Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કમ્પોઝિટ રેન્ટ અને એના પર લાગુ પડતા કરવેરા વિશે જાણો

કમ્પોઝિટ રેન્ટ અને એના પર લાગુ પડતા કરવેરા વિશે જાણો

07 December, 2021 03:33 PM IST | Mumbai
Nitesh Buddhadev

આજે આપણે જોઈશું કે ઘર અથવા મકાન ઉપરાંતની ઍસેટ્સ (દા.ત. ફર્નિચર) જો ભાડે આપવામાં આવે અથવા મકાનમાં અલગ-અલગ પ્રકારની સર્વિસ પૂરી પાડવા માટે ચાર્જ લેવામાં આવે (દા.ત. લિફ્ટ, સિક્યૉરિટી, ઍર-કન્ડિશનિંગ વગેરેના ચાર્જિસ) તો એના પર કેવી રીતે કરવેરો લાગુ પડે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા વખતના લેખમાં આપણે ઘર કે મકાનના ભાડાની આવકને લાગુ પડતા આવકવેરાની વાત કરી. આપણે જોયું કે અંગત ઉપયોગ હોય કે કમર્શિયલ હોય, કરદાતાએ ભાડાની આવક પર વેરો ચૂકવવો પડતો હોય છે. 
આજે આપણે જોઈશું કે ઘર અથવા મકાન ઉપરાંતની ઍસેટ્સ (દા.ત. ફર્નિચર) જો ભાડે આપવામાં આવે અથવા મકાનમાં અલગ-અલગ પ્રકારની સર્વિસ પૂરી પાડવા માટે ચાર્જ લેવામાં આવે (દા.ત. લિફ્ટ, સિક્યૉરિટી, ઍર-કન્ડિશનિંગ વગેરેના ચાર્જિસ) તો એના પર કેવી રીતે કરવેરો લાગુ પડે. 
ઉપરોક્ત રીતે લેવામાં આવતા ચાર્જિસ ‘કમ્પોઝિટ રેન્ટ’ હેઠળ ગણતરીમાં લેવાના હોય છે. કમ્પોઝિટ રેન્ટ પરનો કરવેરો લાગુ કરવા માટે એ જોવું જરૂરી છે કે ઘર/મકાન જેવી હાઉસ પ્રૉપર્ટીના ભાડાને અન્ય ઍસેટ્સ/ સર્વિસના ભાડા કરતાં અલગ દર્શાવવાનું શક્ય છે કે નહીં.
અ. જો મકાનના ભાડા કે અન્ય ઍસેટ્સના ચાર્જિસને અલગ-અલગ ગણવાનું શક્ય ન હોય તો સમગ્ર ભાડા (એટલે કે કમ્પોઝિટ રેન્ટ)ને બિઝનેસ અને વ્યવસાયના નફા તથા લાભ (પ્રૉફિટ્સ ઍન્ડ ગેઇન્સ ઑફ બિઝનેસ ઍન્ડ પ્રોફેશન)ના શીર્ષક હેઠળ અથવા અન્ય સ્રોતમાંથી થયેલી આવક (ઇન્કમ ફ્રૉમ અધર સોર્સિસ)ના શીર્ષક હેઠળ દર્શાવી શકાય. આ સ્થિતિમાં મિલકતમાંથી થયેલી આવક (ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટી)ના શીર્ષક હેઠળ કોઈ આવક દર્શાવવાની જરૂર નથી. 
બ. જ્યાં ઘર કે મકાનની ભાડાની આવકને તથા અન્ય ઍસેટ્સમાંથી થતી આવકને અલગ-અલગ દર્શાવવાનું શક્ય હોય ત્યાં ઘરની આવકને ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટી શીર્ષક હેઠળ અને અન્ય ઍસેટ્સના ચાર્જિસને પ્રૉફિટ્સ ઍન્ડ ગેઇન્સ ઑફ બિઝનેસ ઍન્ડ પ્રોફેશન અથવા ઇન્કમ ફ્રૉમ અધર સોર્સિસના શીર્ષક હેઠળ દર્શાવી શકાય. 
ધારો કે રિતેશ દેશપાંડે પાસે ત્રણ પ્રૉપર્ટી છે. એક પોતાનું રહેણાક ઘર, બીજું સંપૂર્ણ સજ્જ થિયેટર અને એક ઑફિસ બિલ્ડિંગ. રિતેશે થિયેટર દર મહિનાના ત્રણ લાખ રૂપિયાના ભાડે આપ્યું છે અને ફર્નિચર સાથેનું ઑફિસ બિલ્ડિંગ દર મહિનાના પાંચ લાખ રૂપિયાના ભાડે આપ્યું છે. એમનું માનવું છે કે એમને ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટીના શીર્ષક હેઠળ કરવેરો લાગુ પડશે. 
આ કિસ્સામાં થિયેટરનું ભાડું અને એના સાધનનું ભાડું અલગ-અલગ કરી શકાય એમ નથી. આથી, એ સંપૂર્ણ ભાડું પ્રૉફિટ્સ ઍન્ડ ગેઇન્સ ઑફ બિઝનેસ ઍન્ડ પ્રોફેશન શીર્ષક હેઠળ ગણવામાં આવશે. ઑફિસ બિલ્ડિંગના કિસ્સામાં બિલ્ડિંગનું અને ફર્નિચરનું ભાડું અલગ-અલગ ગણવામાં આવશે. બિલ્ડિંગના ભાડાની ગણતરી ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટી તરીકે થશે અને ફર્નિચરનું ભાડું પ્રૉફિટ્સ ઍન્ડ ગેઇન્સ ઑફ બિઝનેસ ઍન્ડ પ્રોફેશન/ઇન્કમ ફ્રૉમ અધર સોર્સિસ ગણાશે. 
હાઉસ પ્રૉપર્ટીમાં બે કે વધુ સ્વતંત્ર યુનિટ હોઈ શકે છે. એક યુનિટમાં કરદાતા પોતે રહેતા હોય અને બીજા યુનિટનો ઉપયોગ ભાડે આપવા માટે અથવા પોતાના બિઝનેસના કામસર થતો હોઈ શકે છે. આવી પ્રૉપર્ટીમાંથી મળતી આવકની ગણતરી અહીં જણાવ્યા અનુસાર થશે...
અ) જે યુનિટનો વપરાશ કરદાતા પોતાના માટે કરે છે એને સ્વતંત્ર પ્રૉપર્ટી ગણાશે અને એને સેલ્ફ ઑક્યુપાઇડ પ્રૉપર્ટી ગણીને એ અનુસાર એની આવકની ગણતરી કરવામાં આવશે. 
જે યુનિટ ભાડે આપવામાં આવ્યું હશે એની ગણતરી સ્વતંત્ર પ્રૉપર્ટી તરીકે કરીને એ આવકને ભાડે અપાયેલી પ્રૉપર્ટીની આવક ગણવામાં આવશે. 
હવે આપણે આકાશ પાંડેની હાઉસ પ્રૉપર્ટીનું ઉદાહરણ લઈએ. તેઓ પોતાના ઘરના એક ભાગમાં રહે છે અને બીજો ભાગ એક બહુરાષ્ટ્રીય કંપનીને ભાડે આપવામાં આવ્યો છે. એનું વાર્ષિક ભાડું પાંચ લાખ રૂપિયા રાખવામાં આવ્યું છે. આપણે સરળતા ખાતર એ બન્ને ભાગનું કદ એકસમાન ગણીએ છીએ. આમ, અડધો-અડધો હિસ્સો થયો ગણાય. 
આ હાઉસ પ્રૉપર્ટીની આવકને બે સ્વતંત્ર યુનિટની આવક ગણવામાં આવશે. ધારો કે વાજબી અંદાજિત ભાડું વર્ષે છ લાખ રૂપિયા છે અને એના પર ૩૦,૦૦૦ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવવામાં આવ્યો છે. 



સવાલ તમારા…


મારું નામ વિકાસ છે. મેં અમદાવાદમાં ગાર્ડનની નાનકડી જગ્યા અને પાર્કિંગ સાથેની મારી વિલા ભાડે આપી છે. મને વર્ષે પાંચ લાખ રૂપિયાનું ભાડું મળે છે. શું એને કમ્પોઝિટ રેન્ટ ગણી શકાય?
જેમાં ભાડૂત હોય એ બિલ્ડિંગ કે જમીનના માલિકની ભાડાની આવકને ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટી ગણવામાં આવે છે. બિલ્ડિંગની જગ્યાને બિલ્ડિંગથી અલગ ગણી શકાતી નથી. એનો ઉપયોગ ફક્ત બિલ્ડિંગ અને એમાંની સુવિધાઓના વપરાશ માટે જ થઈ શકે છે. આ જમીનમાં બિલ્ડિંગ સુધી પહોંચવાનો રસ્તો, મેદાન, કિચન, ગાર્ડન, મોટર ગૅરેજ, પાર્કિંગ વગેરે આવી જાય છે. 
તમારા કિસ્સામાં ગાર્ડન અને પાર્કિંગની જગ્યા વિલાનો જ ભાગ કહેવાય. આથી તમને મળતું ભાડું કમ્પોઝિટ રેન્ટની શ્રેણીમાં આવશે નહીં. તમારી પાંચ લાખ રૂપિયાની સંપૂર્ણ આવક ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટી ગણાશે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 03:33 PM IST | Mumbai | Nitesh Buddhadev

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK