° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


વૈશ્વિક અર્થતંત્ર કોરોનાની અસરથી બહાર આવી રહ્યાના સંકેતો હવે મળી રહ્યા છે: શક્તિકાંત દાસ

23 September, 2021 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્રમાં માળખાકીય ફેરફારો કર્યા અને ગરીબોને વધુ અસર કરી

શક્તિકાંત દાસ

શક્તિકાંત દાસ

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર કોરોનાના રોગચાળાની અસરમાંથી બહાર આવી રહ્યાના સંકેતો મળી રહ્યા છે.
રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્રમાં માળખાકીય ફેરફારો કર્યા અને ગરીબોને વધુ અસર કરી. કોવિડ-19 રોગચાળો એ હાલના યુગની સૌથી મોટી સમસ્યા છે. તેનાથી જીવન
અને આજીવિકાની ભયાનક હાનિ થઈ છે. આવું અગાઉ ઘણી ઓછી વાર બન્યું છે.
દાસ ઓલ ઇન્ડિયા મૅનેજમેન્ટ એસોસિએશનના ૪૮મા સંમેલનમાં બોલી રહ્યા હતા. 
આ રોગચાળો વિશ્વના અર્થતંત્ર પર અમીટ છાપ મૂકી જશે એવી શક્યતા, એમ કહેતાં દાસે ઉમેર્યું હતું કે રોગચાળાએ ગરીબો અને નબળા વર્ગોને વધુ અસર કરી છે. જોકે, તેની સાથે સાથે ટેક્નૉલૉજીથી ચાલતી કંપનીઓને નવું જોમ આપ્યું છે.
આ કંપનીઓમાં શિક્ષણ, નાણાં અને આરોગ્ય એ ત્રણે બાબતોમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ કરનારી કંપનીઓનો સમાવેશ થાય છે. આગામી વર્ષોમાં આવી કંપનીઓને વધુ નાણાં મળી રહેશે. ભારતીય નાણાં વ્યવસ્થામાં પણ ઝડપથી પરિવર્તન આવ્યું છે અને અર્થતંત્રની જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રમાણમાં સુધારો
આવ્યો છે. 
તેમણે કહ્યું હતું કે ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (PLI) એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. કંપનીઓ અને વિવિધ ક્ષેત્રોએ આ યોજનાનો લાભ લેવો. 

23 September, 2021 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઘરના વિસ્તરણ માટે અને નાનું વેચીને મોટું ઘર લેવા માટે કયા પ્રકારની લોન મળી શકે?

જેમની પાસે બંગલો અથવા વિલા છે, તેઓ વર્ક ફ્રોમ હોમ માટેની વ્યવસ્થા કરવા વધારાનો શયનખંડ અથવા સ્ટડી રૂમ કે બીજા રૂમ બનાવી શકે છે.

23 October, 2021 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મર્સિડીઝ-બેન્ઝ ભારતમાં ગ્રાહકોને પ્રત્યક્ષ ડિલિવરી આપશે

ગ્રાહકોને બિલ પણ કંપની પાસેથી જ મળશે. 

23 October, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં રિયલ્ટી ક્ષેત્રનું મૂલ્ય જીડીપીના ૧૮થી ૨૦ ટકા થશે

વેપાર-ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી તેમણે કહ્યું હતું કે ગત ૧૮ મહિના ભારત માટે પડકારરૂપ બન્યા છે.

23 October, 2021 02:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK