° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


મધર ડેરીએ નવી દિલ્હીમાં દૂધના ભાવમાં લિટરે એક રૂપિયો વધાર્યો

22 November, 2022 05:11 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૦૦ એમએલના પૅકમાં વેચાતા ફુલ ક્રીમ દૂધની કિંમત યથાવત્ રાખવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મધર ડેરીએ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં એના ફુલ ક્રીમ દૂધની ઑફરની કિંમત ૬૩ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૬૪ રૂપિયા પ્રતિ લિટર કરી છે. ૫૦૦ એમએલના પૅકમાં વેચાતા ફુલ ક્રીમ દૂધની કિંમત યથાવત્ રાખવામાં આવી છે. નવા દર આજથી અમલી બન્યા છે. ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટરદીઠ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ટોકનાઇઝ્‍ડ દૂધ પ્રતિ લિટર બે રૂપિયા વધીને ૫૦ રૂપિયા પ્રતિ લિટર થયું છે. ચાલુ વર્ષમાં આવશ્યક ખાદ્ય પદાર્થ એવા દૂધના ભાવમાં આ ચોથો વધારો છે. અગાઉ વધારો આ વર્ષે માર્ચ, ઑગસ્ટ અને ઑક્ટોબરમાં કરવામાં આવ્યા હતા.

22 November, 2022 05:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મહારેરાએ ફરિયાદોનું જલદી નિરાકરણ લાવવાની જરૂર

રેરા હેઠળ ખરીદદારોની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ આવે એવો હેતુ રખાયો છે. આમ છતાં જ્યારે મહારેરાએ પોતાની જવાબદારીનું નિર્વહન કર્યું નથી તેથી અદાલતે એની પાસે ખુલાસો માગવો પડ્યો છે. 

03 December, 2022 03:57 IST | Mumbai | Parag Shah

News Shorts:સ્ટાર્ટઅપ્સ માટે આઇપી ફૅસિલિટેટર્સના વ્યાવસાયિક ચાર્જમાં વધારો કરાયો

સરકારે શુક્રવારે કહ્યું કે તેણે સ્ટાર્ટઅપ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી પ્રોટેક્શન (એસઆઇપીપી) સ્કીમ હેઠળ આઇપી ફૅસિલિટેટર્સ માટેની ફી લગભગ બમણી કરી દીધી છે.

03 December, 2022 03:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કને સાધારણ વ્યાજદર વધારવા અસોચેમની રજૂઆત

રિઝર્વ બૅન્ક સાતમી ડિસેમ્બરે વ્યાજદર વિશે નિર્ણય જાહેર કરશે

03 December, 2022 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK