° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ફેડ ચૅરમૅન તરીકે જેરોમ પોવેલને ચાલુ રાખતાં ઇન્ટરેસ્ટ રેટ વહેલા વધવાની શક્યતાએ સોનું ઘટ્યું

24 November, 2021 03:30 PM IST | Mumbai | Mayur Mehta

મુંબઈમાં સોનામાં પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦૮ રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો ૨૦૪૮ રૂપિયાનો કડાકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડને ફેડ ચૅરમૅન તરીકે જેરોમ પોવેલને વધુ ચાર વર્ષ માટે ચાલુ રાખતાં જૂન-૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા મજબૂત થતાં સોનું ઘટીને નવેસરથી બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીમાં મંગળવારે કડાકો બોલી ગયો હતો. સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૦૪૮ રૂપિયા તૂટી હતી. 
વિદેશી પ્રવાહ
ફેડના ચૅરમૅન તરીકે જેરોમ પોવેલની નિમણૂ્ક બીજાં ચાર વર્ષ માટે થતાં અમેરિકી ડૉલર નવેસરથી ૧૬ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને એક મહિનાની ઊંચાઈએ ૧.૬૩ ટકા થયા હતા જેને પગલે સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું તેમ જ વધુ તેજી થવાના ચાન્સ ઘટતાં પ્રૉફિટ-બુકિંગ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૮૦૦ ડૉલરની સપાટી તોડીને અંદર ગયું હતું. સોનું ઘટવા છતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમમાં સુધારો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ઑક્ટોબરમાં ૦.૮ ટકા વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૮.૩ પૉઇન્ટ હતો તેમ જ માર્કેટની ધારણા ૫૭.૩ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૪.૬ પૉઇન્ટ હતો. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ધારણા કરતાં વધુ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ૫૫.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં છ મહિનાની નીચી સપાટીએ ૫૪.૨ પૉઇન્ટ હતો. યુરો એરિયાનું કન્ઝ્યુમર્સ મોરલ નવેમ્બરમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ માઇનસ ૬.૮ પૉઇન્ટે પહોંચ્યું હતું જે માર્કેટની માઇનસ ૫.૫ પૉઇન્ટની ધારણા કરતાં પણ નબળું રહ્યું હતું. બ્રિટનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બર મહિનાના પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ઘટીને ૫૭.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૭.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૭.૫ પૉઇન્ટની હતી. બ્રિટનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૮.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૭.૮ પૉઇન્ટ હતો તેમ જ બ્રિટનનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૫૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૯.૧ પૉઇન્ટ હતો. ઑસ્ટ્રેલિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૫૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૮.૨ પૉઇન્ટ હતો. અમેરિકન એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ તેમ જ યુરો એરિયા, બ્રિટનના પ્રાઇવેટ સેક્ટરના ડેટા ધારણા કરતાં વધુ સ્ટ્રોન્ગ આવતાં હવે ઇઝી મૉનિટરી પૉલિસી લાંબો સમય નહીં રહે એ નક્કી થતાં સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને ફેડના ચૅરમૅન તરીકે જેરોમ પોવેલની નિમણૂક વધુ ચાર વર્ષ માટે કરી હતી. ફેડના પ્રેસિડન્ટની મુદત ફેબ્રુઆરી ૨૦૨૨માં પૂરી થતી હતી. ફેડના ચૅરપેર્સન તરીકે લે બનાર્ડનું નામ ચર્ચાતું હતું. તેણીને વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમ્યાં હતાં. ફેડના ચૅરમૅનના નામ વિશેની અનિશ્ચિતતા દૂર થઈ હતી તેમ જ જેરોમ પોવેલની નિમણૂક થતાં ટેપરિંગ એટલે કે બૉન્ડ બાઇંગ ધારણા કરતાં વહેલું પૂરું થશે અને મોટા ભાગના ઍનૅલિસ્ટોના મતે જૂન ૨૦૨૨ની મીટિંગમાં ૨૫ બેઝિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થશે. જોકે કેટલાક ઍનૅલિસ્ટોના મતે જેરોમ પોવેલ ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં બહુ ઉતાવળ નહીં કરે. ફેડના ચૅરપેર્સન તરીકે જેમનું નામ બોલાતું હતું તે લે બર્નાડ કરતાં જેરોમ પોવેલ ઇન્ટરેસ્ટ રેટ ઝડપથી વધારશે એવી ધારણાને પગલે સોનાનું શૉર્ટથી મિડિયમ ટર્મ પ્રોસ્પેકટ મંદીતરફી બન્યું હતું છતાં પણ યુરોપમાં કોરોનાના કેસનો વધારો જો આગળ જતાં પણ ચાલુ રહેશે અને યુરોપિયન ગવર્નમેન્ટ દ્વારા લૉકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે તો સોનામાં ઘટ્યા મથાળેથી બાઉન્સ બૅક થવાની શક્યતા પણ હજી મોજુદ છે. સોમવારે યુરોપિયન દેશોમાં ૨.૯૦ લાખ નવા કેસ નીકળ્યા હતા અને ૩૪૯૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં. યુરોપમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુ બંને વર્લ્ડના કુલ કેસ અને મૃત્યુ કરતાં ૫૦ ટકા કરતાં વધુ હતા. 

24 November, 2021 03:30 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

તેમણે જણાવ્યામુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે

04 December, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જૂની કારના ખરીદદારોમાં યુવાનો સૌથી વધારે છે : કાર્સ-૨૪ના અભ્યાસનું તારણ

ની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે

04 December, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે

04 December, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK