° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

જોરદાર ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 917 અંક તૂટ્યું

26 February, 2021 09:30 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

જોરદાર ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 917 અંક તૂટ્યું

બીએસઈ

બીએસઈ

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર જોરદાર ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 917.24 અંકના ઘટાડા સાથે 50122.07ના સ્તર પર ખુલ્યું. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 267.80 અંક તૂટીને 14829.60ના સ્તર પર ખુલ્યું. ગુરૂવારે શૅર બજાર ઉછાળા સાથે બંધ થયું. દિવસભરના ઉતાર-ચઢાવ બાદ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 257.62 અંકના વધારા સાથે 51,039.31ના સ્તર પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 115.35 અંકની તેજી સાથે 15,097.35ના સ્તર પર બંધ થયું.

આજે શરૂઆતના કારોબારમાં પ્રમુખ શૅરોમાં તમામ કંપનીઓના શૅર લાલ નિશાન પર હતા. ટૉપના ઘટાડાવાળા શૅરોમાં ઓએનજીસી, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને પાવરગ્રિડ સામેલ છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે તમામા સેક્ટર્સની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. એમાં રિયલ્ટી, મીડિયા, બેન્ક, એફએમસીજી, આઈટી, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસિઝ, ઑટો, પીએસયૂ બેન્ક, મેટલ અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.

સેન્સેક્સના શૅરોમાં આજે MARUTI, NESTLEIND, HINDUNILVR, BHARTIARTL, DRREDDY અને SUNPHARMAના શૅર લીલા નિશાનમાં રહ્યા. એ સિવાય INDUSINDBK, ICICIBANK, AXISBANK, HDFCBANK, HDFC, SBIN, KOTAKBANK, TECHM, HCLTE, BAJFINANCE અને M&Mના શૅર્સ લાલ નિશાનમાં રહ્યા.

છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 450.78 અંકના વધારા સાથે 51,232.47ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 132 અંક ઉપર 15,114ના સ્તર પર ખુલ્યું હતું. કાલે રૂપિયો અમેરિકા મુદ્રાના મુકાબલે આઠ પૈસાના ઘટાડા સાથે 72.43 પર બંધ થયું. ગ્લોબલ સ્ટાન્ડર્ડ બ્રેન્
ક્રૂડનો ભાવ 0.42 ટકાની તેજી સાથે 67.32 ડૉલર પ્રતિ બેરલ થયો છે.

 

26 February, 2021 09:30 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK