Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર

Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર

03 March, 2021 10:00 AM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર

શૅર માર્કેટ

શૅર માર્કેટ


સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 453.06 અંકની તેજી સાથે 50,749.95 અંકના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 141 અંક ઉપર 15060.10ના સ્તર પર ખુલ્યું. મંગળવારે શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 447.05 અંકની તેજી સાથે 50296.89ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 157.55 અંક મજબૂત થઈને 14919.10ના સ્તર પર બંધ થયું હતું.

છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 296.31 અંકની તેજી સાથે 50,146.15ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 87.80 અંક ઉપર 14,849.30ના સ્તર પર ખુલ્યું હતું.



આજના પ્રમુખ શૅરોમાં ટાટા સ્ટીલ, એચડીએફસી, હિન્ડાલ્કો, બીપીસીએલ અને જેએસડબલ્યૂ સ્ટીલ સામેલ છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે તમામ સેક્ટર્સની શરૂઆત વધારા સાથે થઈ છે. એમાં રિયલ્ટી, મીડિયા, બેન્ક, ફાર્મા, મેટલ, એફએમસીજી, આઈટી, ફાઈનાન્સ સર્વિસિઝ, ઑટો, પીએસયૂ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સામેલ છે.


રૂપિયાની વિનિમય દર મંગળવારે 18 પૈસાની તેજી સાથે પ્રતિ ડૉલર 73.37 પર બંધ થયો. આ ઉછાળાના કારણે રૂપિયામાં ત્રણ સત્રોમાં જાહેર ઘટાડા પર રોક લાગી ગઈ. ઈન્ટરબેન્ક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 73.32 પર ખુલ્યા બાદ કારોબાર દરમિયાન 73.31 રૂપિયી ઉપર અને નીચેમાં 73.48 સુધી ગયો.

આ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.71 ટકા મજબૂત થઈને 63.76 પર પહોંચી ગયો. વિદેશી મુદ્રા બજારમાં અમેરિકા ડૉલરના મુકાબલે રૂપિયો 18 પૈસા મજબૂત થઈને 73.37 પર બંધ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 10:00 AM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK