° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


રિલાયન્સને પડકાર આપવાની તૈયારી! હવે આ વેપારમાં જોડાશે અદાણી ગ્રુપ

02 August, 2021 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અદાણી સમૂહે અદાણી પેટ્રોકેમિકલ્સની સ્થાપના કરી છે. અદાણી પેટ્રોકેમિકલ્સ દ્વારા રિફાઈનરી, પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ, સ્પેશિયાલિટી કેમિકલ યૂનિટ્સ, હાઇડ્રોજન અને આની સાથે જોડાયેલા અનેક રસાયણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

અદાણી સમૂહ હવે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ડાયરેક્ટ પડકાર આપવાની તૈયાર કરી રહ્યું છે. અદાણી ગ્રુપ હવે પેટ્રોકેમિકલ કારોબારમાં આગળ આવી રહ્યું છે. આ માટે સમૂહે અદાણી પેટ્રોકેમિકલ્સની સ્થાપના કરી છે.

અદાણી પેટ્રોકેમિકલ્સ દ્વારા રિફાઇનરી, પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ, સ્પેશિયાલિટી કેમિકલ યૂનિટ્સ, હાઇડ્રોજન અને આની સાથે જોડાયેલા અનેક રસાયણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.

ગૌતમ અદાણીએ ગયા વર્ષે કહ્યું હતું કે અગાણી ગ્રીન એનર્જીએ 25 ગીગાવૉટ રીન્યૂએબલ એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય ચોક્કસ સમયથી ચાર વર્ષ પહેલા જ મેળવી લીધો. અદાણી ગ્રીને આ માટે 2020-21નું લક્ષ્ય સેવ્યું હતું.

બનાવી લીધી કંપની
નોંધનીય છે કે અદાણી સમૂહ પોર્ટ, ઍરપૉર્ટ, વીજળી, ગૅસ વિતરણ જેવા અનેક પ્રકારના કારોબારમાં છે. હવે અદાણી ગ્રુપ પેટ્રોકેમિકલ કારોબારમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝેઝ એ આ જાહેરાત કરી છે તેણે 30 જુલાઇના એક સંપૂર્ણ ઑનરશિપ ધરાવતી કંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL)ની સ્થાપના કરી છે. આ કંપની રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ ગુજરાતમાં રજિસ્ટર્ડ કરવામાં આવી છે.

રિલાયન્સનું એકાધિકાર
ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોકેમિકલ કારોબારમાં હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નું પ્રભુત્વ છે. જૂનમાં થનારી રરિલાયન્સની વાર્ષિક સભામાં મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી કે કંપની આગામી ત્રણ વર્ષમાં આ કારોબારમાં 75 હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. કંપનીએ ગુજરાતના જામનગરમાં 5,000 એકરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કૉમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કર્યું છે.

02 August, 2021 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ડાયરેક્ટ ટૅક્સીસની વસૂલાત ૭૪ ટકા વધી ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ

નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત ૭૪.૪ ટકા વધીને ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ છે.

25 September, 2021 05:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અર્થતંત્ર પુનરુત્થાનના માર્ગે આગળ વધી રહ્યું છે: નિર્મલા સીતારમણ

જીએસટીનું કલેક્શન દર મહિને સરેરાશ ૧.૧૧ લાખ કરોડ અને ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં છે

25 September, 2021 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પીપીઈ કિટના કચરામાંથી મોલ્ડેડ પ્લાસ્ટિકની ઉપયોગી વસ્તુઓ બનાવવાનો સફળ પ્રયોગ

સીએસઆઇઆરે નિવેદનમાં જણાવ્યા મુજબ આ પ્રાયોગિક પ્રયોગ હવે દેશભરમાં મૂકી શકાય એવો છે

25 September, 2021 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK