Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > યુવા વર્ગને જીવન વીમાની જાણકારી સરળતાથી કેવી રીતે આપી શકાય?

યુવા વર્ગને જીવન વીમાની જાણકારી સરળતાથી કેવી રીતે આપી શકાય?

05 October, 2022 04:18 PM IST | Mumbai
Priyanka Acharya

મારાં પ્રીમિયમ ભરાય છે, પરંતુ મારી પૉલિસીની બીજી વિગતો મને ખબર નથી. હું એ કેવી રીતે જાણી શકું?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વીમાની વાત

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


કાર્તિક ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવામાં વ્યસ્ત હતો. પોતાના મિત્રોની પહેલાં તે ૫૦૦૦ ફૉલોઅર્સ સુધી પહોંચવા માગતો હતો. કાર્તિકની મોટી બહેન કૃતિકાએ અભ્યાસની સાથે-સાથે નોકરી શરૂ કરી હતી. તેને થોડા દિવસ પહેલાં જ બીજો પગાર મળ્યો હતો. કૃતિકા પોતાનાં માતા-પિતા પાસેથી બચત, રોકાણ અને વીમા વિશે સમજવા આતુર હતી. 

કૃતિકાએ નાણાકીય બાબતો વિશે ઘણી બારીક વિગતો સમજી. બીજા દિવસે તે પોતાનો નાણાકીય પ્લાન કાર્તિકને બતાવવા માગતી હતી, કારણ કે કાર્તિક તેનાથી માત્ર ૩ વર્ષ નાનો હતો. તેને લાગતું હતું કે જીવનમાં નાની ઉંમરે જ આ બધી માહિતી જાણી લેવાનું અગત્યનું છે. કાર્તિક ઇન્સ્ટાગ્રામના માઇલસ્ટોન સુધી પહોંચવામાં ખૂબ વ્યસ્ત હતો અને તેને કૃતિકાની વાતો કંટાળાજનક અને જટિલ લાગતી હતી.



અહીં સ્પષ્ટ કરી દેવું ઘટે કે હું પણ સોશ્યલ મીડિયામાં સક્રિય છું. સોશ્યલ મીડિયાના ઉપયોગને લગતા કોઈ પણ નકારાત્મક મુદ્દાઓ વિશે ચર્ચા કરવાનો અહીં કોઈ ઇરાદો નથી! કાર્તિક અને કૃતિકાની વાત પર પાછા આવીએ. તેમની વાત થઈ એના ૧૫ દિવસ સુધી બન્ને ભાઈ-બહેન પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ખૂબ જ વ્યસ્ત હતાં. કાર્તિકનો જન્મદિવસ આવવાનો હતો અને કૃતિકાએ તેના નાના ભાઈને એક સુંદર કેક અને તેના માટે વહેલી બચત, વીમો અને રોકાણો શરૂ કરવા માટેનો એક પ્લાન આપીને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. રાતે ૧૨ વાગ્યે જન્મદિવસની ઉજવણી વખતે કાર્તિકે નારાજ થઈને પ્લાનનું કાગળ ફાડી નાખ્યું. તેને બહેન પ્રત્યે પ્રેમ હતો, પરંતુ તેના મનમાં સવાલ એ હતો કે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર તે આવી ગિફ્ટ કેવી રીતે બધાને બતાવી શકશે?


આપણે જનરેશન ગૅપની ચર્ચા કરવાને બદલે ચાલો આજની આ વાસ્તવિકતાઓને સ્વીકારીએ. જીવન વીમો સામાન્ય રીતે ખૂબ જ કંટાળાજનક વિષય ગણવામાં આવે છે. યુવા વર્ગ મોટા ભાગે એના વિશેનો નિર્ણય માતા-પિતા પર છોડી દેતો હોય છે અથવા તો એ પ્રોડક્ટની સામું જ જોતો નથી. ‘આટલું લાંબું કોણ વિચારે યાર’, ‘આ વિષય તો બહુ જટિલ છે’, ‘મને લાગે છે કે એમાંથી મને કંઈ જ મળવાનું નથી’, ‘મારી ઉંમર માત્ર ૧૮ વર્ષની છે, હવેથી હું મૃત્યુ વિશે શા માટે વિચારું?’ - જીવન વીમા વિશેના યુવાનોના આ સામાન્ય વિચારો છે. યુવા વર્ગને જીવન વીમાનું મહત્ત્વ સમજાવવા માટે આ મુદ્દાઓની વાત કરીએ... 

વીમો શા માટે જરૂરી?


કોઈ પણ વ્યક્તિ કમાવા લાગે એના માટે ઓછામાં ઓછાં ૧૨થી ૧૫ વર્ષ લાગે છે. જીવન વીમાનું પણ એવું જ છે! એન્ડોવમેન્ટ કવરેજમાં દર વર્ષે બોનસ ઉમેરવામાં આવે છે. એમાં વીમાનું રક્ષણ લાંબા ગાળા માટે દા.ત. ૧૦, ૨૦ કે ૩૦ વર્ષ માટે, મળે છે. આમ, શિક્ષણ જરૂરી છે અને જીવન વીમો પણ જરૂરી છે એવું કહી શકાય.

ધીરજ

આજની યુવા પેઢી યુટ્યુબ પર એક નાનકડી ઍડ જોવા જેટલી પણ ધીરજ ધરાવતી નથી અને એથી સ્કિપ ઍડનું બટન આવવાની રાહ જોતી હોય છે. જોકે હવે જીવન વીમાના ક્ષેત્રે પણ ડિજિટાઇઝેશન આવી રહ્યું છે. વીમા પૉલિસીઓ ડિમેટ સ્વરૂપે મળવાની છે. આવા સમયે પરિવારના તમામ પ્રૌઢ સભ્યોએ ભેગા મળીને જીવન વીમા વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. જેમને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની ધીરજ નથી તેમના માટે પૉલિસીનું ઑનલાઇન વેચાણ પણ થાય છે.

જીવન વીમાને જીવનમાં ઉતારો

બાળકો આજકાલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માટે કંઈક શોધતાં હોય છે. તેમને જીવન વીમા વિશેની ક્રીએટિવ વસ્તુ બનાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાનું કહી શકાય. આ રીતે ‘એક પંથ દો કાજ’ થશે. તેઓ પણ કંઈક શીખશે અને બીજાઓને પણ શીખવશે. પોતાની જીવન વીમા પૉલિસીમાં નંબર, નામ, સંપર્કની વિગતો, પ્રીમિયમ વગેરે છુપાવીને પૉલિસી ડૉક્યુમેન્ટની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી શકાય છે. ‘મેં વીમો લીધો છે, તમારો વીમો છે કે નહીં?’ એવું ફૉલોઅર્સને પૂછી શકાય છે. આવા તો ઢગલાબંધ બીજા રસ્તાઓ પણ હોઈ શકે છે. 

સવાલ તમારા…

મારાં પ્રીમિયમ ભરાય છે, પરંતુ મારી પૉલિસીની બીજી વિગતો મને ખબર નથી. હું એ કેવી રીતે જાણી શકું?

સૌથી પહેલું તો એ કે તમારું પૉલિસી ડૉક્યુમેન્ટ તમારી પાસે છે કે નહીં એ ચકાસી લો. એ ડૉક્યુમેન્ટમાં તમને જોઈએ એટલી બધી જ વિગતો મળી શકે છે. વળી, તમે વીમા કંપનીની વેબસાઇટ પર જઈને બીજી વિગતો પણ પ્રાપ્ત કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 04:18 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK