Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકી ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાની ધારણા અને ક્રૂડ તેલની તેજીના સથવારે સોનામાં મજબૂતી

અમેરિકી ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાની ધારણા અને ક્રૂડ તેલની તેજીના સથવારે સોનામાં મજબૂતી

19 September, 2023 11:04 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ફેડની મંગળવાર-બુધવારની બે દિવસીય મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાના ચાન્સ ૯૯ ટકા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકી ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાની શક્યતા અને ક્રૂડ તેલની તેજીના સથવારે સોના-ચાંદીમાં મજબૂતી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૫૯ રૂપિયા વધ્યાં હતાં. 


વિદેશી પ્રવાહ 
અમેરિકી ઇન્ટરેસ્ટ રેટ સપ્ટેમ્બર મીટિંગમાં યથાવત્ રહેવાનું નિશ્ચિત મનાઈ રહ્યું હોવાથી સોનામાં નીચા મથાળેથી ઉછાળો આવ્યો હતો. સી.એમ.ઈ. ફેડ વૉચના રિપોર્ટ અનુસાર મંગળ-બુધવારે યોજાનારી ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત રહેવાના ચાન્સ ૯૯ ટકા છે. સોનું ગયા સપ્તાહના અંતમાં ઘટીને ૧૯૧૫.૬૦ ડૉલર હતું જે સોમવારે વધીને એક તબક્કે ૧૯૩૦.૭૦ ડૉલર થયા બાદ સોમવારે સાંજે ૧૯૨૬થી ૧૯૨૭ ડૉલરની રેન્જમાં હતું. અમેરિકી ડૉલર અને ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ વધ્યા હોવા છતાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાની શક્યતા અને ક્રૂડ તેલની તેજીના સથવારે સોનામાં ઉછાળો જોવા મળ્યો હતો. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ પણ વધ્યાં હતાં, પણ પૅલેડિયમ ઘટ્યું હતું. 



ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ વધીને છ મહિનાની ઊંચાઈએ ૧૦૫.૨૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. મંગળવારથી શરૂ થઈ રહેલી બે દિવસીય મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે, પણ ફેડ દ્વારા ઇન્ફ્લેશન અને ગ્રોથરેટનું પ્રોજેક્શન તેમ જ આગામી મીટિંગ વિશે ફેડનું સ્ટૅન્ડ બહુ જ મહત્ત્વનું સાબિત થશે. ૨૦૨૩માં હજી ફેડની બે મીટિંગ નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાશે, જેમાં ફેડ બે માંથી એક મીટિંગમાં કે બન્ને મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ એ વિશેના સંકેત બે દિવસીય મીટિંગમાં મળવાની શક્યતા હોવાથી તમામ ઇન્વેસ્ટરોની આ મીટિંગ પર નજર રહેશે. 


અમેરિકન ફેડ હાલના ઊંચા ઇન્ટરેસ્ટ રેટ લાંબા સમય સુધી જાળવી રાખશે એવી ધારણાને પગલે ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ વધીને ૧૬ વર્ષની ઊંચી સપાટીએ ૪.૩૯ ટકાએ પહોંચ્યા હતા. અમેરિકાના રીટેલ સેલ્સના બુલિશ ડેટા તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ મ​લ્ટિ મન્થ નીચી સપાટીએ હોવાથી સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેશે એવી ધારણાને પગલે બૉન્ડ-બાઇંગ વધ્યું હતું. 
અમેરિકાનો કન્ઝ્યુમર સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ઘટીને ૬૭.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૬૯.૫ પૉઇન્ટ હતો અને જુલાઈમાં બે વર્ષની ઊંચાઈએ ૭૧.૬ પૉઇન્ટ હતો. આમ સતત બીજે મહિને કન્ઝ્યુમર સે​​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઘટયો હતો તેમ જ માર્કેટની ૬૯.૧ પૉઇન્ટની ધારણા કરતાં ઘણો નીચો રહ્યો હતો. કરન્ટ ઇકૉમિક ક​ન્ડિશનનો ઇન્ડેક્સ ૭૫.૭ પૉઇન્ટથી ઘટીને ૬૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. કન્ઝ્યુમરના ફયુચર એક્સપેક્ટેશનનો ઇન્ડેક્સ ૬૬.૩ પૉઇન્ટથી ઘટીને ૬૫.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. આગામી એક વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ઘટીને ૩.૧ ટકાએ પહોંચ્યું હતું જે ગયા મહિને ૩.૫ ટકા હતું. અમેરિકાનું મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ ઑગસ્ટમાં ૦.૧ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૦.૪ ટકા ઘટ્યું હતું. ડ્યુરેબલ મૅન્યુફૅક્ચરી ૦.૧ ટકા અને નૉન-ડ્યુરેબલ મૅન્યુફૅક્ચરિંગ ૦.૨ ટકા વધ્યું હતું. 

ચાલુ સપ્તાહે ફેડની બે દિવસીય મીટિંગ બાદ બુધવારે આવનારું આઉટકમ અનેક રીતે મહત્ત્વનું બની રહેશે. આ ઉપરાંત અનેક મહત્ત્વના દેશોની સેન્ટ્રલ બૅન્કની મૉનિટરી પૉલિસી વિશેના ડિસિઝન ચાલુ સપ્તાહે આવશે, જેમાં સૌથી મહત્ત્વનું બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડનું ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન આવશે, કારણ કે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર ૨૦૨૧થી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી જે હજી ચાલુ છે. બ્રિટનનું ઇન્ફ્લેશન નીચે જઈ રહ્યું છે, બ્રિટનનું ઇન્ફ્લેશન જુલાઈમાં ૬.૮ ટકા હતું જે જૂનમાં ૭.૯ ટકા અને મે મહિનામાં ૮.૭ ટકા હતું. ઑગસ્ટ મહિનાનું ઇન્ફ્લેશન બુધવારે જાહેર થશે. ખેર, બ્રિટનનું ઇન્ફ્લેશન હજી પણ સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં સાડાત્રણ ગણું વધારે હોવાથી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડનું ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન મહત્ત્વનું બની રહેશે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના રેટ વિશેના ડિસિઝનની ડૉલર પર મહત્ત્વની અસર રહેશે. 
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઉપરાંત ચાલુ સપ્તાહે ચીન, જપાન, ટર્કી, નૉર્વે, સ્વીડન, થાઇલૅન્ડ, ​સ્વિટ્ઝરલૅન્ડ, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને ફિલિપીન્સની સેન્ટ્રલ બૅન્કના મૉનિટરી ડિસિઝન પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. અમેરિકાના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથ ડેટા પણ ચાલુ સપ્તાહે આવશે. આ ઉપરાંત હાઉસિંગ સ્ટાર્ટ, એ​ક્ઝિ​​સ્ટિંગ હોમસેલ્સ, હાઉસિંગ માર્કેટ ઇન્ડેક્સ અને બિ​લ્ડિંગ પરમિટના નંબર્સ પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. બ્રિટન, કૅનેડા, જપાન અને દક્ષિણ આફ્રિકાના ઇન્ફ્લેશનના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. યુરો એરિયા, જર્મની, ફ્રાન્સ, જપાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથ ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. 
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ નવેમ્બરમાં પણ જાળવી રાખે એના ચાન્સ સી.એમ.ઈ. ફેડ વૉચ અનુસાર વધીને ૬૯ ટકાએ પહોંચ્યા હતા, જ્યારે પચીસ બેસિસ પૉઇન્ટના વધારવાના ચાન્સ હવે ૩૦.૭ ટકા જ રહ્યા છે. ડિસેમ્બર મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એના ચાન્સ ૫૮.૧ ટકા અને પચીસ બેસિસ પૉઇન્ટ વધવાના ચાન્સ ૩૬.૮ ટકા છે. હવે નવા અંદાજો અનુસાર ફેડ ૨૦૨૩ના એન્ડ સુધી ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એવી શક્યતાઓ વધતાં સોનાના ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે. જો આગામી સમયમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એના ચાન્સ વધશે તો સોનામાં તેજીની ગતિ વધશે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2023 11:04 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK