° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


ફેડની મીટિંગ પૂર્વે ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધતાં સોનું ૨૯ મહિનાની નીચી સપાટીએ

20 September, 2022 04:26 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ચાલુ સપ્તાહે ફેડ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે

પ્રતીકાત્મક તસવીર કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર

ફેડની મીટિંગમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટનો નિશ્ચિત વધારો થવાનો હોવાથી ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધરતાં સોનું ઘટીને ૨૯ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૧ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૨૧૦ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

ફેડની બે-દિવસીય પૉલિસી મીટિંગ અગાઉ ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૧૦ વર્ષની ઊંચાઈએ અને અમેરિકી ડૉલર ૦.૪ ટકા વધીને નવેસરથી ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું વધુ ઘટ્યું હતું. સોનું સોમવારે ૧૬૫૯થી ૧૬૭૦ ડૉલરની રેન્જમાં રહ્યું હતું, પણ શુક્રવારે સોનું ઘટીને ૧૬૫૪ ડૉલરની ૨૯ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના ટેન યર ટ્રેઝરી બૉન્ડનું યીલ્ડ ૧૦ વર્ષની ઊંચાઈએ ૩.૪૫ ટકાએ પહોંચ્યું હતું. ગયા સપ્તાહે અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા બુલિશ આવ્યા હતા તેમ જ બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા સતત ઘટી રહી હોવાતી જૉબમાર્કેટ પણ બુલિશ સિગ્નલ આપી રહી છે. અમેરિકાના બુલિશ ડેટાને પગલે ફેડ ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે એવી શક્યતાઓ વધતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સતત વધી રહ્યા છે. બે વર્ષના ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને ૧૫ વર્ષની ઊંચાઈએ ૩.૮૬ ટકા થયા હતા તેમ જ બેથી ૩૦ વર્ષના બૉન્ડના યીલ્ડ વચ્ચેનો તફાવત સૌથી ઓછો રહ્યો હતો. 

યુરો એરિયાનું ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને ૯.૧ ટકાએ પહોંચ્યું હતું જે જુલાઈમાં ૮.૯ ટકા હતું. ઑગસ્ટમાં એનર્જી પ્રાઇસ ૩૮.૬ ટકા વધી હતી જે જુલાઈમાં ૩૯.૬ ટકા વધી હતી. ફૂડ, બ્રેવરીજ અને આલ્કોહૉલના ભાવ ઑગસ્ટમાં ૧૦.૬ ટકા વધ્યા હતા જે જુલાઈમાં ૯.૮ ટકા વધ્યા હતા. યુરો એરિયાનું કૉર ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને ૪.૩ ટકા રહ્યું હતું જે જુલાઈમાં ચાર ટકા હતું. મન્થ્લી બેઝ પર કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઑગસ્ટમાં ૦.૬ ટકા વધી હતી, જે અગાઉના મહિને ૦.૫ ટકા વધી હતી. 

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ૧૪ દિવસના રિવર્સ રેપો રેટમાં ૧૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને આ રેટને ૨.૧૫ ટકા કર્યા હતા. જાન્યુઆરી બાદ પ્રથમ વખત આ ઘટાડો કરાયો હતો. આ ઘટાડાથી પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના માર્કેટમાં ૧૦ અબજ યુઆન ઠાલવશે. સાત રિવર્સ રેપો રેટ દ્વારા પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ બે અબજ યુઆન માર્કેટમાં ઠાલવ્યા હતા. આ રીતે શૉર્ટ ટર્મ લિક્વિડિટી ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ કુલ ૧૨ અબજ યુઆન માર્કેટમાં ઠાલવ્યા છે. 

અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને રવિવારે એક ઇન્ટરવ્યુમાં તાઇવાનને અમેરિકન ફોર્સ રક્ષણ આપશે એવું નિવેદન આપતાં ચીન અને અમેરિકા વચ્ચેનો તનાવ વધવાના સંકેતો મળ્યા હતા, જેને પગલે ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ સોમવારે ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનમાં કોરોનાનો ભય હજી યથાવત્ છે. જોકે બે કરોડથી વધુ વસ્તી ધરાવતા ચેન્ગડુમાં બે સપ્તાહ પછી લૉકડાઉન ઉઠાવી લેવાયો છે, પણ દરેક પબ્લિકને રેગ્યુલર ટેસ્ટિંગ કરવાની ચીમકી અપાઈ છે. 

ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૨ના પ્રથમ આઠ મહિનામાં ૨૦.૨ ટકા વધીને ૧૩૮.૪૧ અબજ ડૉલરે પહોંચ્યું હતું, જે યુઆન કરન્સીમાં ૧૬.૪ ટકા વધ્યું હતું. સૌથી વધુ હાઇટેક ઇન્ડસ્ટ્રીઝમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૩૩.૬ ટકા વધ્યું હતું, જ્યારે સર્વિસ સેક્ટરમાં ૮.૭ ટકા વધ્યું હતું. ચીનમાં સૌથી વધુ ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દક્ષિણ કોરિયાથી ૫૮.૯ ટકા ત્યાર બાદ જર્મનીથી ૩૦.૩ ટકા, જપાનથી ૨૬.૮ ટકા અને બ્રિટનથી ૧૭.૨ ટકા વધ્યું હતું. 

અમેરિકાની કૅપિટલ અને ફાઇનૅન્શિયલ અકાઉન્ટ સરપ્લસ જુલાઈમાં વધીને ૧૫૩.૫ અબજ ડૉલરે પહોંચી હતી, જે જૂનમાં ૨૨.૩ અબજ ડૉલર હતી. ફૉરેન ઇન્વેસ્ટરોએ જુલાઈમાં ૨૩.૧ અબજ ડૉલર ટ્રેઝરી તેમ જ ૨૧.૨ અબજ ડૉલર અમેરિકન સિક્યૉરિટી ખરીદી હતી. અમેરિકાનું કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ સપ્ટેમ્બરમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૫૯.૫ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે ઑગસ્ટમાં ૫૮.૨ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા ૬૦ પૉઇન્ટની હતી. એનર્જી પ્રાઇસ ઘટતાં ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ઘટીને ૪.૬ ટકા રહ્યું હતું, જે ઑગસ્ટમાં ૪.૮ ટકા હતું. જુલાઈ ૨૦૨૧ પછી પ્રથમ વખત લૉન્ગ ટર્મ ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૨.૯થી ૩.૧ ટકા રહ્યું હતું.

રશિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૭.૫ ટકાએ પહોંચાડ્યા હતા જે સતત છઠ્ઠો ઘટાડો હતો. બૅન્ક ઑફ રશિયાના પ્રોજેક્શન અનુસાર ઇન્ફ્લેશન ૨૦૨૨માં ૧૧થી ૧૩ ટકા રહેશે જે ૨૦૨૩માં ઘટીને પાંચથી સાત ટકા અને ૨૦૨૪માં ચાર ટકા રહેશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ચાલુ સપ્તાહે ફેડની મીટિંગ બાદ બ્રિટન, જપાન અને સ્વિટ્ઝરલૅન્ડની સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગ યોજાશે. ફેડ ૭૫ બેસિસ પૉઇન્ટ, સ્વિટ્ઝરલૅન્ડ ૭૫ બેસિસ પૉઇન્ટ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તેવી ધારણા છે. ફેડ સતત ત્રીજી વખત ૭૫ બેસિસ પૉઇન્ટ વધારશે અને ઇન્ટરેસ્ટ રેટમાં સતત પાંચમો વધારો કરશે. ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસરે હાલ ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ વધી રહ્યા છે, પણ ત્યાર બાદ અન્ય સેન્ટ્રલ બૅન્કના ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસરે ડૉલર પર દબાણ વધશે જેની અસરે સોનું સુધરશે. સોનું હાલ વધુ પડતું ઘટ્યું હોવાથી આગળ જતાં સોનામાં ઝડપી બાઉન્સ બૅક જોવા મળશે એ નિશ્ચિત છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૪૯,૩૨૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૪૯,૧૨૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૫૬,૩૫૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

20 September, 2022 04:26 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

આઠ મોટાં શહેરોમાં ૭.૮૫ લાખ ઘર વેચાણ વગરનાં : અહેવાલ

આ ઘરોનું વેચાણ કરવા માટે ૩૨ મહિનાનો સમય જોઈએ

06 October, 2022 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટાર્ગેટ મૅચ્યુરિટી ફન્ડ : સલામતી અને ઓછા ખર્ચ સાથે ઝડપી પ્રવાહિતાનો લાભ

આ ફન્ડ ઓપન એન્ડેડ હોવાથી રોકાણકાર ચાહે ત્યારે એન્ટ્રી-એક્ઝિટ લઈ શકે છે. આ એક ડેટ ફન્ડનું સ્વરૂપ હોવાથી એને ટૅક્સ પણ એ મુજબ લાગે છે. સલામતી સાથે પ્રવાહિતા ઇચ્છતા ઇન્વેસ્ટર્સ માટે આ રોકાણ વિચારવા જેવું ખરું

06 October, 2022 04:54 IST | Mumbai | Jayesh Chitalia

અમેરિકી ડૉલરનો ઘટાડો અટકતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે અટકતો વધારો

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના જૉબડેટાને આધારે સોના-ચાંદી અને ડૉલરની તેજી-મંદી નક્કી થશે

06 October, 2022 04:49 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK