° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


ભારે પ્રૉફિટ બુકિંગ બાદ અમેરિકામાં ફુગાવો વધતાં સોના-ચાંદી ફરી ઊછળ્યાં

15 July, 2020 01:28 PM IST | Mumbai | Bullion Watch

ભારે પ્રૉફિટ બુકિંગ બાદ અમેરિકામાં ફુગાવો વધતાં સોના-ચાંદી ફરી ઊછળ્યાં

ગોલ્ડ

ગોલ્ડ

ભારે પ્રૉફિટ બુકિંગ બાદ અમેરિકામાં ફુગાવો વધતાં સોના-ચાંદી નીચી સપાટીએથી ફરી ઊછળ્યાંકાલે ભારે પ્રૉફિટ બુકિંગ બાદ સોનાના ભાવ ૧૮૦૦ ડૉલરની નીચે પટકાયા બાદ અમેરિકામાં ધારણા કરતાં ફુગાવો વધારે આવતાં ફરી વધવા શરૂ થયા છે. અમેરિકામાં મે મહિનામાં ગ્રાહક ભાવાંક ૦.૧ ટકા ઘટ્યા બાદ જૂનમાં ૦.૬ ટકા વધ્યો હતો. બજારમાં એવી ધારણા હતી કે ભાવાંક ૦.૫ ટકા વધી શકે છે.

અમેરિકામાં કૅલિફૉર્નિયામાં ગઈ કાલથી ફરી લૉકડાઉન જાહેર થયું હોવાથી ટેક્નૉલૉજી શૅરની આગેવાની હેઠળ શૅરબજારમાં વેચવાલી જોવા મળી હતી. આ વેચવાલીમાં વધતા ડૉલર અને પોર્ટફોલિયોમાં વળતરનું રક્ષણ કરવા માટે સોનાના ભાવમાં પણ ૯ વર્ષની ઊંચાઈએથી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ફુગાવાના કારણે લોકો જ્યારે અન્ય અક્સ્યાતમાં શૂન્ય વ્યાજના દર ચાલી રહ્યા છે ત્યારે સોનામાં રોકાણ કરવા ફરી આવી શકે એવી ધારણાએ ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી.

સોમવારે કોમેક્સ ખાતે ચાંદીનો વાયદો ૩.૨૩ ટકા ઊછળી ૧૯.૭૮ અને સોનું ઑગસ્ટ વાયદો ૦.૬૮ ટકા વધી ૧૮૧૪.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યા હતા. એશિયાઈ સત્રમાં ઊંચો ડૉલર અને સલામતી માટે શૅરબજારમાં આવેલા પ્રૉફિટ બુકિંગના કારણે સોનું કડાકા સાથે ઘટી ૧૭૯૨.૨૫ અને ચાંદી ૧૯.૨૪૨ ડૉલર પ્રતિ ઔંસ પટકાયાં હતાં. જોકે ભારતીય સમય અનુસાર સાંજે ફરી ખરીદી આવતાં બન્ને ધાતુઓના ભાવ વધ્યા છે. ગઈ કાલે ઑગસ્ટ સોનું વાયદો આગલા બંધથી ૦.૩૨ ટકા કે ૫.૮૦ ડૉલર ઘટી ૧૮૦૮.૩૦ અને હાજરમાં ૧૨ સેન્ટ ઘટી ૧૮૦૨.૬૪ ડૉલર છે, જયારે ચાંદી વાયદો ૨૫ સેન્ટ ઘટી ૧૯.૫૪ ડૉલર અને હાજરમાં ૪ સેન્ટ ઘટી ૧૬.૭૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોનામાં ઘટાડો, ચાંદી હાજરમાં વધી, વાયદા ઘટ્યા

મુંબઈ ખાતે હાજર બજારમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૫ ઘટી ૫૦,૮૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૦ ઘટી ૫૦,૮૨૦ રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૦૫૦ ખૂલી, ઉપરમાં ૪૯,૦૮૪ અને નીચામાં ૪૮,૭૭૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૮૧ ઘટીને ૪૮,૮૬૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫૮ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯,૪૭૩ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૯૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૮૦ ઘટીને બંધમાં ૪૮,૯૦૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર પ્રતિ કિલો ૩૦૦ વધી ૫૩,૩૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૯૦ વધી ૫૩,૨૬૫ રૂપિયા બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૨,૪૮૭ ખૂલી, ઉપરમાં ૫૨,૫૬૦ અને નીચામાં ૫૧,૯૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૯૫૬ ઘટીને ૫૨,૦૯૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૮૭૭ ઘટીને ૫૨,૨૦૨ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૮૯૨ ઘટીને ૫૨,૧૯૯ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં ડૉલર ઊંચી સપાટીએથી લપસ્યો, રૂપિયામાં મહિનાનો સૌથી મોટો ઘટાડો

વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ (કે જે વિશ્વનાં છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડૉલરનું મૂલ્ય નક્કી કરે છે) સોમવારે રાત્રે ૯૬.૩૪૭ની સપાટીએ બંધ રહ્યા બાદ ગઈ કાલે વધ્યો હતો. એશિયન ટ્રેડિંગ સત્રમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસ, શૅરબજારમાં ટેક્નૉલૉજી શૅરોમાં ભારે વેચવાલીના કારણે એક તબક્કે વધી ૯૬.૬૪૮ થઈ અત્યારે અમેરિકન સત્ર શરૂ થાય ત્યારે ફરી ઘટી ગયો છે. ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૯૬.૩૮૫ની સપાટીએ છે.

ભારતમાં ફૉરેક્સ માર્કેટ ચાલુ હતાં ત્યારે મજબૂત ડૉલર, શૅરબજારમાં ભારે વેચવાલી અને કોરોનાના વધી રહેલા કેસના કારણે સલામતી તરફના દોટથી રૂપિયો છેલ્લા એક મહિનામાં સૌથી વધુ ઘટીને બંધ આવ્યો હતો. સોમવારે ૭૫.૧૯ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૩૩ની નરમ સપાટીએ ખૂલ્યા પછી વધુ ઘટી ૭૫.૪૯ થઈ દિવસના અંતે ૭૫.૪૨ની સપાટીએ બંધ આવ્યો છે. ગઈ કાલે રૂપિયો ડૉલર સામે ૨૩ પૈસા ઘટ્યો હતો. ગઈ કાલના ઘટાડા સાથે રૂપિયો બે સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યો છે.

15 July, 2020 01:28 PM IST | Mumbai | Bullion Watch

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:25 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK