° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


અમેરિકન ટ્રેઝરી બૉન્ડનું યીલ્ડ ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનાનો વધારો ટક્યો નહીં

21 September, 2022 03:33 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ફેડ સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની પૉલિસી મીટિંગની હારમાળા વચ્ચે સોનામાં વધ-ઘટ વધી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકાના બુલિશ ઇકૉનૉમિક ડેટા અને ફેડ દ્વારા મહત્તમ ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતાએ ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું વધેલા મથાળાથી ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૮ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો જળવાયેલી હતી. 

વિદેશી પ્રવાહ 

ફેડ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ, બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડ અને બૅન્ક ઑફ જપાનની શ્રેણીબદ્ધ પૉલિસી મીટિંગની હારમાળા વચ્ચે સોનું મંગળવારે રેન્જબાઉન્ડ રહ્યું હતું. સોમવારે સોનું ૨૯ મહિનાની નીચી સપાટીએ ૧૬૫૭ ડૉલર સુધી ઘટ્યા બાદ ઓવરનાઇટ વધીને ૧૬૭૭.૯૦ ડૉલર થયું હતું. મંગળવારે અમેરિકન ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં અને ડૉલર વધુ મજબૂત બનતાં સોનું ઊંચા મથાળેથી ઘટીને ૧૧૬૭ ડૉલર થયું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

 ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને ૧૧ વર્ષની ઊંચાઈએ ૩.૫૨ ટકાએ પહોંચ્યા હતા. અમેરિકાના રીટેલ સેલ્સ, અનએમ્પ્લોયમેન્ટ ડેટા અને ઇન્ડસ્ટ્રિયલ ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ફેડ નિશ્ચિતપણે ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે, પણ ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાની વ્યાપક સફળતાને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સતત વધી રહ્યા છે. બે વર્ષના બૉન્ડના યીલ્ડ વધીને ૧૫ વર્ષની ઊંચાઈએ ૩.૯૪ ટકા રહ્યા હતા, જ્યારે બેથી ૩૦ વર્ષના બૉન્ડના યીલ્ડનો તફાવત છેલ્લા ૧૦૦ વર્ષનો સૌથી ઓછો રહ્યો હતો. 

અમેરિકાનો હોમ બિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં સતત નવમા મહિને ઘટીને ૪૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જેની માર્કેટમાં ધારણા ૪૭ પૉઇન્ટની હતી. આ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ૨૮ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફેડ દ્વારા સતત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થઈ રહ્યો હોવાથી હાઉસિંગ ચેઇનમાં મોટું ભંગાણ પડ્યું છે. મૉર્ગેજ લોન રેટ વધતાં સેલ્સ કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ત્રણ પૉઇન્ટ ઘટીને ૫૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે આગામી છ મહિનાના સેલ્સ પ્રોજેક્શનને બતાવતો ઇન્ડેક્સ પણ ઘટીને ૪૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ જુલાઈમાં વધીને ૧૦.૧ અબજ યુરોએ પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૩૬.૮ અબજ યુરો સરપ્લસ હતી. 

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ કૉર્પોરેટ અને હાઉસહોલ્ડને અપાતી લોનના દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. એક વર્ષની લોનના પ્રાઇમ રેટ ૩.૬૫ ટકા અને પાંચ વર્ષની લોનના રેટ ૪.૩ ટકા રખાયા હતા. ગયા સપ્તાહે બૅન્કે મિડિયમ ટર્મ લૅન્ડિંગ રેટ પણ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાના આ નિર્ણયને પગલે ચાઇનીઝ સ્ટૉક માર્કેટમાં મંગળવારે તેજી જોવા મળી હતી, ખાસ કરીને ગ્રોથ ઓરિયેન્ટેડ કંપનીઓમાં સારી એવી ખરીદી જોવા મળી હતી. 

જપાનનું ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને આઠ વર્ષની ઊંચાઈએ ત્રણ ટકાએ પહોંચ્યું હતું જે જુલાઈમાં ૨.૬ ટકા હતું. જપાનના ઇન્ફ્લેશનમાં સતત બારમા મહિને વધારો જોવા મળ્યો હતો. જપાનનું કોર ઇન્ફ્લેશન પણ ઑગસ્ટમાં વધીને ૨.૮ ટકાએ પહોંચ્યું હતું, જે જુલાઈમાં ૨.૭ ટકા હતું તેમ જ ફૂડ પ્રાઇસનું ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને આઠ વર્ષની ઊંચાઈએ ૪.૭ ટકાએ પહોંચ્યું હતું, જે જુલાઈમાં ૪.૪ ટકા હતું. બૅન્ક ઑફ જપાને ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકા રાખ્યો હતો. સતત પાંચમા મહિને જપાનનું ઇન્ફ્લેશન બૅન્કના ટાર્ગેટથી વધુ છે. વિશ્વની તમામ સેન્ટ્રલ બૅન્ક ઇન્ફ્લેશનના વધારાને કાબૂમાં લેવા ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરી રહી છે ત્યારે બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી છે. બૅન્ક ઑફ જપાનની ચાલુ સપ્તાહે પૉલિસી મીટિંગ છે જેમાં ઇન્ફ્લેશનના વધારા છતાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખવાનો નિર્ણય લેવાશે એવી વ્યાપક ધારણા છે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

સોનું ૨૯ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટાડો અટક્યો હતો, કારણ કે ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ અન્ય બૅન્કોને પણ ફરજિયાત ફેડની રાહે જવું પડશે. બૅન્ક ઑફ જપાન નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીને લાંબા સમયથી વળગી રહ્યું છે, પણ ઇન્ફ્લેશન સતત બાર મહિનાથી વધી રહ્યું છે અને બૅન્ક ઑફ જપાનના બે ટકાના ટાર્ગેટ સામે ઑગસ્ટમાં ઇન્ફ્લેશન વધીને ત્રણ ટકાએ પહોંચતાં આગામી બેથી ત્રણ મહિનામાં બૅન્ક ઑફ જપાનને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી બદલવી પડશે. અન્ય સેન્ટ્રલ બૅન્કના ઇન્ટરેસ્ટ રેટ વધારાના નિર્ણયોને પગલે ડૉલર હવે ઘટશે. ફેડની સપ્ટેમ્બર મીટિંગ બાદ હવે ૧-૨ નવેમ્બરે ફેડની મિટિંગ મળશે. એ અગાઉ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ જપાન, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બીજા અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની મિટિંગ મળશે, જે ડૉલરને ઘટાડવાનું કામ કરશે, તે વખતે સોનામાં મોટો બાઉન્સબૅક આવશે, કારણ કે હાલ સોનું વધુ પડતું ઘટી ગયું છે.

21 September, 2022 03:33 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

આઠ મોટાં શહેરોમાં ૭.૮૫ લાખ ઘર વેચાણ વગરનાં : અહેવાલ

આ ઘરોનું વેચાણ કરવા માટે ૩૨ મહિનાનો સમય જોઈએ

06 October, 2022 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડ : સલામતી અને ઓછા ખર્ચ સાથે ઝડપી પ્રવાહિતાનો લાભ

આ ફન્ડ ઓપન એન્ડેડ હોવાથી રોકાણકાર ચાહે ત્યારે એન્ટ્રી-એક્ઝિટ લઈ શકે છે. આ એક ડેટ ફન્ડનું સ્વરૂપ હોવાથી એને ટૅક્સ પણ એ મુજબ લાગે છે. સલામતી સાથે પ્રવાહિતા ઇચ્છતા ઇન્વેસ્ટર્સ માટે આ રોકાણ વિચારવા જેવું ખરું

06 October, 2022 04:54 IST | Mumbai | Jayesh Chitalia

અમેરિકી ડૉલરનો ઘટાડો અટકતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે અટકતો વધારો

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના જૉબડેટાને આધારે સોના-ચાંદી અને ડૉલરની તેજી-મંદી નક્કી થશે

06 October, 2022 04:49 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK