° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


દેશમાંથી નોન બાસમતી ચોખાની નિકાસ ૧૬૦ લાખ ટનની થવાનો અંદાજ

20 November, 2021 03:41 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિના દરમ્યાન કુલ ૮૧.૯ લાખ ટનની નિકાસ થઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી ચાલુ વર્ષે નોન બાસમતી ચોખાની પ્રથમ છ મહિનાની નિકાસમાં વધારો થતાં સમગ્ર વર્ષ દરમ્યાન વિક્રમી નિકાસ થાય તેવી સંભાવના છે. ચોખાની નિકાસ સાથે સંકળાયેલા નિકાસકારોના કહેવા પ્રમાણે દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં નોન બાસમતી ચોખાની કુલ નિકાસ ૧૫૦થી ૧૬૦ લાખ ટન વચ્ચે થાય તેવી ધારણા છે, જે ગત વર્ષની કુલ નિકાસની તુલનાએ ૧૫થી ૨૩ ટકાનો વધારો બતાવે છે. ગત નાણાકીય વર્ષમાં કુલ નિકાસ ૧૩૦ લાખ ટનની થઈ હતી.

ઑલ ઇન્ડિયાના રાઇસ એક્સપોર્ટર્સ અસોસિએશનના પ્રમુખ બી. વી. ક્રિષ્ના રાઉએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષ દરમ્યાન નોન બાસમતી ચોખાની કુલ નિકાસ ૧૬૦ લાખ ટન જેવી થાય તેવી ધારણા છે.  મ્યાનમાર, પાકિસ્તાન અને વિયેટનામ સાથે હરીફાઈ હોવા છતાં ભારતીય ચોખાની માગ સારી રહે તેવી ધારણા છે.

રાઉએ વધુમાં કહ્યું કે મ્યાનમારના ભાવ નીચા હોવા છતાં અને તેની સાથે આપણી કટ્ટર હરીફાઈ હોવા છતાં ભારતીય ચોખાની નિકાસ સારી થશે. શ્રીલંકામાં નાના જથ્થામાં નિકાસ થશે, જ્યારે બીજાં રાજ્યોમાંથી માગ વધી રહી હોવાથી કુલ નિકાસ વધશે.

મ્યાનમારમાં ચોખાની નિકાસ સસ્તી થશે અને સરેરાશ ૩૦૦ ડૉલર પ્રતિ ટનના ભાવથી નિકાસ કરી રહ્યું છે, જ્યારે ભારતીય ચોખાના નિકાસભાવ ૩૪૦થી ૩૫૦ ડૉલર પ્રતિ ટન વચ્ચે ચાલે છે. વિયેટનામના ભાવ ૩૪૦થી ૩૫૦ ડૉલર છે. પાકિસ્તાનનો પાક પણ હવે આવશે અને તેની સાથે પણ હરીફાઈ કરવી પડશે.

દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા છમાસિક ગાળા દરમ્યાન નોન બાસમતી ચોખાની કુલ નિકાસ ૮૧.૯ લાખ ટનની થઈ છે, જે અગાઉના વર્ષ દરમ્યાન ૫૧.૧ લાખ ટનની
થઈ હતી. મૂલ્યની રીતે કુલ નિકાસ ૨.૯૫ અબજ ડૉલરની થઈ છે, જે ગત વર્ષે ૧.૯૫ અબજ ડૉલરની થઈ હતી. આમ ૫૦ ટકા જેવો વધારો થયો છે. સરેરાશ નિકાસભાવ ૩૬૧ ડૉલર પ્રતિ ટન રહ્યા છે, જે ગત વર્ષે ૩૮૪ ડૉલર પ્રતિ ટન રહ્યા હતા.ભારતીય ચોખાની સૌથી વધુ નિકાસ છ મહિનામાં બંગલા દેશમાં થઈ છે. બંગલા દેશે ભારતમાંથી ૧૨.૫ લાખ ટન ચોખાની આયાત કરી છે.

20 November, 2021 03:41 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK