Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીટીએ સર્વિસિસ સંબંધે જીએસટીમાં આવેલા ફેરફાર

જીટીએ સર્વિસિસ સંબંધે જીએસટીમાં આવેલા ફેરફાર

05 August, 2022 05:41 PM IST | Mumbai
Shrikant Vaishnav | feedback@mid-day.com

જીટીએ (ગુડ્સ ઍન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી) સંબંધે જીએસટીમાં ૧૮ જુલાઈ, ૨૦૨૨ના રોજથી ફેરફાર કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

સમજો જીએસટી

પ્રતીકાત્મક તસવીર


જીટીએ (ગુડ્સ ઍન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી) સંબંધે જીએસટીમાં ૧૮ જુલાઈ, ૨૦૨૨ના રોજથી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર થવા પહેલાં ફૉર્વર્ડ ચાર્જના આધારે સર્વિસ પ્રોવાઇડર જે જીએસટી ચૂકવતા એનો દર ૧૨ ટકા હતો અને ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) મળતી હતી. આ જ રીતે રિવર્સ ચાર્જ પર સર્વિસ પ્રાપ્ત કરનારે ૧૮ ટકા લેખે જીએસટી ચૂકવવો પડતો અને એના પર પણ આઇટીસી ઉપલબ્ધ હતી.

હવે એટલે કે ૨૦૨૨ની ૧૮ જુલાઈથી જીટીએએ જીએસટીને લગતી પોતાની કરવેરાની જવાબદારી કેવી રીતે નિભાવવાની રહેશે એના વિશે વાત કરીએઃ
જીટીએ ફૉર્વર્ડ ચાર્જ મેકૅનિઝમના આધારે ૧૨ ટકા જીએસટીની ચુકવણી કરવાનો અને આઇટીસી પ્રાપ્ત કરવાનો વિકલ્પ અપનાવી શકે છે.
જીટીએ આઇટીસી લીધા વગર ફૉર્વર્ડ ચાર્જ મેકૅનિઝમના આધારે પાંચ ટકાના દરે જીએસટીની ચુકવણી કરવાનો વિકલ્પ અપનાવી શકે છે.



રિવર્સ ચાર્જ મેકૅનિઝમમાં જીએસટીની ચુકવણી કરવાની જવાબદારી સર્વિસ પ્રાપ્ત કરનારની હોય છે. એમને રિવર્સ ચાર્જ મેકૅનિઝમના આધારે પાંચ ટકાના દરે જીએસટી લાગુ પડે છે. 
ચૂકવાયેલા જીએસટી પર આઇટીસી પ્રાપ્ત કરવાને લગતી શરતો નવા દરના આધારે આ પ્રમાણે છેઃ જીટીએ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ સંબંધે વિકલ્પ પસંદ કરવા માટેની છેલ્લી તારીખઃ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ સંબંધે વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ ૨૦૨૨ની ૧૬ ઑગસ્ટ છે. જોકે એમાં એક શરત એવી છે કે જીટીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ સંબંધે આ વિકલ્પ પસંદ કરતાં પહેલાં ૨૦૨૨ની ૧૮ જુલાઈથી ૧૬ ઑગસ્ટના ગાળા દરમ્યાન સપ્લાય ઑફ સર્વિસ માટે પાંચ ટકાના દરે ઇન્વૉઇસ ઇશ્યુ કરી શકે છે. 
જોકે આ સ્થિતિમાં સપ્લાયરે પોતાની સપ્લાય પરના જીએસટીની ચુકવણી ૨૦૨૨ની ૧૬ ઑગસ્ટ કે એની પહેલાં કરી દેવાની રહેશે. 


નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ પછી જીટીએ માટે વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખઃ આ વિકલ્પ પસંદ કરવા માટેની છેલ્લી તારીખ કોઈ પણ નાણાકીય વર્ષની પહેલાંના નાણાકીય વર્ષની ૧૫ માર્ચ સુધીની રહેશે. જીટીએએ પોતે જે વિકલ્પ પસંદ કરે એ માટેનું ડિક્લેરેશન કરવાનું રહેશે. એ ડિક્લેરેશનનો નમૂનો આ પ્રમાણે છેઃ

ડેક્લેરેશન


મેં/અમે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને મેં નાણાકીય વર્ષ ................. દરમ્યાન ફૉર્વર્ડ ચાર્જ આધારે કરેલા ગુડ્સ ટ્રાન્સપોર્ટ સંબંધે જીટીએ સર્વિસ પર કરવેરો ચૂકવવાનો વિકલ્પ અપનાવ્યો છે.
જીટીએએ પૂરી પાડેલી સર્વિસિસને જીએસટીમાંથી અગાઉ આપવામાં આવેલી મુક્તિ હવે પાછી ખેંચી લેવામાં આવી છે.
આની પહેલાં જીટીએએ પૂરી પાડેલી સર્વિસિસને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. એમાં શરત એ હતી કે સિંગલ કેરેજમાં મોકલવામાં આવેલા કન્સાઇનમેન્ટના ટ્રાન્સપોર્ટેશન માટે લેવાયેલો ચાર્જ ૧૫૦૦ રૂપિયાથી વધારે ન હોવો જોઈએ. બીજી શરત એ હતી કે સિંગલ કન્સાઇનીના માલના ટ્રાન્સપોર્ટેશન માટે લેવાયેલો ચાર્જ 
૭૫૦ રૂપિયા કરતાં વધારે ન હોવો જોઈએ. નોંધનીય છે કે એ જોગવાઈ હવે રદ કરી દેવાઈ છે.

નિષ્કર્ષ

હવે ગુડ્સ ઍન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સીઓએ જીએસટીના કલેક્શન અને આઇટીસીના લાભના ઉપયોગ વિશેના ઉપરોક્ત વિકલ્પોમાંથી કોઈની પણ પસંદગી કરી લેવી પડશે. આમ થવાથી સપ્લાયના છેલ્લા સ્તરે જીએસટીનો મોટો બોજ આવતો અટકી જશે અથવા ઘટી જશે.

સવાલ તમારા…

જીટીએએ કૃષિ પેદાશોનું વહન કર્યું હોય એ સેવા માટેનું એક્ઝૅમ્પ્શન શું પાછું ખેંચી લેવામાં આવ્યું છે?
ના. જીટીએએ કૃષિ પેદાશનું વહન કર્યું હોય એ સર્વિસને નોટિફિકેશન નં. ૧૨/૨૦૧૭ - સેન્ટ્રલ ટૅક્સ (રેટ) દ્વારા આપવામાં આવેલું એક્ઝૅમ્પ્શન પાછું ખેંચી લેવાયું નથી. 

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 05:41 PM IST | Mumbai | Shrikant Vaishnav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK