° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


વરસાદની ખેંચથી ખરીફ પાકના વાવેતરમાં નવ ટકાનો ઘટાડો

27 July, 2021 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કપાસમાં ૮ ટકા, તેલીબિયા પાકોમાં ૧૦ ટકા ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દેશમાં વરસાદની ખાધને કારણે ખરીફ પાકોનું વાવેતર પણ ગત વર્ષની તુલનાએ નવ ટકા ઘટ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે સમગ્ર દેશમાં તમામ ખરીફ પાકોના વાવેતરમાં ઘટાડો થયો છે. જોકે વરસાદની પ્રગતિ જોતાં આગામી દશેક દિવસમાં સારી માત્રામાં વાવેતર થાય એવી ધારણા છે. દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૦ ટકા ઉપર વાવેતર પૂર્ણ થઈ ચૂક્યા છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ૨૩ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં કુલ ૭૨૧.૩૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયે ૭૯૧.૮૪ લાખ હેક્ટરમાં થયું હતું. આમ એમાં ૮.૯૦ ટકાનો ઘટાડો થયો છે. દેશમાં કપાસનું વાવેતર ૭.૭૧ ટકા ઘટીને ૧૦૯ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે તેલીબિયા પાકોના વાવેતરમાં ૧૦ ટકાનો ઘટાડો થઈને ૧૪૫.૮૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.

દેશમાં કઠોળ પાકોના વાવેતરમાં ૧૦.૧૮ ટકાનો ઘટાડો થઈને ૮૭ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગર અને બીજા મકાઈ-બાજરી સહિતના ધાન્ય પાકોના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

દેશમાં વરસાદની સ્થિતિ હજી ખરાબ છે અને ખરીફ વાવેતર વિસ્તાર ધરાવતાં તમામ રાજ્યમાં ખાધ હોવાથી એની અસર ખરીફ પાકોના વાવેતર પર પણ જોવા મળી રહી છે. સામાન્ય ચોમાસાની આગાહી હોવા છતાં હજી સારો વરસાદ ન હોવાથી ખરીફ વાવેતરને અસર થઈ છે. આ પરિસ્થિતિથી અત્યારે તો ખેડૂતો ઘણા જ હતાશ છે.

27 July, 2021 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અદાણી ગ્રુપ ૨૦ અબજ ડૉલરના રોકાણ સાથે હાઇડ્રોજનના ઉત્પાદનમાં ઝુકાવશે

મોટા ભાગના લોકો મુકેશ અંબાણીની ૨૪ જૂનની જાહેરાતને અદાણી સાથેની સીધી સ્પર્ધા તરીકે જુએ છે

22 September, 2021 03:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધની અસત્ય ડિસ્ક્લોઝર સામેની કાર્યવાહી પડતી મૂકી

સેબીએ કંપની પર મુખ્યત્વે બે ભૂમિકાને આધારે પૅનલ્ટી લાદી નથી

22 September, 2021 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રીટેલ ડિપોઝિટરોને વ્યાજ પરના કરમાં રાહત આપો : એસબીઆઇ

અત્યારે સિસ્ટમમાં ૧૦૨ લાખ કરોડ રૂપિયાથી અધિક રીટેલ ડિપોઝિટ્સ સિસ્ટમમાં છે

22 September, 2021 03:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK