Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News In Short: દેશની મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી સપ્ટેમ્બરમાં નબળી પડી ગઈ

News In Short: દેશની મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી સપ્ટેમ્બરમાં નબળી પડી ગઈ

04 October, 2022 03:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑગસ્ટમાં ૫૬.૨ની સામે સપ્ટેમ્બરમાં ઘટીને ૫૫.૧ ટકા આવી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

News In Short

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


દેશની મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી સપ્ટેમ્બરમાં નબળી પડી ગઈ

ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી સપ્ટેમ્બરમાં નજીવી રીતે ઘટી હતી, પરંતુ કંપનીઓ વધુ કામદારોની ભરતી કરી રહી છે અને ભાવમાં ઘટાડા વચ્ચે એ સારી સ્થિતિમાં રહી છે, એમ 
સોમવારે જારી કરાયેલા માસિક સર્વેમાં જણાવાયું છે.



સીઝનલી ઍડ્જસ્ટેડ એસઍન્ડપી ગ્લોબલ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ)એ ભારતીય ઉત્પાદન ઉદ્યોગના સ્વાસ્થ્યમાં મજબૂત સુધારો દર્શાવ્યો છે, કારણ કે કંપનીઓએ નવા કામના વપરાશમાં સતત વધારા સાથે ઉત્પાદનમાં વધારો કર્યો છે.


સપ્ટેમ્બરમાં ૫૫.૧ પરનો પીએમઆઇ સતત ૧૫મા મહિને વિસ્તરણ મોડમાં ચાલુ રહ્યો, પરંતુ ઑગસ્ટમાં નોંધાયેલા ૫૬.૨ કરતાં થોડો ઓછો હતો.

ખરીદી ખર્ચ માત્ર બે વર્ષમાં સૌથી ધીમી ગતિએ વધ્યો હતો, જ્યારે આઉટપુટ ખર્ચનો ફુગાવો ૭ મહિનાની નીચી સપાટીએ ગયો હતો એમ સર્વેમાં જણાવાયું હતું.


ભારતીય કંપનીઓની ક્રેડિટ ગુણવત્તામાં સુધારો : ક્રિસિલ

૬ મહિનામાં રેશિયો વધીને ૫.૫૪ ટકા થયો

ભારતીય કંપનીઓની ક્રેડિટ ક્વૉલિટીમાં એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં વધુ સુધારો થયો છે, જેમાં અપગ્રેડ અને ડાઉનગ્રેડનો ગુણોત્તર વધુ હતો. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨ના બીજા ૬ માસિક ગાળામાં ૫.૦૪ની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પહેલાં ૬ મહિનામાં રેશિયોમાં ૫.૫૪ ટકો સુધારો થયો હતો. હેલ્ધી રોકડ પ્રવાહ અને સ્થિર રોકાણકારને કારણે બૅલૅન્સ-શીટમાં પણ સુધારો થયો છે. જોકે એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે ડેટા સંપૂર્ણ રીતે પ્રતિનિધિત્વ ધરાવતો ન હોઈ શકે, કારણ કે બાકી રેટિંગ ધરાવતા ઘણા નાના વ્યવસાયો સતત ધોરણે ડેટા શૅર કરવામાં બિન-સહકારી બન્યા છે. ક્રિસિલના મૅનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીત છટવાલે જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ રોગચાળા પછી વધુ મજબૂત ઊભરી આવી છે. કૉર્પોરેટ ઇન્ડિયા ઉચ્ચ ફુગાવા અને નાણાકીય કઠોરતા જેવી વૈશ્વિક ઘટનાઓને કારણે થતા વર્તમાન તોફાનનો સામનો કરી શકે છે, જે ભારતના વિકાસને નુકસાન પહોંચાડશે.

ત્રણ રોડ પ્રોજેક્ટ માટે સરકાર ૨૫૦૦ કરોડ રૂપિયા બજારમાંથી મેળવશે

સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા નાણાં એકઠાં કરશે

એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે સરકાર ત્રણ રોડ પ્રોજેક્ટ માટે આશરે ૨૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે આ મહિને મૂડીબજારનો સંપર્ક કરશે. 

આ નાણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા એકત્ર કરવામાં આવશે, એમ સરકારી અધિકારીએ ઉમેર્યું હતું.

તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે આ મહિને ત્રણ રોડ પ્રોજેક્ટ્સ માટે આશરે ૨૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મૂડીબજારનો સંપર્ક કરીશું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ એ મ્યુચ્યુઅલ ફન્ડની પૅટર્ન પરનાં સાધનો છે, જે રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરવા અને અસ્કયામતોમાં રોકાણ કરવા માટે રચાયેલ છે, જે સમયાંતરે રોકડ પ્રવાહ પ્રદાન કરશે.

ગયા વર્ષે નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે પાંચ કરોડ રૂપિયાથી વધુ નાણાં એકત્ર કર્યાં હતાં.

ઑક્ટોબરમાં સામાન્યથી વધુ વરસાદ પડશે : ઊભા પાકને ખતરો

-ભારતીય હવામાન ખાતાના મતે ઑક્ટોબરમાં ૧૧૫ ટકા વરસાદ પડશે:  ચોખા, કઠોળ, કપાસ અને સોયાબીન જેવા પાકને ગંભીર અસર કરશે

દેશમાંથી ચોમાસાની સત્તાવાર રીતે વિદાય શરૂ થઈ ગઈ છે, પરંતુ દેશમાં ઑક્ટોબર મહિનામાં પણ પાછોતરો કે સીઝન વગરનો સામાન્યથી વધુ પડે એવી આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી છે. જો ધારણા મુજબ વરસાદ આવે તો ઊભા ખરીફ પાકો માટે ખતરારૂપ છે અને કઠોળ, કપાસ સહિતના ખરીફ પાકોને અસર પહોંચી શકે છે.

ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી ખેતી ભારતની અડધી વસ્તીને ટેકો આપે છે અને દેશની લગભગ ત્રણ ટ્રિલ્યન ડૉલર અર્થવ્યવસ્થામાં લગભગ ૧૫ ટકા હિસ્સો ધરાવે છે. ભારતની ખેતી આધારિત અર્થવ્યવસ્થા માટે ચોમાસાનો વરસાદ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે દેશની લગભગ અડધી ખેતીની જમીન સિંચાઈની છે, પરંતુ આ વર્ષે ઑક્ટોબરમાં વધુ પડતો ચોમાસાનો વરસાદ ખેડૂતો માટે મોંઘો સાબિત થઈ શકે છે, કારણ કે ચોમાસામાં વાવેલા પાકો જેમ કે ચોખા અને ઘઉંના વાવેતર માટે જોખમ ઊભું કરી શકે છે.

ઑક્ટોબરમાં ભારે વરસાદ ચોખા, કઠોળ, કપાસ અને સોયાબીન જેવા પાકને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. એ ભારતના ભાગોમાં ઘઉંના વાવેતરમાં વિલંબ થવાનું કારણ બની શકે છે, જે વિવિધ પ્રકારના ખેતી પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રણી છે.

જૂન-સપ્ટેમ્બર ચોમાસાની સીઝનના પહેલા ભાગમાં, પૂર્વ અને ઉત્તર ભારતમાં અપૂરતા વરસાદે ડાંગરના વાવેતરમાં અવરોધ ઊભો કર્યો હતો, જેના કારણે સરકારને દેશના ૧.૪ અબજ લોકો માટે પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઉત્પાદનના અંદાજ અને નિકાસમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. માર્ચ અને એપ્રિલમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી પાક સુકાઈ ગયા બાદ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ વર્ચ્યુઅલ ન્યુઝ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનામાં માસિક વરસાદ લાંબા ગાળાની સરેરાશના ૧૧૫ ટકા રહેવાની અપેક્ષા છે.’

બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ભાગો જેવા ભારતનાં કેટલાંક મુખ્ય ચોખા ઉત્પાદક રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ઓછો પડ્યો હોવા છતાં એકંદરે ઉનાળો વરસાદ સીઝન દરમ્યાન સરેરાશ કરતાં ૬ ટકા વધુ હતો, જેમાં મધ્યમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વધુ અનિયમિત ચોમાસું જોવા મળી રહ્યું છે, જે ખાદ્ય ઉત્પાદન અને આત્મનિર્ભરતા વિશે શંકા પેદા કરી રહ્યું છે. નોંધનીય એક વધુ ઘટના એ છે કે મોસમના અંતમાં વરસાદની તીવ્રતા વધી રહી છે અને ચોમાસાની વિદાય પણ મોડી થાય છે.
મહાપાત્રાએ અમને માહિતી આપી હતી કે આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં લાંબું ચાલી શકે છે.

જોકે લાંબા ચોમાસાની ઋતુ જમીનને ભેજવાળી રાખીને અને જળાશયોને ફરી ભરીને શિયાળાના પાકને લાભ આપે છે. અસામાન્ય રીતે ભારે વરસાદ કૃષિ પ્રવૃત્તિઓને અવરોધે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK