસનાં અંતે ૭૭.૨૫ પર બંધ રહ્યો હતો, જે મંગળવારે ૭૭.૩૪ની સપાટી પર બંધ રહ્યો હતો. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ બાસ્કેટ કરન્સી સામે ૧૦૩.૬૨ની સપાટી પર પહોંચ્યો હતો, જે આગલા દિવસે ૧૦૩.૬૫ પર બંધ રહ્યો હતો. યુરો સામે ડૉલર ફ્લેટ રહેતાં અને ભારતમાં એક પછી એક આઇપીઓ આવી રહ્યા હોવાથી વિદેશી નાણાંનો પ્રવાહ ચાલુ રહે એવી સંભાવનાએ રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. એલઆઇસીના આઇપીઓ બાદ રૂપિયામાં આગળની ચાલનો આધાર રહે એવી સંભાવના છે. 


 

જીડીપીના વિકાસનો અંદાજ ૭.૬ ટકા

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મૉર્ગન સ્ટૅનલીએ ઉચ્ચ ફુગાવો અને વૈશ્વિક મંદીને ટાંકીને ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિનું અનુમાન ઘટાડીને ૭.૬ ટકા મૂક્યું છે, જે અગાઉના અંદાજની તુલનાએ ૦.૩૦ ટકાનો ઘટાડો બતાવે છે. વર્ષ ૨૦૨૩-’૨૪ માટે જીડીપીનો અંદાજ ૬.૭ ટકા કર્યો છે.

 

ચાર દિવસમાં ૧૩.૩૨ લાખ કરોડનું રોકાણ સ્વાહા

શૅરબજારમાં મંદીને પગલે છેલ્લા ચાર દિવસમાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કૅપમાં ૧૩.૩૨ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. સેન્સેક્સ સતત ચોથા દિવસે ઘટ્યો હતો અને ૨૭૬.૪૬ પૉઇન્ટ ઘટીને ૫૪૦૮૮ પર બંધ રહ્યો હતો. ચાર દિવસમાં સેન્સેક્સ ૧૬૧૩.૮૪ પૉઇન્ટ ઘટતાં રોકાણકારોની મૂડી ૧૩.૩૨ લાખ કરોડ ઘટીને ૨૪૬.૩૧ લાખ કરોડની થઈ ગઈ છે. ક્રૂડ તેલના ભાવમાં વધારો અને વિદેશી પ્રવાહ ઘટ્યો હોવાથી ઘટાડાની સ્થિતિ જોવા મળી હતી.

 

બીએસઈનો નફો ૭૬ ટકા વધ્યો : ૧૩.૫૦ રૂપિયાનું ડિવિડંડ

બીએસઈએ નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ માટે બોનસ ઇશ્યુ મારફતે વધારાયેલી ઇક્વિટી મૂડી પર બે રૂપિયાની મૂળ કિંમતના ઇક્વિટી શૅરદીઠ ૧૩.૫૦ રૂપિયાનું અંતિમ ડિવિડંડ જાહેર કર્યું છે.
કન્સોલિડેટેડ અને વહેંચણીપાત્ર નફો આગલા વર્ષના ૧૪૪.૯૦ કરોડ રૂપિયાથી ૭૬ ટકા વધીને ૨૫૪.૩૩ કરોડ રૂપિયા થયો છે. ૩૧ માર્ચ ૨૦૨૧ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કન્સોલિડેટેડ કાર્યકારી નફો ૩૮.૮૪ કરોડ રૂપિયાથી પાંચ ગણો વધીને ૨૧૩.૧૪ કરોડ રૂપિયા થયો હતો. બીએસઈનું સરેરાશ દૈનિક ટર્નઓવર નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૨૯ ટકા વધીને ૫૩૯૬ કરોડ રૂપિયા થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK