સપ્ટેમ્બરમાં અમેરિકન રેટકટની શક્યતા ૯૨ ટકાએ પહોંચતાં સોનાએ ૨૪૦૦ ડૉલરની સપાટી વટાવી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ઇન્ફ્લેશન ધારણાથી નીચું આવતાં સોના-ચાંદીમાં નવી તેજી જોવા મળી હતી. સોનું વધીને ૨૪૧૬.૯૦ ડૉલર અને ચાંદી વધીને ૩૧.૫૦ ડૉલરે પહોંચ્યાં હતાં, પણ ઝડપી તેજી બાદ નફાબુકિંગ વધતાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. મુંબઈ જ્વેલરી બજારમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૭૭ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીનો ભાવ સવા મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈ કાલે પ્રત્યાઘાતી ઘટ્યો હતો.



