Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક ક્રિપ્ટો એમ-કૅપમાં ૩.૫ ટકાનો ઘટાડો નોંધાયો

વૈશ્વિક ક્રિપ્ટો એમ-કૅપમાં ૩.૫ ટકાનો ઘટાડો નોંધાયો

28 January, 2022 04:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શરૂ થયેલો સુધારાનો દોર ફરી અટકી જતાં માર્કેટમાં ટોચની કરન્સીનું મૂલ્ય ફરી ઘટવા લાગ્યું છે. વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૪ કલાકના ગાળામાં ૩.૫ ટકા જેટલું ઘટીને ૧.૬૬ ટ્રિલ્યન ડૉલરના સ્તરે પહોંચ્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


 

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શરૂ થયેલો સુધારાનો દોર ફરી અટકી જતાં માર્કેટમાં ટોચની કરન્સીનું મૂલ્ય ફરી ઘટવા લાગ્યું છે. વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૪ કલાકના ગાળામાં ૩.૫ ટકા જેટલું ઘટીને ૧.૬૬ ટ્રિલ્યન ડૉલરના સ્તરે પહોંચ્યું હતું. 
અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારવાનું વલણ સ્પષ્ટપણે અપનાવી લીધું એની અસર ઇક્વિટી અને ક્રિપ્ટો માર્કેટ પર એકસરખી થઈ છે અને બન્નેમાં ધોવાણ ચાલુ થયું છે.
હાલ ક્રિપ્ટો માર્કેટમાં વૉલ્યુમ ૪૭,૦૦૦ ટકા જેટલું વધી ગયું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પ્રાપ્ત ડેટા અનુસાર ટોચની મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ૦.૦૩ ટકાથી લઈને ૮ ટકા સુધીનો ઘટાડો થયો છે. બિટકૉઇનમાં લગભગ ૩.૫ ટકાના ઘટાડા સાથે ભાવ ૩૬,૭૮૮ની આસપાસ ચાલી રહ્યો છે. 
દરમ્યાન, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલા અને માર્કેટ કૅપની દૃષ્ટિએ ટોચની ૧૫ ક્રિપ્ટોકરન્સીના બનેલા વિશ્વના ક્રિપ્ટોકરન્સીના સર્વપ્રથમ ઇન્ડેક્સ–આઇસી૧૫માં ગુરુવારે બપોરે ૪ વાગ્યા સુધી ૨.૮૪ ટકા (૧,૫૪૧.૦૪ પૉઇન્ટ)નો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડેક્સ ૫૪,૨૦૪ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૬,૪૮૮ અને નીચામાં ૫૧,૧૬૧ પૉઇન્ટ જઈ આવ્યા બાદ ૫૨,૬૬૩ પૉઇન્ટ બંધ થયો હતો. 
અન્ય નોંધપાત્ર ઘટનામાં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે ક્રિપ્ટોકરન્સી શરૂ કરવાના પોતાના પ્રોજેક્ટને આખરે બંધ કરી દેવો પડ્યો છે. અગાઉ ‘લિબ્રા’ અને પછી ‘ડીએમ’ નામે ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરવાનું આયોજન હતું, પણ હવે બ્લુમબર્ગના અહેવાલ અનુસાર ડીએમ પોતાની ટેક્નૉલૉજી વેચી રહી છે. 
રશિયામાં પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાને બદલે એનું નિયમન કરવાનો કેન્દ્રીય બૅન્કને નિર્દેશ આપ્યા બાદ એના નાણાં મંત્રાલયે ક્રિપ્ટો માટેના નિયમનકારી માળખાની દરખાસ્ત પ્રતિભાવ માટે રજૂ કરી છે. 
એનએફટી (નૉન ફન્જિબલ ટોકન) ક્ષેત્રની વાત કરીએ તો ટ્વિટર પછી હવે અન્ય સોશ્યલ મીડિયા કંપની રેડિટે યુઝર્સને કોઈ પણ એનએફટી પ્રોફાઇલ-પિક્ચર તરીકે રાખવા દેવાની છૂટ આપવાનું વિચાર્યું છે. આ કંપનીએ એનએફટી સંબંધિત પ્રવૃત્તિઓ પર લક્ષ કેન્દ્રિત કર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે, કારણ કે તેણે એને માટે પોતાની વેબસાઇટ પર અલાયદું પેજ (nft.reddit.com) શરૂ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK