° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


અંબાણીનું ધ્યાન હવે નવા બિઝનેસ પર, તાતા ગ્રુપ સાથે ડાયરેક્ટ મુકાબલો

02 August, 2021 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુકેશ અંબાણીનું ધ્યાન હવે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ બિઝનેસ પર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સબવે ઇન્કકની ભારતીય ફ્રેન્ચાઇઝીને ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આ સોદો 20થી 25 કરોડ ડૉલર એટલે કે 1,488થી 1860 કરોડ રૂપિયાનો થઈ શકે છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ગ્રૉસરી, એડ-ટેક, મ્યૂઝિક, ઈ-ફાર્મેસી, પેમેન્ટ્સ, ફેશન અને ફર્નીચર બાદ મુકેશ અંબાણીનું ધ્યાન હવે ક્વિક સર્વિસ રેસ્ટૉરન્ટ બિઝનેસ પર છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુકેશ અંબાણીની આગેવાની હેઠળ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌતી મોટી સિંગલ બ્રાન્ડ રેસ્ટૉરન્ટ ચેન સબવે ઇંકની ભારતીય ફ્રેન્ચાઇઝીને ખરીદવાની વાતચીત કરી રહી છે. આ સોદો 20થી 25 કરોડ ડૉલર એટલે કે 1,488થી 1,860 કરોડ રૂપિયા હોઈ શકે છે.

સેન્ડવિચ બનાવનારી કંપની Subway Incની મેઇન ઑફિસ અમેરિકાના કનેક્ટીકટમાં છે. કંપની ભારતમાં કેટલીય રીજનલ માસ્ટર ફ્રેન્ચાઇઝી દ્વારા બિઝનેસ કરે છે. વિશ્વભરમાં કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. આ વિશે ઈટીએ જ્યારે કંપનીની પ્રતિક્રિયા પૂછી તો તેમણે જણાવ્યું કે તે હાલની કે સંભવતઃ ફ્રેન્ચાઇઝી વિશે ટિપ્પણી નથી કરતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ તેને મોકલવામાં આવેલા ઇમેલનો જવાબ નથી આપ્યો.

તાતા ગ્રુપ સાથે સીધી સ્પર્ધા
જો આ વાતચીત પોતાના પરિણામ પર પહોંચે છે તો આથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ યૂનિટને આખા ભારતમાં સબવેના લગભગ 600 સ્ટોર મળશે અને તેને પોતાના વેપારને વધારવામાં મદદ મળશે. ક્યૂએસઆર માર્કેટમાં રિલાયન્સ રીટેલની એન્ટ્રીથી તેની સ્પર્ધા Domino`s Pizza, Burger King, Pizza Hut અને Starbucks તથા તેમના લોકલ પાર્ટનર્સ Tata Group અને JubilanGroup સાથે થશે. માહિતગારો પ્રમાણે પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ પણ સબવેની લોકલ ફ્રેન્ચાઇઝી ઑપરેશન્સને ખરીદવાના પ્રયત્નમાં છે.

2017માં સબવેની કેટલીય ભારતીય ફ્રેન્ચાઇઝીઝએ અંદરોઅંદર હાથ મિલાવવા અને એક પ્લેટફૉર્મ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની TA Associates અને ChrysCapital જેવા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ સાતે વાત પણ થઈ હતી પણ આ વાતચીત કોઇપણ પરિણામ પર પહોંચી નહોતી. સબવે કોઇ એક સિંગલ પાર્ટનર દ્વારા ભારતમાં પોતાના કારોબારનો વિસ્તાર કરવા માગે છે. હાલ કંપની માસ્ટર ફ્રેન્ચાઇઝી નિયુક્ત કરે છે જે ડાયરેક્ટલી અથવા સબ-ફ્રેન્ચાઇઝી દ્વારા સ્ટોર્સ ચલાવે છે.

કોની કેટલી ભાગીદારી
ડાબરના પ્રમોટર અમિત બર્મનની Lite Bite Foods આમાં સામેલ છે. સબવેનો ઑનરશિપ હક Doctor`s Associates પાસે છે. આ કંપની દરેક ફ્રેન્ચાઇઝી પાસેથી 8 ટકા રેવેન્યૂ લે છે. ભારત 18800 કરોડ રૂપિયાના સંગઠિત QSRમાં આની 6 ટકા ભાગીદારી છે. 21 ટકા ભાગીદારી સાથે ડોમિનૉઝ માર્કેટ લીડર છે. મેકડૉનલ્ડ 11 ટકા ભાગીદારી સાથે બીજા નંબરે છે.

02 August, 2021 05:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ITCનો શેર 8 ટકા વધતા ભાવ 7 મહિનાની ઊંચી સપાટીએ, જાણો વિગત

ITCના શેરમાં આ મહિને અત્યાર સુધીમાં 11.45 ટકાની તેજી નોંધાઈ છે.

16 September, 2021 06:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

એનએફઓમાં રોકાણ કરવા માટે ધસારો કરવો શું યોગ્ય છે?

કોઈ ચોક્કસ એનએફઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં એ સવાલનો જવાબ જોઈતો હોય ત્યારે એનએફઓ વિશે સર્વસાધારણ સવાલ પૂછવાનો કોઈ અર્થ હોતો નથી. રોકાણકારો ઘણી વાર આવી ભૂલ કરતા હોય છે.

16 September, 2021 02:12 IST | Mumbai | Amit Trivedi

હવે મુદ્રાની વધતીજતી એનપીએ ચિંતા કરાવે છે

નાણાં મંત્રાલયની જાહેર ક્ષેત્રની બૅન્કોના એમડી અને સીઈઓ સાથે કરશે આજે ચર્ચા

16 September, 2021 02:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK