Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડ રેટ વધ્યા, કરન્સી ગગડી, શૅરબજાર ડહોળાયાં : રિઝર્વ બૅન્કની મીટિંગ પર નજર

ફેડ રેટ વધ્યા, કરન્સી ગગડી, શૅરબજાર ડહોળાયાં : રિઝર્વ બૅન્કની મીટિંગ પર નજર

23 September, 2022 03:37 PM IST | Mumbai
Anil Patel

બોધિ ટ્રી તથા રૂબી મિલ્સ આજે એક્સ બોનસ થશે, રૂપિયો ૮૦.૮૮ના તળિયે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


સેન્સેક્સ આગલા બંધથી ૬૨૪ પૉઇન્ટ ખરડાઈને છેલ્લે ૩૩૭ પૉઇન્ટ નરમ, માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ : અદાણીના ૯માંથી ૭ શૅર પ્લસ, રિલાયન્સમાં એક ટકાની નરમાઈ : એલઆઇસી, ઇન્ફી, ઇન્ડિયન ઑઇલ, બાયોકૉન, સનોફી, માસ્ટેક, એનર્જી એક્સચેન્જ, મેડ પ્લસ ઇત્યાદિમાં નવાં નીચાં તળિયાં બન્યાં : બોધિ ટ્રી તથા રૂબી મિલ્સ આજે એક્સ બોનસ થશે, રૂપિયો ૮૦.૮૮ના તળિયે

યુએસ ફેડ તરફથી વ્યાજદરમાં પોણા ટકાનો નવો વધારો ઝીંકી દેવાયો છે અને વધારાની આ રફ્તાર જાળવી રાખવાની ખાતરી અપાઈ છે એટલે ‘હવે ઘટે તો જીડીપી ઘટે, બીજું કાંઈ ન ઘટે ભૂરા.’ તાઇવાન, ફિલિપીન્સ, બ્રિટન, ઇન્ડોનેશિયા, સ્વિટ્ઝરલૅન્ડ, નૉર્વે અને જપાન સિવાયના તમામ ફેડની પંગતમાં જોડાશે એ નક્કી છે. ફુગાવા સામેની લડતમાં રિસેશન કે મંદી માટેના દરવાજા સર્વત્ર વધુ મોકળા બનવાના છે. વ્યાજદરના આક્રમક વધારાના પગલે ડૉલર ઇન્ડેક્સ ૧૧૨ નજીક બે દાયકાની ટોચે પહોંચી ગયો છે. દુનિયાભરનાં ચલણ વધુ બગડવા માંડ્યાં છે. બ્રિટ‌િશ પાઉન્ડ ૩૭ વર્ષના, જૅપનીઝ યેન ૨૪ વર્ષના યુરો ૨૦ વર્ષના તળિયે પહોંચી ગયા છે. ચાઇનીઝ યુઆર તેમ જ ઑસ્ટ્રેલિયન, ન્યુ ઝીલૅન્ડ, કૅનેડિયન અને સિંગાપોર ડૉલરમાં બે વર્ષનાં બૉટમ બન્યાં છે. અફકોર્સ, ડૉલર સામે રિયો પણ ઓલટાઇમ લો થઈ ગયો છે. બ્રેન્ટ ક્રૂડ ૯૦ ડૉલર આસપાસ આવી ગયું છે. બેઝ મેટલ વાયદા બે ટકા સુધી નીચે ઊતરી ગયા છે. 



ફેડની અસરમાં બુધવારની રાતે અમેરિકન ડાઉ ૫૨૨ પૉઇન્ટ કે બે ટકા અને નૅસ્ડૅક ૧.૮ ટકા ઘટીને બંધ થયા છે. એશિયન બજારો માટેનો એમએસસીઆઇ ઇન્ડેક્સ પોણાબે ટકા ગગડી ૧૪૮ની બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયન બજાર સુધર્યાં છે. અન્ય તમામ અગ્રણી એશિયન બજારો ગુરુવારે પોણાબે ટકા સુધી માઇનસ હતાં. હૉન્ગકૉન્ગ ૧.૭ ટકા, તાઇવાન એક ટકો તથા સાઉથ કોરિયા તથા જપાન અડધા ટકાથી વધુ ડાઉન હતા. યુરોપ રનિંગમાં અડધા ટકાની આસપાસ નરમ હતું. કરાચી શૅરબજાર ૦.૬ ટકા કે ૨૫૧ પૉઇન્ટ ઢીલું હતું. ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ કૅપ સહેજ વધીને ૯૨૭ અબજ ડૉલર થઈ ગયું છે. બીટકૉઇન નહીંવત્ ઘટાડામાં ૧૯૧૪૬ ડૉલર દેખાતો હતો. 


ઘરઆંગણે સેન્સેક્સ ૩૮૩ પૉઇન્ટ નીચે ખૂલી ઉપરમાં ૫૯૪૫૮ અને નીચામાં ૫૮૮૩૩ થઈ ૩૩૭ પૉઇન્ટ ઘટીને ૫૯૧૨૦ નજીક બંધ રહ્યો છે. નિફ્ટી ૮૮ પૉઇન્ટ ઘટ્યો છે. ડૉલર સામે રૂપિયો ૮૦-૮૮ની ઑલટાઇમ બબૉટમ બનાવી ૮૦.૮૫ આસપાસ બંધ આવ્યો છે. માર્કેટ બ્રેડ્થ થોડી હકારાત્મક હતી. એનએસઈ ખાતે ૯૯૧ શૅર પ્લસ, તો ૯૮૫ જાતો નરમ રહી છે. 

ટાઇટન ટૉપ ગેઇનર બન્યો, એસીસી અંબુજા સામસામા રાહે 


ગુરુવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૧ અને નિફ્ટીના ૫૦માંથી ૨૨ શૅર પ્લસ હતા. ટાઇટન ૨.૮ ટકા, હિન્દુ. યુનિલીવર ૨.૬ ટકા, એશિયન પેઇન્ટ્સ અઢી ટકાના સુધારા સાથે મોખરે હતા. આઇટી નવી ટોચે ગયો છે. આઇશર ૧.૮ ટકા પ્લસ હતો. મારુતિ સુઝુકી ૯૪૩૪ના બેસ્ટ લેવલે જઈ ૯૪૦૪ હતો. બ્રિટાનિયા, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ, ભારતી ઍરટેલ પોણા ટકાથી લઈ દોઢ ટકો અપ હતા. રિલાયન્સે નરમ વલણ જાળવી રાખતાં એક ટકો ઘટી ૨૪૮૬ રહ્યો છે. પાવર ગ્ર‌િડ ૨.૮ ટકા ખરડાઈ ૨૨૦ના બંધમાં ટૉપ લૂઝર હતો. ઍક્સિસ બૅન્ક, કોલ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, બજાજ ફિનસર્વ, એસબીઆઇ લાઇફ, એચડીએફસી લાઇફ, એચડીએફસી, ભારત પેટ્રોલિયમ, ઓએનજીસી સવા ટકાથી માંડી બે ટકા ડાઉન હતા. અદાણી એન્ટર બે ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકો, અદાણી પાવર સવા ટકો, અદાણી ટ્રાન્સ ૩.૮ ટકા, અદાણી ટોટલ ૧.૬ ટકા, અદાણી વિલ્મર ૪.૫ ટકા, એસીસી દોઢ ટકા વધ્યા છે. અદાણી ગ્રીન ૨૩૬૨ ઉપર યથાવત્ તો અંબુજા સિમેન્ટ દોઢ ટકો નરમ હતા. સિમેન્ટ ઉદ્યોગના ૪૨માંથી ૩૦ શૅર ઘટ્યા છે નુવાકો, જેકે લક્ષ્મી, શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક, દાલમિયા ભારત, કાકટિયા સિમેન્ટ, બિરલા કૉર્પ, સાંઘી ઇન્ડ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, પ્રીઝમ જૉનસન દોઢથી સાડાત્રણ ટકા નરમ હતા. ઇન્ડિયા સિમેન્ટ ૪ ટકા બગડ્યો છે. 

ઇન્ફોસિસ ૧૬ મહિનાના તળિયે ગયો, કેપીઆઇટી ટેક્નૉ ૧૧ ટકા અપ 

વૈશ્વિક મંદી આઇટી કંપનીઓ માટે કપરાં ચડાણ સૂચવે છે. તેમના સરવૈયાની લાલી ઝાંખી પડવાની છે. ઇન્ફોસિસ ૧૩૬૦ની ૧૬ મહિનાનું બૉટમ દેખાડી ૦.૬ ટકા ઘટી ૧૩૬૮ થયો છે. ટીસીએસ સામાન્ય સુધારામાં ૩૦૦૮ હતો. વિપ્રો પોણો ટકો માઇનસ હતો. ટેક મહિન્દ્ર ૦.૯ ટકા રહ્યો છે. કેપીઆઇટી ટેક્નૉ દ્વારા ૬૪૦ કરોડમાં જર્મન ટેક્નિકા ગ્રુપની ચાર કંપનીઓને હસ્તગત કરાઇ છે. એના પગલે રીરેટિંગમાં ભાવ ૧૧ ટકાની આગેકૂચમાં ૬૬૫ થયો છે. સોનાટા સૉફ્ટવેર, ડેટામેટિક્સ, ઝેનસાર, ન્યુ જેન, સિગ્નિટી, મોસ્ચીપ, બ્રાઇટકૉમ, નેલ્કો જેવી જાતો અડધાથી ત્રણેક ટકા નરમ હતી. 

વોડાફોન અડધો ટકા, ઇન્ડસ ટાવર જૈસે થે ટકા, રાઉટ મોબાઇલ પોણો ટકો નરમ રહ્યા છે. સારેગામા ૧.૮ ટકાના સુધારામાં હતો. સનટીવી ૨.૪ ટકા વધ્યો છે. ભારતી ઍરટેલ અડધો ટકો સુધર્યો છે. તાતા ટેલિ સાડાચાર ટકા પ્લસ. આઇનોક્સ લીઝર સાડાત્રણ ટકા વધીને ૫૦૭, તો પીવીઆર પોણાબે ટકા વધીને ૧૭૭૦ થયા છે. ઝી એન્ટરમાં પોણા ટકાનો સુધારો હતો. ઝી લર્ન પોણો ટકો અને ઝી મીડિયા પોણાબે ટકા ડાઉન હતા. એનડીટીપી ઘટાડાની ચાલમાં સવાત્રણ ટકા બગડીને ૪૦૯ની અંદર આવ્યો છે. 

એચડીએફસી ટ‍્વિન્સમાં ખરાબી, ચૉઇસ ઇન્ટર એક્સ બોનસમાં ઊછળ્યો 

બૅન્ક નિફ્ટી નીચામાં ૪૦૩૬૦ થઈ ૧.૪ ટકા કે ૫૭૩ પૉઇન્ટ ઘટી ૪૦૬૩૧ રહ્યો છે. અહીં ૧૨માંથી ૧૦ શૅર માઇનસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી બ૧૨માંથી ૮ શૅરના ઘટાડે ૦.૯ ટકા ડૂલ થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૬માંથી ૨૪ શૅર રેડ ઝોનમાં ગયા છે. કરુર વૈશ્ય બૅન્ક પોણાપાંચ ટકા અને ડીસીબી બૅન્ક અઢી ટકા પ્લસ હતા. સિટી યુનિયન બૅન્ક ૩.૮ ટકા, કર્ણાટકા બૅન્ક ૧.૯ ટકા, બૅન્ક ઑફ બરોડા બે ટકા, કૅનેરા બૅન્ક ૧.૮ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૩.૨ ટકા, સૂર્યોદય સ્મૉલ બૅન્ક ત્રણ ટકા, સીએસબી બૅન્ક એક ટકો, સેન્ટ્ર્લ બૅન્ક પોણાબે ટકા નરમ હતા. ઍક્સિસ બૅન્ક બે ટકા, એચડીએફસી બૅન્ક ૨.૨ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૪ ટકા, કોટક બૅન્ક એક ટકા, સ્ટેટ બૅન્ક અડધો ટકો માઇનસ થતાં સેન્સેક્સને ૨૮૦ પૉઇન્ટનો માર પડ્યો છે. બૅન્કિંના ભારન વચ્ચે એચડીએફસી ૧.૭ ટકા, બજાજ ફિનસર્વ પોણાબે ટકા, ટૂરિઝમ ફાઇ. સાડાપાંચ ટકા, કેનફિન હોમ્સ ૧.૮ ટકા, ધાની સર્વિસ‌િસ પોણાબે ટકા, એન્જલવન એક ટકો, મણપ્પુરમ એક ટકો, મુથૂટ ફાઇ દોઢ ટકો ઘટવાની સાથે ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૭૬ શૅરની નબળાઈમાં સવા ટકો ડાઉન થયો છે. ચૉઇસ ઇન્ટર શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ૬.૮ ટકાના ઉછાળે ૨૪૮ હતો, એપ્ટસ વૅલ્યુ ૬ ટકા ઊંચકાયો છે. કૅમ્પસમાં ૫.૨ ટકાની મજબૂતી હતી.

બોધિ ટ્રીમાં નવી વિક્રમી સપાટીથી ડાઉન, એલઆઇસી ઑલટાઇમ તળિયે 

બોધિ ટ્રી મલ્ટીમીડિયા એક શૅરદીઠ ચાર બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. ભાવ ૩૨૪ની વિક્રમી સપાટી બનાવી ૩.૭ ટકા ગગડીને ૨૯૭ બંધ થયો છે. રૂબી મિલ્સ શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થવાની પૂર્વસંધ્યાએ પોણો ટકો સુધરી ૬૪૩ હતો. લીડિંગ લીઝિંગ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧.૬૫ થયો છે. સાક સૉફ્ટમાં ૧૦ના શૅરનું એકમાં વિભાજન ૨૩મીથી અમલી બનવાનું છે. શૅર ૧૩૭૬ની ઑલટાઇમ હાઈ દેખાડી ૧૭.૨ ટકાના જમ્પમાં ૧૩૪૫ રહ્યો છે. બૉમ્બે સુપર હાઇબ્રીડ ૧૦ના શૅરના એકમાં વિભાજન માટે શુક્રવારે એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૮૫૧ નજીક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. એની ગ્રુપ-કંપની અપસર્જ સીડ્સ ૨૭૪ની વિક્રમી સપાટીએ જઈ આઠ ટકા ઊછળી ૨૭૨ હતી. એલઆઇસી ૬૪૮ની ઑલટાઇમ બૉટમ બનાવી ૦.૪ ટકા ઘટી ૬૫૦ બંધ થયો છે. રોકાણકારોના અહીં ૧૦૦ના ૭૦ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અમૃતાંજન, બાયોકૉન, ફ્યુચર લાઇફ, હિન્દુ. ઑઇલ, ઇન્ડિયન ઑઇલ, માસ્ટેક મૅટ્રિમોની, મેડપ્લસ હેલ્થ, સનોફી, શુભમ પૉલી, સોના કૉમસ્ટાર, ઝેનસાર ટેક્નૉ, એસઆઇએસ લિમિટેડ, બાફના ફાર્મા ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, કોપરાનમાં પણ નવાં ઐતિહાસિક બૉટમ ગઈ કાલે જોવા મળ્યાં છે. 

આઇટી અને હિન્દુ. યુનિલીવરના જોરમાં એફએમસીજી આંકની આગેકૂચ 

એફએમસીજી ઇન્ડેક્સ ૧૬૫૧૦ની નવી વિક્રમી સપાટી બનાવી સવા ટકો કે ૨૧૫ પૉઇન્ટ વધીને ૧૬૪૬૬ બંધ આવ્યો છે. અહીં ૮૧માંથી ૩૯ શૅર માઇનસ હતા. ફ્રન્ટલાઇનની મજબૂતી કામે લાગી હતી. આઇટીસી ૩૪૯ નજીક નવા બેસ્ટ લેવલે જઈ સવા ટકો વધીને ૩૪૫ તથા હિન્દુ. યુનિલીવર અઢી ટકાની મજબૂતીમાં ૨૬૯૩ બંધ રહ્યો છે. વરુણ બેવરેજિસ ચાર ટકા, મારિકો ૨.૭ ટકા, ડાબર ૨.૭ ટકા પ્લસ હતા. પતંજલિ ફૂડ્સ ૧૪૯૫ના નવા શિખર બાદ પોણો ટકો વધી ૧૪૮૧ રહ્યો છે. શુગર ઉદ્યોગના ૩૮માંથી ૨૫ શૅર માઇનસ હતા, પરંતુ રેણુકા શુગર ૬ ટકાના જમ્પમાં ૬૦નો બંધ આપી એફએમસીજી ઇન્ડેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. 

કન્ઝ્‍યુમર ડ‌િસ્ક્ર‌િશનરી ગુડ્સ બેન્ચમાર્ક ૨૯૬માંથી ૧૬૫ શૅરના સુધારા વચ્ચે પોણો ટકો પ્લસ હતો. ડિશ ટીવી ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૨૦  વટાવી ત્યાં જ બંધ આવ્યો છે. મુંજાલ ઑટો ૬.૮ ટકા, ડીબી રિયલ્ટી પાંચ ટકા, અસાહી ઇન્ડિયા ૪.૨ ટકા, પ્રીકોલ ચાર ટકા અપ હતા. એસ્કોર્ટ્સ ૨.૭ ટકા, આઇશર ૧.૩ ટકા, અશોક લેલૅન્ડ દોઢ ટકા પ્લસ હતા. ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૩ શૅરની નરમાઈ વચ્ચે પોણો ટકો પ્લસ થયો છે. દાવત ફેમ એલટી ફૂડ્સ સવાછ ટકા વધી ૧૧૫ થયો છે. મારુતિ ૧.૭ ટકા વધીને ૯૪૦૪ થઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 03:37 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK