° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર

25 February, 2021 09:02 AM IST | Mumbai | Stock Talk

સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર

શૅર માર્કેટ

શૅર માર્કેટ

એનએસઈમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે તેનું તમામ સેગમેન્ટનું કામકાજ ટ્રેડિંગના મોટા ભાગના કલાકો દરમ્યાન બંધ રહ્યું હતું. બીજી બાજુ બીએસઈનું કામકાજ બરોબર ચાલ્યું હતું. આમ છતાં એનએસઈને કારણે બન્ને એક્સચેન્જો સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શરૂઆતના કલાક-એકમાં નિફ્ટી ૧૪,૮૦૦ની સપાટી તરફ વધ્યો હતો, પરંતુ અચાનક જ એનએસઈ પર ટ્રેડિંગ અટકાવી દેવાયાની જાહેરાત કરવામાં આવી હતી. એક્સચેન્જ તરફથી વધુ કોઈ સૂચના જાહેર નહીં કરાતાં લોકોને ચિંતા થવા લાગી હતી. ટ્રેડરો બેબાકળા બની ગયા હતા, કારણ કે દોઢ વાગ્યા સુધીમાં શરૂ થશે એવું એનએસઈએ કહેવા છતાં કામકાજ સાડા ત્રણ વાગ્યા પછી જ શરૂ થઈ શક્યું. પોતાનાં ઊભાં ઓળિયાંની શું સ્થિતિ થશે એવી ચિંતા બધાને થવા લાગી હતી. આખરે ૩.૪૫ વાગ્યે ટ્રેડિંગ શરૂ થયું, જે સાંજે ૫ વાગ્યા સુધી બન્ને એક્સચેન્જ પર ચાલશે એવી જાહેરાત પણ થઈ.

બૅન્કિંગ સ્ટૉક્સ ઊછળ્યા

બપોરે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ખાનગી બૅન્કોને સરકારી બિઝનેસ મળવાનો માર્ગ મોકળો થયાનું જાહેર કરાયા બાદ બૅન્કિંગ સ્ટૉક્સ ઊછળ્યા હતા. ટૂંક સમયમાં જ નિફ્ટી ૧૫,૦૦૦ના આંક તરફ અને સેન્સેક્સ ૫૦,૦૦૦ના આંક તરફ ભાગ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ ૧૦૩૦.૨૮ પૉઇન્ટ (૨.૦૭ ટકા) વધીને ૫૦,૭૮૧.૬૯ પૉઇન્ટ અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૨૭૪.૨૦ (૧.૮૬ ટકા) વધીને ૧૪,૯૮૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો.

વૉલેટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો

દિવસ દરમ્યાન બીએસઈ પર વૉલેટિલિટી જોવા મળી હતી. નિફ્ટીનો વૉલેટિલિટી ઇન્ડેક્સ દિવસના અંતે ૪.૨૦ ટકા ઘટ્યો હતો.
બીએસઈ પર યુટિલિટીઝ અને પાવર સિવાયના બધા સેક્ટરલ ઇન્ડાયસીસ વધ્યા હતા અને માર્કેટ કૅપમાં ૨.૫૯ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

સેન્સેક્સ બુધવારે મંગળવારના ૪૯,૭૫૧.૪૧ના બંધથી ૪૯,૭૬૩.૯૪ ખૂલ્યો હતો. ઉપરમાં એ ૫૦,૮૮૧.૧૭ અને નીચામાં ૪૯,૬૪૮.૭૮ સુધી ગયો હતો જે અંતે ૫૦,૭૮૧.૬૯ પર બંધ રહ્યો હતો. એસઅૅન્ડપી બીએસઈ સેન્સેક્સની ૨૪ કંપનીઓ વધી હતી અને ૬ કંપનીઓ ઘટી હતી.

બ્રોડ-બેઝ્ડ ઇન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઇન્ડેક્સ ૧.૮૯ ટકા, બીએસઈ ૧૦૦ ઇન્ડેક્સ ૧.૬૮ ટકા, બીએસઈ મિડ કૅપ ૦.૭૭ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૧.૦૮ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૬૨ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૧.૫૮ ટકા, બીએસઈ ઑલ કૅપ ૧.૫૭ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૧.૭૯ ટકા વધ્યા હતા.

બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૦.૫૧ ટકા ઘટ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૦૩ ટકા વધ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાયસીસમાં બૅઝિક મટિરિયલ્સ ૦.૫૪ ટકા, સીડીજીએસ ૦.૪૬ ટકા, અૅનર્જી ૧.૯૦ ટકા, એફએમસીજી ૦.૪૧ ટકા, ફાઇનૅન્સ ૩.૩૨ ટકા, હેલ્થકૅર ૦.૩૬ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૫૦ ટકા, આઇટી ૦.૧૩ ટકા, ટેલિકૉમ ૧.૫૬ ટકા, ઑટો ૦.૩૭ ટકા, બૅન્કેક્સ ૩.૭૦ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૮૨ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૭ ટકા, મેટલ ૦.૪૨ ટકા, ઑઈલ અૅન્ડ ગૅસ ૦.૭૨ ટકા, રિયલ્ટી ૦.૯૯ ટકા અને ટેક ૦.૩૯ ટકા વધ્યા હતા, જ્યારે યુટિલિટીઝ ૦.૧૩ ટકા અને પાવર ૦.૦૮ ટકા ઘટ્યા હતા.

બીએસઈ એસઅૅન્ડપી સેન્સેક્સમાં એક્સિસ બૅન્ક ૫.૨૩ ટકા, એચડીએફસી બૅન્ક ૫.૧૨ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૧૦ ટકા, બજાજ ફાઇનૅન્સ ૩.૧૫ ટકા અને એચડીએફસી ૩.૦૬ ટકા વધ્યા હતા, જ્યારે પાવરગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા ૧.૩૧ ટકા, ટીસીએસ ૦.૯૬ ટકા, મારુતિ સુઝુકી ઇન્ડિયા ૦.૪૧ ટકા, એનટીપીસી ૦.૩૯ ટકા અને સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૫ ટકા ઘટ્યા હતા.

બીએસઈ પર એ ગ્રુપની ૮ કંપનીઓને ઉપલી અને ૧ કંપનીને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે બી ગ્રુપની ૫૯ કંપનીઓને ઉપલી અને ૧૭ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૬૧ કંપનીઓમાંથી ૩૪૧ કંપનીઓને ઉપલી અને ૨૨૦ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૩,૧૨,૮૦૮.૬૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૫,૦૩૦ સોદાઓમાં ૨૬,૭૪,૧૦૪ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૩૦,૯૪,૩૯૪ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૮.૨૩ કરોડ રૂપિયાના ૬૮ સોદામાં ૭૧ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૪,૭૯૬ સોદામાં ૧૬,૫૨,૭૦૮ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૦૮,૩૩૮.૩૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૩૦,૧૬૬ સોદામાં ૧૦,૨૧,૩૨૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૦૪,૪૬૨.૦૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ વધારાના સમયમાં મોટા ઉછાળે ખૂલ્યો હતો. શોર્ટ કવરિંગ અને બૅન્કિંગમાં વૅલ્યુબાઇંગને લીધે આંક ૧૫,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની સાવ નજીક પહોંચી ગયો છે. ગુરુવારે જો ૧૫,૦૦૦ની નીચે બંધ આવશે તો કન્સોલિડેશનનો તબક્કો હજી ચાલુ રહેવાની શક્યતા દેખાય છે. ટેક્નિકલ ચાર્ટના નિષ્ણાતોના મતે ગુરુવારે લોંગ પૉઝિશન લઈ શકાય છે. શરૂઆતનું ટાર્ગેટ ૧૫,૨૭૧નું કહેવામાં આવી રહ્યું છે. તેજીવાળાઓએ ૧૪,૬૦૦ની આસપાસ ટેક્નિકલ સપોર્ટને ટેકો આપ્યો હોવાથી પૉઝિશનલ ટ્રેડરો ૧૪,૭૦૦ના બંધની નીચે ખરીદી કરી શકે છે. ઑપ્શન ડેટા પરથી અંદાજ કઢાયો છે કે નિફ્ટી ૫૦માં ૧૪,૮૫૦-૧૫,૫૧૦ની રેન્જ રહેશે.

25 February, 2021 09:02 AM IST | Mumbai | Stock Talk

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:25 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK