Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અર્થતંત્રને ફરી ચેતનવંતું બનાવવા માટે ત્રણ લાખ કરોડના પૅકેજની જરૂર : CII

અર્થતંત્રને ફરી ચેતનવંતું બનાવવા માટે ત્રણ લાખ કરોડના પૅકેજની જરૂર : CII

18 June, 2021 12:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારે દેશના અર્થતંત્રમાં પ્રાણ પૂરવા માટે ત્રણ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પૅકેજ જાહેર કરવું જોઈએ, એવો મત ઔદ્યોગિક સંસ્થા કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ વ્યક્ત કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકારે દેશના અર્થતંત્રમાં પ્રાણ પૂરવા માટે ત્રણ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પૅકેજ જાહેર કરવું જોઈએ, એવો મત ઔદ્યોગિક સંસ્થા કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ વ્યક્ત કર્યો છે. અમુક રકમ જનધન અકાઉન્ટ મારફતે સીધી લોકોનાં ખાતાંમાં જમા કરવી જોઈએ, એમ જણાવતાં સીઆઇઆઇએ ઉમેર્યું છે કે કોરોનાની રસી વધુ ને વધુ લોકોને આપી શકાય એ માટે અલગ પ્રધાનની નિમણૂક પણ કરવાની જરૂર છે.

સીઆઇઆઇના પ્રેસિડન્ટ ટી. વી. નરેન્દ્રને કહ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં વિદેશી માગ, વ્યાપક પ્રમાણમાં થયેલા રસીકરણ તથા આર્થિક પ્રવૃત્તિઓની બહાલી એ ત્રણે પરિબળોને લીધે વૃદ્ધિદર વધશે અને આખા વર્ષનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી) ૯.૫ ટકા રહેશે. સીઆઇઆઇએ વધુમાં એમ પણ કહ્યું છે કે કોરોનાના બીજા મોજાને કારણે પીડિત લોકોને પડી રહેલી તકલીફોને દૂર કરવા માટે સરકારે મદદ કરવી જરૂરી છે. 



ભારતીય અર્થતંત્ર વપરાશ પર આધારિત છે અને રોગચાળાને લીધે માગ પર વિપરીત અસર થઈ છે. આ સંસ્થાએ સૂચન કર્યું છે કે મનરેગા યોજના માટે વધુ ફાળવણી કરવામાં આવવી જોઈએ તથા ટૂંકા ગાળા માટે અમુક ચીજવસ્તુઓ પરના જીએસટીમાં ઘટાડો કરવામાં આવવો જોઈએ, જેથી માગ વધી શકે. 


આ ઉપરાંત ઘર ખરીદી કરવા ઇચ્છુક લોકો અર્થે કરમાં રાહત/ઇન્ટરેસ્ટ સબવેન્શન/સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો જેવાં પગલાં ભરવામાં આવવાં જોઈએ અને ગયા વર્ષની જેમ એલટીસી કૅશ વાઉચર યોજના લાવવી જોઈએ. 

નરેન્દ્રને કહ્યા મુજબ સરકારે એમએસએમઈ સહિતની કંપનીઓને સમયસર ચુકવણી થાય એની તકેદારી લેવી જોઈએ, જાહેર બાંધકામનાં કાર્યોને ઝડપી બનાવવાં જોઈએ, પાંચ લાખ કરોડ રૂપિયા જેટલા મૂલ્યની ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ લાવવી જોઈએ તથા ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી જોઈએ. 


રસીકરણ બાબતે સીઆઇઆઇએ કહ્યું છે કે આગામી ડિસેમ્બર સુધી દરરોજના ધોરણે ઓછામાં ઓછા ૭૧.૨ લાખ ડોઝ અપાવા જોઈએ, જેથી દેશની સમગ્ર વસ્તીને આવરી લેવાય. બ્રિટનમાં છે એ રીતે આપણે ત્યાં પણ રસીકરણના ઇનચાર્જ તરીકે કોઈ પ્રધાનની નિમણૂક કરવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2021 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK