° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


અમેરિકાના સ્ટ્રૉન્ગ રીટેલ અને જૉબડેટાને લીધે ફેડનું સ્ટૅન્ડ મજબૂત બનતાં સોનું બે વર્ષના તળિયે

17 September, 2022 08:11 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકાના સ્ટ્રૉન્ગ રીટેલ અને જૉબડેટાને લીધે ફેડનું સ્ટૅન્ડ મજબૂત બનતાં સોનું બે વર્ષના તળિયે, અમેરિકી ડૉલર અને બૉન્ડ યીલ્ડ મજબૂત બનતાં સોનામાં ઑલરાઉન્ડ વેચવાલીનો દોર શરૂ થયો

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

અમેરિકી રીટેલ અને જૉબડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ મજબૂત બન્યા હતા, જેને પગલે સોનામાં ઑલરાઉન્ડ વેચવાલી આવતાં ભાવ ઘટીને બે વર્ષના તળિયે પહોંચ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૮૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૮૬ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 
અમેરિકાના રીટેલ સેલ્સના તેમ જ જૉબડેટા સ્ટ્રૉન્ગ, ફેડનો ૭૫થી ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો મનસૂબો સહેલાઈથી પાર પડે એવી શક્યતા દેખાતાં સોનામાં ભારે વેચવાલી આવી હતી અને સોનું બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું શુક્રવારે ઘટીને ૧૬૫૩.૪૦ ડૉલર થયું હતું જે ગુરુવારે વધીને ૧૬૯૩.૨૦ ડૉલર હતું. સોનું ઘટતાં ચાંદી પણ ઘટી હતી. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનના રીટેલ સેલ્સમાં ઑગસ્ટમાં ૫.૪ ટકાનો વધારો થયો હતો જેમાં જુલાઈમાં ૨.૭ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૩.૫ ટકા વધારાની હતી. ચીનના રીટેલ સેલ્સમાં સતત ત્રીજે મહિને વધારો જોવા મળ્યો હતો. કોરોનાના કેસના વધારા છતાં કેટલાંક નિયંત્રણો ઘટતાં અને મિની ઓટમ તહેવારોની ડિમાન્ડના પરિણામે રીટેલ સેલ્સમાં ધારણા કરતાં મોટો વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીનો ઑટોમોબાઇલ્સ અને ઑઇલ પ્રોડક્ટના વેચાણમાં મોટો વધારો થયો હતો. સૌથી વધારે ક્લોધિંગના વેચાણમાં ઑગસ્ટમાં ૫.૧ ટકાનો વધારો થયો હતો જે જુલાઈમાં ૫.૬ ટકા ઘટ્યું હતું. ૨૦૨૨ના પ્રથમ આઠ મહિનામાં રીટેલ સેલ્સ ૦.૫ ટકા વધ્યું હતું. 

ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૨ના પ્રથમ આઠ મહિનામાં ૫.૮ ટકા વધીને ૩૬.૭ ટ્રિલ્યન યુઆને પહોંચ્યું હતું જે માર્કેટની ૫.૫ ટકાની ધારણા કરતાં વધુ વધ્યું હતું અને ૨૦૨૨ના પ્રથમ સાત મહિનામાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૫.૭ ટકા વધ્યું હતું. ખાસ કરીને સેકન્ડ સેક્ટર અને ટેરિટરી ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધુ વધ્યું હતું. ચીનમાં ઇકૉનૉમિક સ્લોડાઉન છતાં ગવર્નમેન્ટની ઉદાર પૉલિસીથી ઇન્ડસ્ટ્રીઝ ઇન્વેસ્ટમેન્ટ ૧૦.૫ ટકા ઑગસ્ટમાં ગયા વર્ષની સરખામણીમાં વધ્યું હતું. માઇનિંગ સેક્ટરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ૬.૯ ટકા વધ્યું હતું. 
ચીનનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૫.૩ ટકાએ પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫.૪ ટકા હતો. ગવર્નમેન્ટ દ્વારા કોરોનાનાં નિયંત્રણો વચ્ચે ઇકૉનૉમિક ગ્રોથ માટે લેવાયેલાં પગલાંની અસરે જૉબમાર્કટની સ્થિતિ બગડી નથી. ચાઇનીઝ ગવર્નમેન્ટે ૨૦૨૨ માટે અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સનો ટાર્ગેટ ૫.૫ ટકા રાખ્યો હતો. ૨૦૨૨ના પ્રથમ આઠ મહિનામાં ગવર્નમેન્ટના પ્રયાસોથી ૮૯.૮ લાખ નવી નોકરીઓ ઊભી કરાઈ શકી હતી, જેને કારણે અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ પર કન્ટ્રોલ મેળવી શકાયો હતો. 

ચીનમાં રહેણાક મકાનોના ભાવ ટૉપ લેવલે ૭૦ સિટીમાં ઑગસ્ટમાં ૧.૩ ટકા ઘટીને ૭ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા જે જુલાઈમાં ૦.૯ ટકા ઘટ્યા હતા. રહેણાક મકાનોના ભાવમાં સતત ચોથા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. ચાઇનીઝ હાઉસિંગ ડેવલપર્સ છેલ્લાં બે વર્ષથી અનેક પ્રકારની નાણાકીય મુશ્કેલીઓની સામનો કરી રહ્યા હોવાથી એની અસર રહેણાક મકાનોના ભાવ પર પડી હતી. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑગસ્ટમાં ૪.૨ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૩.૮ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પ્રમાણે જ વધ્યું હતું. ચીનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં સતત ચોથે મહિને વધારો થયો હતો. 

અમેરિકાની બિઝનેસ ઇન્વેન્ટરી જુલાઈમાં માત્ર ૦.૬ ટકા જ વધી હતી જે છેલ્લા ૧૪ મહિનાનો સૌથી ઓછો ગ્રોથ હતો અને જૂનમાં બિઝનેસ ઇન્વેન્ટરી ૧.૪ ટકા વધી હતી. જોકે છેલ્લા એક વર્ષમાં બિઝનેસ ઇન્વેન્ટરી ૧૮.૪ ટકા વધી હતી. અમેરિકાનું મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્શન ઑગસ્ટમાં ૦.૧ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૦.૬ ટકા વધ્યું હતું, જ્યારે માર્કેટની ધારણા ફ્લૅટ રહેવાની હતી, જ્યારે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑગસ્ટમાં ૦.૨ ટકા ઘટ્યું હતું જે જુલાઈમાં ૦.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૧ ટકા વધારાની હતી. 
અમેરિકાનું રીટેલ સેલ્સ ઑગસ્ટમાં ૦.૩ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૦.૪ ટકા ઘટ્યું હતું તેમ જ માર્કેટની ધારણા ફ્લૅટ રીડિંગની હતી. ગૅસોલીનના ભાવ ઘટતાં હવે કન્ઝ્યુમર્સના પર્ચેઝિંગ પાવરમાં વધારો થતાં રીટેલ સેલ્સ વધ્યું હતું. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન ૫૦૦૦ ઘટીને ૨.૧૩ લાખે પહોંચી હતી જે માર્કેટની ૨.૨૬ લાખની ધારણા કરતાં ઘણી ઓછી અને છેલ્લા ૧૪ મહિનાની સૌથી ઓછી સંખ્યા હતી. અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસ ઑગસ્ટમાં ૧.૬ ટકા ઘટી હતી જેમાં જુલાઈમાં ૩.૬ ટકાનો ઘટાડો થયો હતો અને માર્કેટની ધારણા ૧.૨ ટકા ઘટાડાની હતી. અમેરિકાની ઇમ્પોર્ટ પ્રાઇસ પણ સતત બીજે મહિને ઑગસ્ટમાં એક ટકો ઘટી હતી જે જુલાઈમાં ૧.૫ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૧.૨ ટકા ઘટાડાની હતી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

વર્લ્ડ બૅન્કે ૨૦૨૩માં ગ્લોબલ રિસેશનની ગંભીર ચેતવણી આપી છે. વર્લ્ડ બૅન્કના ગ્રુપ પ્રેસિડન્ટ ડેવિડ માલપાસે જણાવ્યું હતું કે વર્લ્ડની લગભગ તમામ સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં થઈ રહેલો ઝડપી વધારો છેલ્લાં ૫૦ વર્ષનો સૌથી મોટો છે. ૨૦૨૩માં ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ ચાર ટકાએ પહોંચવાની ધારણા છે, છતાં પણ ઇન્પ્લેશન પર કાબૂ મેળવી શકાશે નહીં. સેન્ટ્રલ બૅન્કોને ઇન્ફ્લેશન પર કાબૂ મેળવવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં વધુ બે ટકાનો વધારો કરવો પડશે જે ગ્લોબલ ગ્રોથને તળિયે પહોંચાડશે. દરેક દેશોની ગવર્નમેન્ટે હવે ઇન્ફ્લેશન ઘટાડીને ફાસ્ટ ગ્રોથ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધારીને કન્ઝમ્પ્શન ઘટાડવાને બદલે પ્રોડક્શન વધારવા પર ધ્યાન આપવાની જરૂર છે. પૉલિસી મેકર્સોએ એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ વધારીને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવ કરવા પર ફોકસ કરવું જોઈએ. વિશ્વની ત્રણ મોટી ઇકૉનૉમિક શક્તિ ધરાવતા અમેરિકા, ચીન અને યુરો એરિયામાં ઝડપથી સ્લોડાઉન આગળ વધી રહ્યું હોવાથી ૨૦૨૩માં રિસેશનને રોકવું હવે અશક્ય બન્યું છે. વર્લ્ડ બૅન્કનો ઇશારો સોના-ચાંદીના રોકાણકારોને હાલના ઘટાડામાં ખરીદી કરવાનો સ્પષ્ટ સંકેત આપે છે.

સોનું, બ્રાસ સ્ક્રૅપની ટૅરિફ વૅલ્યુ ઘટી, ચાંદીની વધી 

સોનાની ટૅરિફ વૅલ્યુમાં સરકારે પ્રતિ ૧૦ ગ્રામ આઠ ડૉલરનો ઘટાડો કરીને ૫૪૯ ડૉલર કરી છે, જ્યારે ચાંદીની ટૅરિફ વૅલ્યુમાં ૨૬ ડૉલરનો વધારો કરીને ૬૩૫ ડૉલર પ્રતિ કિલો કરી છે. બ્રાસ સ્ક્રૅપની ૬૧ ડૉલર ઘટાડીને પ્રતિ ટન ૪૭૩૭ ડૉલર કરી છે, જ્યારે સોપારીની ૬૮૫૩ ડૉલર પર સ્થિર રાખી છે.

17 September, 2022 08:11 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

અનિલ અંબાણીને મોટી રાહત, બોમ્બે HCએ આ કેસમાં કાર્યવાહી ન કરવાનો આપ્યો આદેશ

બોમ્બે હાઈકોર્ટે સોમવારે આવકવેરા વિભાગને બ્લેક મની એક્ટ હેઠળ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી કારણ બતાવો નોટિસ પર 17 નવેમ્બર સુધી કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો

26 September, 2022 05:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવ દિવસમાં દેવીનાં નવ સ્વરૂપ પાસેથી શીખવાના બોધપાઠ

નવરાત્રિમાં નાણાકીય બાબતોની નવી જાણકારી સાથે આગળ વધીને દશેરાનું શુભમુહૂર્ત ઊજવાય એવી શુભકામના. 

26 September, 2022 04:40 IST | Mumbai | Khyati Mashru Vasani

ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાના ભાવ તળિયે : રૂપિયો ગગડતાં ભારતમાં ભાવઘટાડો ઓછો

દશેરા, ધનતેરસ, દિવાળીના તહેવારો અને નવેમ્બરથી જુલાઈ સુધીની લગ્નની સીઝનમાં સોનું ધૂમ ખરીદાશે ઃ સોનું ઘટીને ૪૮,૫૦૦થી ૪૯,૦૦૦ રૂપિયા થયા બાદ ફરી ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ થવાની આગાહી

26 September, 2022 04:34 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK