Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News In Short : ઍક્સિસ બૅન્કના એમડીને એક્સટેન્શન

News In Short : ઍક્સિસ બૅન્કના એમડીને એક્સટેન્શન

16 October, 2021 08:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ ચૌધરીને વધુ ત્રણ વર્ષ સુધી પદ પર રાખવા માટે મંજૂરી આપી દીધી છે. ઍક્સિસ બૅન્કે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ આ મુદત ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી શરૂ થશે. 

ઍક્સિસ બૅન્કના એમડીને એક્સટેન્શન

ઍક્સિસ બૅન્કના એમડીને એક્સટેન્શન


રિઝર્વ બૅન્કે ખાનગી ક્ષેત્રની અગ્રણી ઍક્સિસ બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે અમિતાભ ચૌધરીને વધુ ત્રણ વર્ષ સુધી પદ પર રાખવા માટે મંજૂરી આપી દીધી છે. ઍક્સિસ બૅન્કે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ આ મુદત ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી શરૂ થશે. 

મેટ્રોપોલિસ હેલ્થકૅરે કંપનીઓ હસ્તગત કરી



તબીબી પરીક્ષણો માટેની કંપની મેટ્રોપોલિસ હેલ્થકૅરે શુક્રવારે જણાવ્યા મુજબ તેના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે હાઈટેક ડાયગ્નોસ્ટિક સેન્ટર અને તેની પેટા-કંપની સેન્ટ્રલૅબ હેલ્થકૅર સર્વિસિસ હસ્તગત કરવા માટે મંજૂરી આપી છે. આ સોદો રોકડા ૬૩૬ કરોડ રૂપિયામાં થયો છે. કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે કે કંપની હસ્તગત કરવાની સમગ્ર પ્રક્રિયા ૬ મહિનાની અંદર પૂરી થઈ જશે. 


કોલસાનું ઈ-ઑક્શન કરવા પર કોલ ઇન્ડિયાએ મૂક્યો છે અંકુશ

વીજળીનું નિર્માણ કરનારી કંપનીઓ પાસે કોલસાનો સ્ટૉક ઓછો હોવાથી કોલ ઇન્ડિયા લિમિટિડે કોલસાનું ઇલેક્ટ્રૉનિક લિલામ (ઈ-ઑક્શન) નહીં કરવાનું પોતાની પેટા-કંપનીઓને જણાવ્યું છે. વીજક્ષેત્ર માટેના વિશેષ ફૉર્વર્ડ ઈ-ઑક્શનને બાદ કરતાં તમામ બીજાં ઑક્શન કોલસાની ઉપલબ્ધતા બાબતે સ્થિરતા નહીં આવે ત્યાં સુધી આ પગલું અમલમાં રહેશે. 

હાલમાં કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે કોલસાનો સ્ટૉક ઓછો હોવાથી વીજક્ષેત્ર માટેના પુરવઠાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. 
કોલ ઇન્ડિયાની પેટા-કંપનીઓમાં ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ, ભારત કોકિંગ કોલ લિમિટેડ અને સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. 
અહીં જણાવવું રહ્યું કે કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવ આસમાને પહોંચ્યા હોવાથી તમામ ગ્રાહકો સ્થાનિક કોલસાની માગણી કરી રહ્યા છે. 

ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટે એપ્રિલ-સપ્ટેમ્બરમાં કર્યું ૮૭૪ કરોડ રૂપિયાના વેચાણનું બુકિંગ

ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ લિમિટેડે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૮૭૪ કરોડ રૂપિયાના વેચાણનું બુકિંગ કર્યું છે, જે પાછલા વર્ષના સમાન ગાળાના ૩૬૮ કરોડ રૂપિયાના બમણા કરતાં વધારે છે. 
કંપનીએ જણાવ્યા મુજબ ૩૦ સપ્ટેમ્બરના અંતે રોકડ અને પ્રવાહિતા ધરાવતાં રોકાણોને બાદ કરતાં એનું કન્સોલિડેટેડ કરજ ૯૬૭ કરોડ રૂપિયા હતું, જે ૩૧ માર્ચે ૨૦૨૫ કરોડ રૂપિયા હતું. આજની તારીખે બુક થયેલી પ્રૉપર્ટીમાંથી મળનારું તથા પૂરા થયેલા બાંધકામની પ્રૉપર્ટીનું કુલ મૂલ્ય ૩૩૬૯ કરોડ રૂપિયા છે. 
નોંધનીય છે કે ગુરુવારે કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૫.૬૪ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો જાહેર કર્યો હતો. આ જ ક્વૉર્ટરની કુલ આવક ૩૮૧.૨૪ કરોડ રૂપિયા હતી. 
ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ લિમિટેડ પ્રોજેક્ટ્સનું બૅન્ગલોરસ્થિત રિયલ્ટી કંપની એમ્બેસી ગ્રુપ સાથે મર્જર થવાનું છે. કંપનીએ એને માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મંજૂરી માટે સંયુક્ત અરજી કરી છે. 

રિલાયન્સ રીટેલે ‘ફ્રેશપિક’ બ્રૅન્ડ લૉન્ચ કરી

રિલાયન્સ રીટેલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોએથી ઉચ્ચ કક્ષાના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા માટે ‘ફ્રેશપિક’ નામની બ્રૅન્ડ લૉન્ચ કરી છે. ફ્રેશપિક બ્રૅન્ડ હેઠળ તાજાં ફળ અને શાકભાજી, આઇસક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, બ્રેડ, ચૉકલેટ, ચા, કૉફી વગેરેનું વેચાણ કરવામાં આવશે. 
અહીં જણાવવું રહ્યું કે આ સપ્તાહના પ્રારંભે રિલાયન્સ રીટેલે ભારતમાં એનો પ્રથમ સેવન-ઇલેવન કન્વીનિયન્સ સ્ટોર ખોલ્યો હતો. ૩૧ માર્ચે પૂરા થયેલા વર્ષમાં તેણે કુલ ૧.૫૭ લાખ કરોડ રૂપિયાનું કન્સોલિડેટેડ ટર્નઓવર નોંધાવ્યું હતું. 

ભારત રૂફટોપ સૌરઊર્જાના ઉત્પાદનમાં સૌથી વધુ સસ્તાઈ ધરાવતો દેશ

વૈશ્વિક અભ્યાસમાં જણાઈ આવ્યું છે કે ભારત રૂફટોપ સૌરઊર્જાનું સર્જન કરવામાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સસ્તાઈ ધરાવતો દેશ છે. પ્રતિ મેગાવોટ કલાકની સૌરઊર્જાનું ઉત્પાદન કરવાનો ખર્ચ ૬૬ ડૉલર થાય છે. ચીનમાં આ ખર્ચ ૬૮ ડૉલર છે. 
ઘરનાં છાપરાં પર તથા કોમર્શિયલ અને ઔદ્યોગિક ઈમારતો પર સૌરઊર્જાની પેનલ બેસાડીને સૌરઊર્જાનું નિર્માણ કરવા માટે રૂફટોપ સોલર ફોટોવોલ્ટેઇક્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે. એનો ખર્ચ ઓછો હોવાથી તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ પદ્ધતિ સૌથી વધુ ઝડપી છે. 

સેબીએ સેટલમેન્ટ ઑર્ડર સંબંધે ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિની રચના કરી

સેબીએ સેટલમેન્ટ ઑર્ડર અને ગુનાઓના એકત્રીકરણ સંબંધે ચાર સભ્યોની ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિની રચના કરી છે. 
મુંબઈ વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ વિજય સી. ડાગાના વડપણ હેઠળની સમિતિના અન્ય સભ્યોમાં કાયદા-ન્યાય મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ પી. કે. મલ્હોત્રા, ડેલોઇટ હાસ્કિન્સ ઍન્ડ સેલ્સના ભૂતપૂર્વ ચૅરમૅન પી. આર. રમેશ તથા રાવલ ઍન્ડ રાવલ અસોસિએટ્સના પાર્ટનર ડી. એન. રાવલનો સમાવેશ થાય છે. 
નોંધનીય છે કે સેટલમેન્ટની વ્યવસ્થા અનુસાર જેની સામે આરોપ મૂકવામાં આવ્યો હોય એ એન્ટિટી પોતાનો ગુનો કબૂલ કર્યા વગર કે નકાર્યા વગર સેટલમેન્ટ ફી ચૂકવીને પેન્ડિંગ કેસની પતાવટ કરી શકે છે. વાદના ઝડપી નિકાલની દૃષ્ટિએ આ વ્યવસ્થા કરવામાં આવી છે. સેબીએ એને વધુ અસરકારક બનાવવા માટે એમાં સુધારા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 
સેટલમેન્ટ ઑર્ડર અને અપરાધોના એકત્રીકરણ વિશે ઘણા વખતથી ચર્ચા થઈ રહી હતી.
દાવાઓના ઝડપી નિકાલ સંબંધે કોઈ વ્યવસ્થા કરવાની જરૂર ઘણા વખતી વર્તાઈ રહી હતી.
નવી વ્યવસ્થા ઝડપી નિકાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2021 08:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK