નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૦૬૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૭૫૬.૪૦ પૉઇન્ટના નેટ ધટાડે ૨૪,૧૯૨.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૮૨૨.૪૬ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯,૪૦૨.૨૯ બંધ રહ્યો.
ચાર્ટ મસાલા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૦૬૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૭૫૬.૪૦ પૉઇન્ટના નેટ ધટાડે ૨૪,૧૯૨.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૮૨૨.૪૬ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯,૪૦૨.૨૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૨૫૩ ઉપર ૮૦,૩૫૦, ૮૦,૬૫૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૯,૧૩૭ નીચે ૭૯,૦૯૦, ૭૮,૧૦૦, ૭૭,૧૨૦, ૭૬,૨૫૦ સુધીની શક્યતા. બજાર ઓવરસોલ્ડ છે. ચાલુ સપ્તાહે માસિક એક્સપાયરી પણ છે. સચોટ સંકેતો વિના નવી લેવાલીથી દૂર રહેવું હિતાવહ.