દેશમાં કુલ સૌર ઊર્જાક્ષમતા હવે વધીને ૫૭ ગિગાવૉટ થઈ

સોલાર પ્લાન્ટ
મેરકૉમ ઇન્ડિયા રિસર્ચ અનુસાર ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં દેશમાં સૌર ક્ષમતાની સ્થાપના ૫૯ ટકા વધીને ૭.૨ ગિગાવૉટ રેકૉર્ડ કર્યો છે.
જાન્યુઆરી-જૂન અથવા ૨૦૨૧ના પહેલા છ મહિનામાં, દેશમાં ૪.૫ ગિગાવૉટ સોલર ક્ષમતા ઉમેરાઈ હતી, સંશોધન ફર્મના ‘બીજા ત્રિમાસિક ગાળા ઇન્ડિયા સોલર માર્કેટ અપડેટ’ ગુરુવારે રજૂ કરવામાં આવ્યું હતું.
૨૦૨૨ના એપ્રિલ-જૂન સમયગાળામાં સૌર સ્થાપના પણ ૨૦૨૧ના બીજા ક્વૉર્ટરમાં સ્થાપિત ૨.૪ ગિગાવૉટની સરખામણીમાં ૫૯ ટકા વધીને ૩.૯ ગિગાવૉટટથી વધુ થયા છે. સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સૌરક્ષમતા વધારાની સાક્ષી છે તેમ જણાવ્યું હતું.
ભારતની સંચિત સ્થાપિત સૌર ક્ષમતા હવે ૫૭ ગિગાવૉટ છે. મેરકૉમ કૅપિટલ ગ્રુપના સીઈઓ રાજ પ્રભુએ જણાવ્યું હતું કે સપ્લાયમાં અવરોધો અને વધતા ખર્ચને કારણે વધી રહેલા પડકારો વચ્ચે પણ, ભારતની સૌર ઊર્જા માટે આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળો હતો.