° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


ફેડના ટાઇટનિંગથી ડૉલરમાં સંગીન તેજી : કૅશ ઇઝ કિંગ

09 May, 2022 11:06 AM IST | Mumbai
Biren Vakil

રૂપિયો ૭૭ : એશિયાઈ ઇમર્જિંગ કરન્સીમાં તીવ્ર નરમાઈ : જૂનમાં વ્યાજદરો ફરી વધશે?

પ્રતીકાત્મક તસવીર કરન્સી કૉર્નર

પ્રતીકાત્મક તસવીર

૧૯૭૧માં ડૉલરનું અવમૂલ્યન થયું ત્યારે એ વખતના અમેરિકાના ટ્રૅઝરી સેક્રેટરી જૉન કોનેલીએ યુરોપિયન બૅન્કરોને કહ્યું હતું કે ‘ડૉલર ઇઝ અવર કરન્સી, યૉર પ્રૉબ્લેમ.’ આ દબંગ વિધાન ૫૦ વરસ જેટલું સાચું એટલું જ સાચું આજે પણ છે. એ વખતે પ્રૉબ્લેમ ડૉલરની મંદીનો હતો. આ વખતે ડૉલરની તેજી પ્રૉબ્લેમ છે. અમેરિકામાં ફુગાવો બેકાબૂ થતાં અમેરિકા ઝડપી વ્યાજદર વધારા અને ક્વૉન્ટિટિવ ટાઇટનિંગ કરી બજારમાંથી ડૉલર લિક્વિડિટી પાછી ખેંચશે,

બજારમાં ડૉલરની અછત સર્જાશે. દર ૧૦-૧૨ વરસે આવું થાય છે. સેટલમેન્ટ અને રિઝર્વ કરન્સી તરીકે ડૉલરના પ્રભુત્વનો લાભ ઉઠાવી અમેરિકા ડૉલરનો ટ્રેડ ટૂલ તરીકે ઉપયોગ કરી પોતાનાં આર્થિક હિતો રક્ષે છે (દુનિયાનું જે થવું હોય એ થાય). ડૉલર ચાલુ વરસે ૮ ટકા વધી ગયો છે. મોટા ભાગની કરન્સી ડૉલર સામે ૫-૧૦ ટકા તૂટી છે. જ્યારે-જ્યારે મોટી મંદી આવે ત્યારે અમેરિકા વ્યાજદરોમાં તીવ્ર ઘટાડો કરે, ડૉલર સપ્લાય વધારે, દુનિયામાં ફુગાવાની નિકાસ કરે. જ્યારે પોતાનું અર્થતંત્ર સાબૂત થઈ જાય ત્યારે વ્યાજદરો વધારીને અને ડૉલરની લિક્વિડિટી ઓછી કરે છે. આ પ્રોસેસમાં અમેરિકામાં તો ફુગાવાનો ઉકેલ આવી જાય છે, પણ યુરોપ અને એશિયામાં ડૉલર લિક્વિડિટી પર નભતાં ઇમર્જિંગ બજારો અધમૂઆ થઈ જાય છે. ૧૯૯૭માં એશિયાની કરન્સી ક્રાઇસિસ યાદ છેને? બસ, એવી જ ઘટના આકાર પામી રહી છે. આરંભે આટલી પાર્શ્વભૂમિકા પછી હવે મેક્રો પિક્ચર પર વિચારીએ.

રૂપિયાથી શરૂ કરીએ તો રિઝર્વ બૅન્કે ૪૦ બેસિસ પૉઇન્ટનો અણધાર્યો વ્યાજદર વધારો અને કૅશ રિઝર્વ રેશિયો અડધો ટકો વધારી મૉનિટરી ટાઇટનિંગનો આરંભ કર્યો છે. સંખ્યાબંધ દેશો તાજેતરમાં વ્યાજદર વધારી ચૂક્યા હતા અને બુધવારે ફેડનો અડધા ટકા વ્યાજદર વધારો નક્કી જેવો હોવાથી રિઝર્વ બૅન્ક પાસે કોઈ વિકલ્પ નહોતો. હવે જૂનમાં પા ટકો વ્યાજદર નક્કી જ લાગે છે. ૧૦ વરસના બૉન્ડ યીલ્ડ ૭.૦૪થી ઊછળી ૭.૪૭ થઈ ગયા છે, જે છેલ્લાં પાંચ વરસનો મોટામાં મોટો સિંગલ ડે ઝંપ છે. ડૉલરમાં ઝંઝાવાતી તેજીથી ઇમર્જિંગ એશિયાઈ કરન્સી ૫-૭ ટકા તૂટી છે, તેમની માટે ડૉલર આઉટફ્લો રોકવો પડકાર બની ગયો છે. ભારત અત્યાર સુધી તો ઇમર્જિંગ અર્થતંત્રોમાં સ્વીટ સ્પોટ રહ્યું હતું, પણ ફ્લાઇટ ટુ ક્વૉલિટીમાં સેફ હેવન ફ્લાઇટ વેગ પકડે તો ભારતીય શૅરબજારો અને કરન્સી પર પણ દબાણ આવશે.

એશિયામાં કરન્સી કન્ટેજિયન ક્રાઇસિસનો આરંભ થઈ ગયો છે. ૧૯૯૭નું મિની રિટિડ જોવાશે. કોરિયા વૉન, થાઇ બાત, ફિલી પેસો, ચીની યુઆન, જપાની યેન વગેરે કરન્સી ઘણી તૂટી છે. અમેરિકામાં વ્યાજદર ૧ ટકા થયો છે. આવતા જૂનમાં અડધો ટકો દર વધશે. જૂન મહિનામાં ફેડ બૅલૅન્સ-શીટનું કદ ઘટાડી ડૉલર લિક્વિડિટી પણ ઘટાડશે. અમેરિકામાં ફુગાવો ૮.૫ ટકા જેવો ૪૧ વરસનો ઊંચો છે. યુરોપમાં ફુગાવો ૪૦ વરસનો ઊંચો ૭.૫ ટકા છે. યુરોપમાં જૂનમાં વ્યાજદર માઇનસ અડધા ટકાથી વધારી ઝીરો અથવા પૉઝિટિવ કરવા પડશે. રશિયા-યુક્રેન વૉરને પગલે રશિયા-યુરોપ વચ્ચે પ્રોક્સી એનર્જી વૉર શરૂ થઈ ગઈ છે. યુરોપના બૉન્ડ તૂટવા લાગ્યા છે. ૨૦૧૭માં નેગેટિવ વ્યાજદરો ચરમસીમાએ હતા ત્યારે લિક્વિડિટીની રેલમછેલ વચ્ચે કૅશ ઇઝ ટ્રૅશ બોલાતું હતું. હવે કૅશ ઇઝ કિંગનો જમાનો પાછો ફર્યો છે. યુરો ૧.૨૪થી તૂટીને ૧.૦૪ થઈ જતાં ફરી પાછી યુરો ડૉલર પેરિટી ટ્રેડની વાતો ચાલી છે. પાઉન્ડ પણ ૨૦૨૨ના અંત પહેલાં બ્રેક્ઝિટ બૉટમ ૧.૧૬ને તોડે તો નવાઈ નહીં.

એશિયામાં યેન ૧૩૧ અને યુઆન ૬.૭૦ થઈ ગયા છે. ચીનમાં કોરોના વધતાં આર્થિક સ્લોડાઉન વધવાની શક્યતા છે. ચીની શૅરબજાર એક વર્ષમાં ૨૦ ટકા તૂટયું છે. સેન્સેક્સે ૫૫,૦૦૦ની સપાટી તોડી છે. મોટા ભાગનાં એશિયાઈ બજારોમાં ચાર મહિનાથી વિદેશી રોકાણકારો વેચવાલ છે. ડૉલેક્સ પાંચ વરસની ઊંચી સપાટી ૧૦૪ થયો છે. યુરો, યેન, સ્વિસ ફ્રાન્ક, પાઉન્ડ જેવાં મુખ્ય ચલણો મલ્ટિ મન્થ લો પર છે. ડૉલેક્સ આવતા ત્રણ મહિનામાં ૧૦૭-૧૦૮ થાય તો પાઉન્ડ ૧.૧૫-૧.૧૭, યુરો ૧.૦૧, યેન ૧૩૭-૧૪૦, રૂપિયો ૭૯-૮૨, ઇન્ડોનેશિયા
રૂપિયો ૧૫,૦૦૦-૧૫,૫૦૦, વૉન ૧૩૫૦-૧૪૦૦, યુઆન ૬.૮૫-૭.૦૦ થઈ શકે.

09 May, 2022 11:06 AM IST | Mumbai | Biren Vakil

અન્ય લેખો

અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાના ફેડના મેમ્બર્સના તારણથી સોનામાં ઘટાડો

અમેરિકન ડ્યુરેબલ ગુડ્સના ડેટા સતત બીજા મહિને સ્ટ્રૉન્ગ આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું

27 May, 2022 06:22 IST | Mumbai | Mayur Mehta

ડેરિવેટિવ્ઝમાં મે વલણની પતાવટને પગલે બજારમાં નરમાઈને બ્રેક લાગી

ટૉરન્ટ ફાર્મા નફામાંથી ખોટમાં આવી છતાં શૅરદીઠ એક બોનસના કરન્ટથી તેજી

27 May, 2022 06:17 IST | Mumbai | Anil Patel

મોંઘવારીનો એક ઉપાય મ્યુચ્યુઅલ ફન્ડ પાસે પણ છે

શું તમે બચત કરો છો? તમને થશે કે આટલી મોંઘવારીમાં બચત માટે પૈસા કયાંથી લાવવા? ઘરખર્ચમાંથી પૈસા બચે તો બચાવીએ, પરંતુ તમને ખબર છે, જે મોંઘવારી સામે તમે હારી કે ત્રાસી જાઓ છો એ જ મોંઘવારી સામે લડવાનું સાધન બચત છે

26 May, 2022 05:00 IST | Mumbai | Jayesh Chitalia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK