Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News In Short: સ્વિગી બની ગઈ ડેકાકૉર્ન : ભેગું કર્યું ૭૦૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

News In Short: સ્વિગી બની ગઈ ડેકાકૉર્ન : ભેગું કર્યું ૭૦૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

25 January, 2022 12:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ આ કંપની હવે ડેકાકૉર્ન (જેનું મૂલ્ય ૧૦ અબજ ડૉલરથી વધારે હોય એવી કંપની) બની ગઈ છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ખાણીપીણીની વસ્તુઓના ઑનલાઇન ઑર્ડર પહોંચાડતી સ્વિગી કંપનીએ ઍસેટ મૅનેજર ઇન્વેસ્કો સહિતના રોકાણકારો પાસેથી ૭૦૦ મિલ્યન ડૉલર ભેગા કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. 
નવા ભંડોળને પગલે બૅન્ગલોરસ્થિત આ કંપનીનું મૂલ્ય વધીને ૧૦.૭ અબજ ડૉલર થઈ ગયું છે. આમ આ કંપની હવે ડેકાકૉર્ન (જેનું મૂલ્ય ૧૦ અબજ ડૉલરથી વધારે હોય એવી કંપની) બની ગઈ છે. 

ભારતમાં ઇલેક્ટ્રૉનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન ૨૦૨૬ સુધીમાં ૩૦૦ અબજ ડૉલર થઈ શકે છે



ભારતમાં ઇલેક્ટ્રૉનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન વર્ષ ૨૦૨૬ સુધીમાં ૩૦૦ અબજ ડૉલરના સ્તરે પહોંચી જવાની ધારણા વ્યક્ત થઈ છે. આઇસીઈએ (ઇન્ડિયા સેલ્યુલર ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન)ના અહેવાલમાં સોમવારે જણાવવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રૉનિક્સ સંબંધેની રાષ્ટ્રીય નીતિ અનુસાર વર્ષ ૨૦૨૫ સુધીમાં ૪૦૦ અબજ ડૉલરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ કોવિડ-19 રોગચાળાને લીધે થયેલી અસરને પગલે એ લક્ષ્યાંક સિદ્ધ નહીં થઈ શકે. અસોસિએશનના પ્રમુખ પંકજ મહિન્દ્રુએ અહેવાલ બહાર પાડતાં કહ્યું હતું કે સરકારે આ ઉદ્યોગ સાથે ચર્ચાવિચારણા કર્યા વગર કરવેરાના માળખામાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.’ 


એમએમઆરમાં ઘરનું ગયા વર્ષે રજિસ્ટ્રેશન ૫૩ ટકા વધ્યું

મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં વર્ષ ૨૦૨૧માં ઘરનું રજિસ્ટ્રેશન ૫૩ ટકા વધીને ૨.૪૨ લાખ યુનિટ થયું હતું 

બિલ્ડરોની સંસ્થા ક્રેડાઇ-એમસીએચઆઇ, રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયા અને ડેટા એનાલિટિક્સ કંપની સીઆરઈ મેટ્રિક્સે સંયુક્તપણે બહાર પાડેલા અહેવાલમાં ઉક્ત આંકડાઓ પ્રગટ થયા છે. 
અહેવાલ મુજબ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં અનુક્રમે ૨,૦૧,૬૧૩ યુનિટ્સ, ૧,૫૮,૩૨૭ યુનિટ્સ અને ૨,૪૨,૦૬૧ યુનિટ્સનું રજિસ્ટ્રેશન થયું હતું. સીઆરઈ મેટ્રિક્સના સીઈઓ અભિષેક કિરણ ગુપ્તાએ જણાવ્યા મુજબ ઉક્ત ત્રણ વર્ષોમાં પ્રૉપર્ટીનું મૂલ્ય ૧.૨૯ લાખ કરોડ, ૧.૧૨ લાખ કરોડ અને ૧.૯ લાખ કરોડ રૂપિયા હતું. બિલ્ડરો પાસેથી ખરીદાયેલાં અને રિસેલ ઘર એ બન્નેનાં વેચાણને ઉક્ત અહેવાલમાં આવરી લેવાયાં છે. કોલિયર્સ ઇન્ડિયાના સીઈઓ રમેશ નાયરે જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧ ઘર ખરીદનારાઓ માટે સારું રહ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે સ્ટૅમ્પ ડ્યુટીમાં કરેલા ઘટાડા ઉપરાંત હોમ લોનના પરવડે એવા દર, ઘરના સ્થિર રહેલા ભાવ, બિલ્ડરોએ આપેલાં ડિસ્કાઉન્ટ એ બધાં પરિબળોને લીધે ઘરનું વેચાણ વધ્યું હતું.ગયા વર્ષે મુંબઈ શહેરમાં ૧૨,૦૨૩ યુનિટ્સ, મુંબઈ ઉપનગરમાં ૬૫,૧૧૪ યુનિટ્સ, પાલઘરમાં ૨૮,૬૭૮ યુનિટ્સ, રાયગઢમાં ૩૪,૧૯૨ યુનિટ્સનું રજિસ્ટ્રેશન થયું હતું. 

ઍક્સિસ બૅન્કનો ચોખ્ખો નફો ૩૬૧૪ કરોડ રૂપિયા

ખાનગી ક્ષેત્રની અગ્રણી ઍક્સિસ બૅન્કે સોમવારે જાહેર કર્યા મુજબ ગત ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ક્વૉર્ટરમાં તેનો કરવેરા બાદનો ચોખ્ખો નફો ૨૨૪ ટકા વધીને ૩૬૧૪ કરોડ રૂપિયા થયો છે. પાછલા વર્ષે સમાન ગાળામાં નફો ૧૧૧૭ કરોડ રૂપિયા હતો. બૅન્કે વધુમાં જણાવ્યું છે કે તેની વ્યાજની ચોખ્ખી આવક વર્ષાનુવર્ષ ધોરણે ૧૭ ટકા અને ત્રિમાસિક ધોરણે ૧૦ ટકા વધીને ૮૬૫૩ કરોડ રૂપિયા થઈ છે.  

તાતા ટેક્નૉલૉજીસ ઇનોવેટર્સની ભરતી કરશે

તાતા ટેક્નૉલૉજીસે સોમવારે જણાવ્યા મુજબ કંપની આગામી ૧૨ મહિનામાં ૩૦૦૦ કરતાં વધારે ઇનોવેટર્સની ભરતી કરવાનું આયોજન ધરાવે છે. 
નાં ભારતનાં રાજ્યોમાં તથા વૈશ્વિક સ્તરે તમામ મોટી માર્કેટ્સમાં કંપની કર્મચારીઓ વધારવા માગે છે. તાતા ટેક્નૉલૉજીસના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વોરેન હેરિસે જણાવ્યું હતું કે ઇનોવેટર્સને ઊંચા પગારની સાથેે વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સમાં કામ કરવાનો મોકો મળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2022 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK