Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હીરો મોટોકૉર્પ માર્કેટ લીડર

હીરો મોટોકૉર્પ માર્કેટ લીડર

09 December, 2012 08:21 AM IST |

હીરો મોટોકૉર્પ માર્કેટ લીડર

હીરો મોટોકૉર્પ માર્કેટ લીડર





નવેમ્બર ૨૦૧૧થી ઑક્ટોબર ૨૦૧૨ દરમ્યાનના ૧૨ મહિનાના સમયગાળામાં ૧૧ મહિનામાં હીરો મોટોકૉર્પનું વેચાણ હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર તેમ જ બજાજ ઑટોના સંયુક્ત વેચાણ કરતાં વધારે રહ્યું છે અને કંપનીએ માર્કેટ લીડરનું સ્ટેટ્સ જાળવી રાખ્યું છે.

માત્ર સપ્ટેમ્બર ૨૦૧૨માં હીરો મોટોકૉર્પનું વેચાણ ૩,૯૩,૮૫૨ નંગ થયું હતું, જ્યારે હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર તેમ જ બજાજ ઑટોનું સંયુક્ત વેચાણ ૪,૩૭,૫૧૭ નંગ રહ્યું હતું. આ સિવાય ૧૧ મહિનામાં હીરો મોટોકૉર્પનું વેચાણ વધારે રહ્યું હતું.



હીરો મોટોકૉર્પના માસિક વેચાણની વિગત જોઈએ. 


નવેમ્બર ૨૦૧૧માં વેચાણ ૫,૧૮,૯૨૬ નંગ, ડિસેમ્બરમાં ૫,૨૧,૯૨૨ નંગ, જાન્યુઆરી ૨૦૧૨માં ૫,૦૫,૩૪૯ નંગ, ફેબ્રુઆરીમાં ૫,૦૯,૯૩૧ નંગ, માર્ચમાં ૫,૧૩,૫૫૨ નંગ, એપ્રિલમાં ૫,૩૬,૮૨૯ નંગ, મેમાં ૫,૩૮,૯૮૮ નંગ, જૂનમાં ૫,૨૧,૮૧૦ નંગ, જુલાઈમાં ૪,૭૩,૦૩૩ નંગ, ઑગસ્ટમાં ૪,૩૧,૭૩૯ નંગ, સપ્ટેમ્બરમાં ૩,૯૩,૮૫૨ નંગ અને ઑક્ટોબરમાં વેચાણ ૫,૧૫,૨૪૨ નંગ  રહ્યું હતું.

૧૨ મહિનાના સમયગાળામાં ૯ મહિનામાં કંપનીનું વેચાણ પાંચ લાખ નંગ કરતાં વધારે રહ્યું છે, જ્યારે બે મહિનામાં ૫ લાખ નંગ કરતાં ઓછું અને એક મહિનામાં ૪ લાખ નંગ કરતાં ઓછું રહ્યું છે.


હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર તેમ જ બજાજ ઑટોના કમ્બાઇન્ડ વેચાણની વિગત જોઈએ.


નવેમ્બર ૨૦૧૧માં આ બે કંપનીઓનું કુલ વેચાણ ૪,૧૭,૮૬૧ નંગ, ડિસેમ્બરમાં ૩,૪૯,૩૩૮ નંગ, જાન્યુઆરીમાં ૩,૭૯,૪૧૩ નંગ, ફેબ્રુઆરીમાં ૪,૦૧,૪૧૧ નંગ, માર્ચમાં ૪,૨૩,૧૯૫ નંગ, એપ્રિલમાં ૩,૯૩,૪૨૫ નંગ, મેમાં ૪,૧૯,૨૪૦ નંગ, જૂનમાં ૪,૨૭,૯૦૬ નંગ, જુલાઈમાં ૪,૨૮,૨૮૩ નંગ, ઑગસ્ટમાં ૪,૦૪,૩૯૮ નંગ, સપ્ટેમ્બરમાં ૪,૩૭,૫૧૭ નંગ અને ઑક્ટોબરમાં વેચાણ ૪,૯૭,૯૯૮ નંગ થયું હતું.

૧૨ મહિનાના સમયગાળામાં ૯ મહિનામાં વેચાણ ૪ લાખ નંગ કરતાં વધારે થયું હતું, જ્યારે ૩ મહિનામાં ૪ લાખ નંગ કરતાં ઓછું થયું હતું.

નંબર ટૂ માટે સ્પર્ધા


ટૂ વ્હીલરની બજારમાં હીરો મોટોકૉર્પ નંબર વનના સ્થાને છે, પરંતુ બીજા અને ત્રીજા ક્રમે કોઈ કંપની સ્થિર નથી.

આ માટે હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર તેમ જ બજાજ ઑટો વચ્ચે સતત સ્પર્ધા ચાલુ જ રહે છે. નવેમ્બર ૨૦૧૧થી ઑક્ટોબર ૨૦૧૨ના ૧૨ મહિનાના સમયગાળામાં હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર ૭ મહિના માટે બીજા ક્રમે અને બજાજ ઑટો ત્રીજા ક્રમે હતી. પાંચ મહિના માટે બજાજ ઑટો બીજા સ્થાને અને હૉન્ડા મોટરસાઇકલ ઍન્ડ સ્કૂટર ત્રીજા સ્થાને હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2012 08:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK