° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


મોંઘવારીનો એક ઉપાય મ્યુચ્યુઅલ ફન્ડ પાસે પણ છે

26 May, 2022 05:00 PM IST | Mumbai
Jayesh Chitalia

શું તમે બચત કરો છો? તમને થશે કે આટલી મોંઘવારીમાં બચત માટે પૈસા કયાંથી લાવવા? ઘરખર્ચમાંથી પૈસા બચે તો બચાવીએ, પરંતુ તમને ખબર છે, જે મોંઘવારી સામે તમે હારી કે ત્રાસી જાઓ છો એ જ મોંઘવારી સામે લડવાનું સાધન બચત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શું તમને મોંઘવારી નડે છે? તમે કહેશો, આ કોઈ સવાલ છે, મોંઘવારી તો નડે જને વળી! શું તમે બચત કરો છો? તમને થશે કે આટલી મોંઘવારીમાં બચત માટે પૈસા કયાંથી લાવવા? ઘરખર્ચમાંથી પૈસા બચે તો બચાવીએ, પરંતુ તમને ખબર છે, જે મોંઘવારી સામે તમે હારી કે ત્રાસી જાઓ છો એ જ મોંઘવારી સામે લડવાનું સાધન બચત છે, માત્ર બચત જ નહીં, એનું યોગ્ય રોકાણ છે. મોંઘવારીને મહાત કરી શકે એવાં સાધનોમાં ઇક્વિટી પ્રથમ ક્રમે આવે. ઇક્વિટી માટે શૅરબજારમાં સીધું રોકાણ કરવું પડે, જે જોખમી ખરું. ખાસ કરીને જેમને બજારનો અભ્યાસ ન હોય તેમની માટે અતિજોખમી. તો કરવું શું? ઇન્ફ્લેશનના રેટ સામે સલામત સાધનોમાં કરાતી બચત પર મળતા વ્યાજદર નીચા પડે છે, જ્યારે કે વાસ્તવિક મોંઘવારી દર ભારે પડે છે. જોખમી ઇક્વિટી અને બૅન્ક એફડી સમાન સલામત સાધન વચ્ચેનો ઉપાય છે મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટીલક્ષી યોજનાઓ. 
જો તમે એવી દલીલ કરતા હો કે બચત માટે નાણાં બચતાં નથી તો તમારે કેટલાક ખર્ચ પર કાપ મૂકી યા ચોક્કસ કરકસર કરીને પણ અમુક રકમ બચાવવી આવશ્યક છે. આ બચતની રકમ તમે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ તરફ વાળી શકો અને વાળવી પણ જોઈએ. આવી સ્કીમમાં ઉત્તમમાં ઉત્તમ છે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન). તમને થશે કે આ સ્થાનેથી વારંવાર એસઆઇપીની વાતો થાય છે, પરંતુ હકીકત એ છે કે એસઆઇપી ઉર્ફે ‘સિપ’ જ નાના રોકાણકારો માટે ઉત્તમ માર્ગ છે, કારણ કે આ માર્ગે ૧૦૦ રૂપિયા જેવી નાની રકમ સાથે પણ રોકાણ થઈ શકે છે. ટીપે-ટીપે સરોવર ભરાયની વ્યાખ્યાને આ સિપ જ ચરિતાર્થ કરે છે. 
બજારમાં સિપની ડીપ ભૂમિકા
હાલ શૅરબજારને વધુ ઘટતું અટકાવવામાં સિપની મોટી ભૂમિકા રહી છે અર્થાત મ્યુચ્યુઅલ ફન્ડ્સનું રોકાણ વિદેશી રોકાણકારોના એકધારા નેટ વેચાણ સામે બજારની રક્ષાની ઢાલ બની રહ્યું છે. ફન્ડ્સને સૌથી મોટો સાતત્યપૂર્ણ પ્રવાહ સિપમાંથી મળતો રહે છે. છેલ્લા દસ મહિનાથી ફન્ડ ઉદ્યોગને એસઆઇપી તરફથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો નિયમિત પ્રવાહ આવતો રહે છે. મજાની વાત એ છે કે એપ્રિલમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૯ ટકા તૂટવા છતાં એસઆઇપીનો પ્રવાહ સતત વહેતો રહ્યો અને એનું કુલ રોકાણ ૫.૮ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા મુજબ મ્યુચ્યુઅલ ફન્ડની ટોટલ ઍસેટ્સમાં એસઆઇપીનો હિસ્સો ૧૫ ટકા ઉપર છે. વીતેલા ૧૨ મહિનામાં એસઆઇપી માર્ગે ૧.૩ લાખ કરોડ રૂપિયા જમા થયા છે, જ્યારે કે આ જ સમયગાળામાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ૧.૪૯ લાખ કરોડનું વેચાણ કરી ચૂક્યા છે. આમ એફપીઆઇના વેચાણ સામે મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઢાલ બની રહે છે, જે માર્કેટને ટેકો આપી વધુ તૂટતી અટકાવે છે. એટલું જ નહીં, ઘટાડામાં પણ ખરીદી ચાલુ રાખીને તેના રોકાણકારોને પણ લાભ કરાવે છે. 
નવાં ખૂલતાં અકાઉન્ટ્સ
મજાની વાત એ નોંધવી રહી કે એપ્રિલમાં ૧.૩ લાખ નવાં એસઆઇપી અકાઉન્ટ્સ ખૂલ્યાં છે અને કુલ એસઆઇપી અકાઉન્ટ્સની સંખ્યા ૫.૪ કરોડે પહોંચી છે, જ્યારે કે એસઆઇપી બંધ કરવાનું પ્રમાણ માંડ ૦.૪૮ ટકા જેવું રહ્યું છે. ઇન શૉર્ટ, સિપનો ટ્રેન્ડ ગામેગામ પહોંચી ગયો છે. નાના બચતકારો માટે આ ઉત્તમ માર્ગ છે. મિનિમમ ૧૦૦ રૂપિયાથી પણ આ રોકાણ થઈ શકે, એની શિસ્ત અને નિયમિતતા જ એનો પ્લસ પૉઇન્ટ છે. સિપ ૫૦૦ રૂપિયાની પણ હોઈ શકે, ૫૦૦૦ કે ૫૦,૦૦૦ની પણ હોઈ શકે.
દરમ્યાન મ્યુચ્યુઅલ ફન્ડ્સ હાલમાં ડિફેન્સિવ સ્ટૉક્સ તરફ વધુ વળી રહ્યાં છે, જેમાં ફાર્મા અને એફએમસીજી સ્ટૉક્સનો સમાવેશ વધુ થાય છે. ઓવરઑલ ગ્લોબલ સંજોગોને ધ્યાનમાં રાખી હાલ સ્ટૉક સ્પેસિફિક અભિગમ રાખવામાં શાણપણ છે. અત્યારે ફન્ડ્સ નીચા વૅલ્યુએશનવાળા સ્ટૉક્સ વધુ પસંદ કરે છે.

સવાલ તમારા…

એસઆઇપી કેટલાની કરવી જોઈએ?
એસઆઇપી ૧૦૦ રૂપિયાથી લઈ કેટલી પણ રકમનો થઈ શકે છે, જેથી તમારી આર્થિક ક્ષમતા મુજબ તમે રકમ નક્કી કરી શકો, એમાં તમે સમય-સંજોગની આર્થિક સાનુકૂળતા મુજબ રકમ વધારી પણ શકો, નવો સિપ પણ શરૂ કરી શકો. કોઈ પણ સિપ કરતાં પહેલાં એની અગાઉની કામગીરી જોઈ જવી, એવી જ કામગીરી ભવિષ્યમાં રહેશે એવું ખાતરીપૂર્વક માની લઈ શકાય નહીં, પરંતુ એની કામગીરીના સાતત્યને સમજીને પસંદગી સરળ બને. હવે તો ટૉપ અપ સિપનો ટ્રેન્ડ પણ ચાલે છે, જેથી એ જ સિપમાં તમે વધારાનું રોકાણ ઉમેરી શકો. 

26 May, 2022 05:00 PM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

સોનાની આયાત-ડ્યુટીમાં અણધાર્યા જંગી વધારાથી બુલિયન માર્કેટમાં કેવા ફેરફાર દેખાશે

સોનાની સતત વધતી આયાતને રોકવા માટે ડ્યુટી વધારાતાં બહારના દેશોમાંથી ડ્યુટી-ફ્રી સોનું ઠલવાશે : સોનું મોંઘું થતાં લોકો લગ્ન-તહેવારોની ખરીદી ઘટાડશે કે પછી જૂનું સોનું માર્કેટમાં વધુ વેચશે?

04 July, 2022 02:35 IST | Mumbai | Mayur Mehta

ભવિષ્યને ઉજ્જવળ બનાવનારી પાંચ નાણાકીય આદતો કઈ?

બિનજરૂરી લાયેબિલિટી ઊભી કરવી નહીં

04 July, 2022 02:13 IST | Mumbai | Khyati Mashru Vasani

જીએસટીના ફેરફાર સરકારની આવક વધારશે અને ભાવવધારાને બળ પણ આપશે

વ્યાજદરના વધારા પછીયે વિદેશી મૂડીનો આઉટફ્લો, રૂપિયાનો ઘસારો અને આયાતોનો વધારો ચાલુ જ

04 July, 2022 02:08 IST | Mumbai | Jitendra Sanghvi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK