° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


News In Short : દેશની નિકાસ એપ્રિલમાં ૩૦.૭ ટકા વધીને ૪૦.૧૯ અબજની થઈ

14 May, 2022 09:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ આયાતમાં ગત વર્ષની તુલનાએ ૩૦.૯૭ ટકાનો વધારો થયો છે તેમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા જણાવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દેશની મર્ચન્ડાઈઝ નિકાસ વાર્ષિક ધોરણે એપ્રિલમાં ૩૦.૭ ટકા વધીને ૪૦.૧૯ અબજ ડૉલરની થઈ છે, જે ગત વર્ષે સમાન મહિનામાં ૩૦.૭૫ અબજ ડૉલરની થઈ હતી. પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેક્ટ્રૉનિક ચીજવસ્તુઓ અને કેમિકલની નિકાસમાં મજબૂત વૃદ્ધિને પગલે કુલ નિકાસ વધી છે તેમ સરકારી આંકડાઓ કહે છે.
એપ્રિલ ૨૦૨૨માં ભારતની આયાત ૬૦.૩૦ અબજ ડૉલરની થઈ છે, જે એપ્રિલ ૨૦૨૧માં ૪૬.૦૪ અબજ ડૉલરની થઈ હતી. આમ આયાતમાં ગત વર્ષની તુલનાએ ૩૦.૯૭ ટકાનો વધારો થયો છે તેમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા જણાવે છે.
એપ્રિલ ૨૦૨૨માં વેપારખાધ વધીને ૨૦.૧૧ અબજ ડૉલરની થઈ છે જે ગત વર્ષે આજ મહિનામાં ૧૫.૨૯ અબજ ડૉલરની થઈ હતી, જે ૩૧.૫૦ ટકાનો વધારો બતાવે છે.

ફૉરેક્સ રિઝર્વ છ મહિનામાં ૨૮.૦૫ અબજ ડૉલર ઘટ્યું

રિઝર્વ બૅન્કના અર્ધવાર્ષિક અહેવાલમાં વિગતો જાહેર કરાઈ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ દેશનું ફૉરેક્સ રિઝર્વ સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે ૬૩૫.૩૫ અબજ ડૉલર હતું, જે માર્ચ ૨૦૨૨ના અંતે ઘટીને ૬૦૭.૩૧ અબજ ડૉલર થઈ ગયું છે, જે અગાઉની તુલનાએ ૨૮.૦૫ અબજ ડૉલરનો ઘટાડો બતાવે છે.
રિઝર્વ બૅન્ક પારદર્શિતા અને જાહેર માહિતીના ભાગરૂપે ફૉરેક્સ રિઝર્વના અહેવાલો દર છ મહિને પ્રસિદ્ધ કરે છે, જે શ્રેણીનો આ ૩૮મો ભાગ છે. જોકે અમેરિકન ડૉલર અને યુરો બન્નેમાં હસ્તક્ષેપ ચાલુ છે અને વિદેશી ચલણ અસ્ક્યામતો મુખ્ય ચલણમાં જાળવવામાં આવે છે, ફૉરેક્સ રિઝર્વ અમેરિકન ડૉલરની શરતો સાથે જાહેર કરવામાં આવે છે.

ટેરા લ્યુનાનો ભાવ ઝીરો થઈ ગયો

એમિરેટ્સ ઍરલાઇન્સ બીટકૉઇનમાં પેમેન્ટ સ્વીકારશે: આઇસી15 ઇન્ડેક્સમાં આઠ ટકાનો ઉછાળો આવ્યો

ટેરા લ્યુના કૉઇનનો ભાવ ઝીરો થઈ જતાં તમામ એક્સચેન્જોમાં એનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. એમાં ભારતના ક્ર‌િપ્ટોકરન્સી એક્સચેન્જોનો પણ સમાવેશ છે. આ સાથે જ ટેરા વેલિડેટર્સે પણ નેટવર્ક અટકાવી દીધું છે. બીજી બાજુ એમિરેટ્સ ઍરલાઇન્સે પેમેન્ટમાં બીટકૉઇનનો સ્વીકાર કરવાની શુક્રવારે જાહેરાત કરી છે. આ ઍરલાઇન્સ વિશ્વની ટોચની ૨૦ ઍરલાઇન્સમાં સામેલ છે. કંપનીના ચીફ ઑપરેટિંગ ઑફિસર આદિલ અહમદ અલ રઝાએ આ જાહેરાત કરી હતી. અગાઉ ​​િક્ર‌પ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૮.૧૩ ટકા (૩,૧૧૩ પૉઇન્ટ) વધીને ૪૧,૩૮૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો.

બૅન્કો એનબીએફસીને પ્રાયોરિટી ક્ષેત્ર માટે ધિરાણ આપી શકશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ શુક્રવારે અમુક અગ્રતા ક્ષેત્રોને ધિરાણ આપવાના હેતુસર નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓને ધિરાણ સુવિધા આપવાનું ચાલુ રાખવા માટે નાની ફાઇનૅન્સ બૅન્કો સહિત બૅન્કોને મંજૂરી આપી હતી. વાણિજ્યિક બૅન્કો દ્વારા એનબીએફસીને ધિરાણ આપવાની અને સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કો દ્વારા એનબીએફસી-એમએફઆઇને અમુક અગ્રતા ક્ષેત્રોને ધિરાણ આપવાના હેતુસર ધિરાણની સુવિધા ૨૦૨૨ની ૩૧ માર્ચ સુધી ઉપલબ્ધ હતી, જે હવે આગળ ઉપર પણ ચાલુ રહેશે.

14 May, 2022 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

News In Short: રૂપિયો ડૉલર સામે ૧૩ પૈસા નબળો પડ્યો

રિઝર્વ બૅન્ક અમેરિકન ડૉલરમાં માર્ચમાં નેટ સેલર બની

18 May, 2022 03:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંમાં નિકાસબંધીનો વિરોધ ટાળવા સરકારે વધુ છૂટછાટ જાહેર કરી

કસ્ટમ્સ ક્લિયરન્સ માટે વેઇટિંગમાં રહેલા શિપમેન્ટને પણ હવે નિકાસછૂટ મળશે

18 May, 2022 01:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માણસ કમાવાની શરૂઆત કરે ત્યારે જ જીવન વીમો લઈ લેવો જોઈએ

ઘણા લોકો સામે ચાલીને કેમ જીવન વીમો લેતા નથી એની પાછળના કેટલાક મુદ્દાઓની આજે ચર્ચા કરીએ.

18 May, 2022 01:49 IST | Mumbai | Priyanka Acharya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK