° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં વધારાની હૅટટ્રિક કરી છતાં બજારમાં સુધારાનો આંતરપ્રવાહ અકબંધ

06 August, 2022 10:42 AM IST | Mumbai
Anil Patel

રેપોરેટમાં અડધા ટકાના મોટા વધારાની ઑટોમાં માઠી અસર જોવા મળી, રિયલ્ટી તેમ જ બૅન્કિંગ ધીમા સુધારામાં

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર

પેટીએમ અને નાયકા પરિણામ પૂર્વે માયૂસીમાં, ભારત ઇલેક્ટ્રૉનિક્સ તરફથી શૅરદીઠ બે બોનસ છતાં શૅર માઇનસ : અદાણી ગ્રુપના મોટા ભાગના શૅર નોંધપાત્ર ઘટ્યા, રિલાયન્સ દોઢ ટકો બગડી બજારને વધુ નડ્યો : રેપોરેટમાં અડધા ટકાના મોટા વધારાની ઑટોમાં માઠી અસર જોવા મળી, રિયલ્ટી તેમ જ બૅન્કિંગ ધીમા સુધારામાં : ટાઇટનનો ત્રિમાસિક નફો ૧૩ ગણો થવા છતાં શૅર અડધો ટકો પણ ન વધ્યો : સુબેક્સ સતત તેજીની સર્કિટમાં, બાલક્રિશ્ન ઇન્ડસ્ટ્રીઝ માર્જિન ઘટતાં ખરડાયો : બજારની માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ બની

રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં વધારાની હૅટટ્રિક સાથે રેપોરેટ અડધો ટકો વધારી નાખ્યો છે. બહુમતીની ધારણા ૦.૩૫થી ૦.૪૦ ટકા સુધીના વધારાની હતી. એશિયન બજારોમાં સુધારો આગળ વધ્યો છે. શુક્રવારે તાઇવાન સવાબે ટકા અને ચાઇનીઝ માર્કેટ સવા ટકો, તો જૅપનીઝ નિક્કી પોણા ટકાથી વધુ પ્લસ હતા. અન્યત્ર સાધારણ સુધારો નોંધાયો હતો. યુરોપ રનિંગમાં નહીંવત્‍થી માંડીને અડધો ટકો સુધી ઢીલું હતું. બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૯૩ ડૉલરનો નાયમેક્સ ક્રૂડ ૮૮ ડૉલર થઈ ગયું છે. ઝ‌િન્ક વાયદો સવાપાંચ ટકાની તેજીમાં જોવા મળ્યો છે. ઍલ્યુમિનિયમ એક ટકો તો ટિન સવા ટકો અપ હતું. કૉપરમાં પોણા ટકાનો સુધારો દેખાયો છે. ઘરઆંગણે શૅરબજાર સવાસો પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલી ૮૯ પૉઇન્ટ વધીને ૫૮૩૮૮ બંધ થયું છે. નિફ્ટી ૧૫ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૧૭૩૯૭ હતો. બજારમાં વધ-ઘટની રેન્જ પ્રમાણમાં ઘટીને સાંકડી, ૪૦૦ પૉઇન્ટ જેવી રહી છે. માર્કેટ બહુધા પૉઝિટિવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં સાડાત્રણસો પૉઇન્ટ વધીને ૫૮૬૪૯ને વટાવી ગયો હતો. બજારનાં સેક્ટોરલ મિશ્ર વલણમાં હતાં. તાજેતરની નબળાઈ બાદ ટેલિકૉમ ઇન્ડેક્સ સર્વાધિક ૧.૩ ટકા સુધર્યો છે. આઇટી તથા ટેક્નૉલૉજી પોણો ટકો મજબૂત હતા. સામે યુટિલિટીઝ બેન્ચમાર્ક ૧.૯ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૬ ટકા અને ઑટો ઇન્ડેક્સ એક ટકાથી વધુ કટ થયા છે. માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈમાં ૧૦૭૪ શૅર પ્લસ તો ૮૬૫ કાઉન્ટર માઇનસ થયાં છે.

આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ અને નિફ્ટી ૧.૪ ટકા જેવા પ્લસ થયા છે. સપ્તાહિક ધોરણે આ સળંગ ત્રીજો સુધારો છે. આઇટી તથા ટેક્નૉલૉજી બેન્ચમાર્ક સપ્તાહમાં સર્વાધિક ત્રણ-ત્રણ ટકા કરતાં વધુ ઝળક્યા છે. રિયલ્ટી બેન્ચમાર્ક સામે ૨.૯ ટકા તરડાયો છે. વીકલી ધોરણે મહિન્દ્ર, સિપ્લા, અદાણી પોર્ટ્સ પોણાછ ટકાથી માંડીને સવાછ ટકા ઝળક્યા છે. રિલાયન્સ એક ટકો, ટીસીએસ બે ટકા અને ઇન્ફોસિસ સવાચાર ટકા અપ થયા છે. સામે બ્રિટાનિયા સાડાપાંચ ટકા, સનફાર્મા અને તાતા કન્ઝ્‍યુમર ત્રણ-સવાત્રણ ટકા કટ થયા છે.

અલ્ટ્રાટેક ૧૮૮ રૂપિયાની તેજીમાં ટૉપ ગેઇનર, શ્રી સિમેન્ટ ૫૩૭ ઊછળ્યો

સેન્સેક્સના ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર શુક્રવારે વધ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ્સ ઉપરમાં ૬૭૯૬ વટાવી ૨.૯ ટકા કે ૧૮૮ રૂપિયાના જમ્પમાં ૬૭૮૧ નજીક બંધ આપી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર હતો. આ ઉપરાંત શ્રી સિમેન્ટ ૨.૬ ટકા કે ૫૩૭ રૂપિયાની મજબૂતીમાં ૨૧૨૨૫ બંધ આપીને નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. અત્રે અલ્ટ્રાટેક ૨.૪ ટકા વધી ૬૭૪૯ હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક, યુપીએલ, ભારતી ઍરટેલ, પાવરગ્ર‌િડ, ઇન્ફી, વિપ્રો ગ્રાસ‌િમ, ઍક્સિસ બૅન્ક જેવી જાતો એકથી બે ટકા વધી છે. બ્રિટાનિયા પરિણામની પાછળ સવાબે ટકા બગડીને ૩૬૮૯, તો મહિન્દ્ર બે ટકા ગગડીને ૧૨૩૬ના બંધમાં અનુક્રમે નિફ્ટી અને સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતા. હિન્દાલ્કો સવાબે ટકા, આઇશર બે ટકા, મારુતિ દોઢ ટકો, હીરો મોટોકૉર્પ સવા ટકો, સિપ્લા તથા ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકો ડાઉન હતા. માર્કેટ લીડર રિલાયન્સ દોઢેક ટકો દંડાઈને ૨૫૩૪નો બંધ આપી બજારને સૌથી વધુ ૧૧૪ પૉઇન્ટ નડ્યો છે. સામે આઇસીઆઇસીઆઇ બૅન્ક સવાબે ટકા ઊંચકાઈ ૮૩૮નો બંધ આપી સેન્સેક્સને ૧૧૪ પૉઇન્ટ ફળ્યો હતો, તુલાની ખાધ મેષથી ભરપાઈ થઈ ગઈ હતી.

સોમવારે સિમેન્ટ સેક્ટર લાઇમલાઇટમાં હતું. અહીં ૩૧ શૅર પ્લસ તો ૯ શૅર નરમ હતા. સાગર સિમેન્ટ ૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૦૩ વટાવી સાડાસાત ટકાના ઉછાળે ૧૮૭ થયો છે. ભીમા સિમેન્ટ પાંચ ટકા, પ્રીઝમ જૉન્સન સાડાત્રણ ટકા, દાલમિયા ભારત અને જેકે સિમેન્ટ સવાત્રણ ટકા, મંગલમ સિમેન્ટ પોણાત્રણ ટકા, રામકો સિમેન્ટ ૨.૭ ટકા, ડેક્કન સિમેન્ટ અઢી ટકા, ગુજરાત સિદ્ધ‌િ બે ટકા વધ્યા છે. બિરલા કૉર્પ, ગ્રાસ‌િમ, એસીસી સવા-દોઢ ટકો અપ હતા. અંબુજા સાધારણ સુધારે ૩૮૨ હતો.

અદાણી એન્ટર અને અદાણી ટ્રાન્સમિશન નવી ટોચથી ઘટ્યા

અદાણી એન્ટરપ્રાઇઝિસે ૭૩ ટકાના વધારામાં ૪૬૯ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઇન્ટ્રા-ડેમાં ૨૭૬૮ની નવી વિક્રમી સપાટી બનાવી એક ટકો ઘટીને ૨૬૯૭ બંધ થયો છે. અદાણી ટ્રાન્સમિશન પણ ૩૫૫૦ની સર્વોચ્ચ સપાટી દેખાડી ૬.૪ ટકા કે ૨૨૫ રૂપિયા ગગડી ૩૩૦૦ની નીચે ગયો છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર સાડાચાર ટકા, અદાણી ગ્રીન ચાર ટકા અને અદાણી વિલ્મર ત્રણેક ટકા ડાઉન હતા. અદાણી પોર્ટ્સ અને અદાણી ટોટલ સાધારણ સુધર્યા છે. અદાણીના શૅરોનો યુટિ‌લિટીઝ તથા પાવર ઇન્ડેક્સને મોટો ભાર લાગ્યો હતો. આ બેન્ચમાર્ક દોઢ-પોણાબે ટકા તૂટ્યા એમાં અદાણીનો સિંહફાળો હતો. આ સિવાય અહીં ગેઇલ સવાપાંચ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા સવા ટકો નરમ હતા. પાવર ઇન્ડેક્સ ૧૧માંથી ૮ શૅર વધવા છતાં અદાણીના ત્રણ શૅરની ખરાબીના લીધે દોઢ ટકો કટ થયો છે. સિમેન્ટ,ટૉરન્ટ પાવર, તાતા પાવર દોઢ-બે ટકા વધ્યા છે. એનર્જી ઇન્ડેક્સ ૨૬માંથી ૧૧ શૅરની પીછેહઠ વચ્ચે જૈસે-થે રહ્યો છે. ઑઇલ ઇન્ડિયા પોણાછ ટકા, ઇન્ડિયન ઑઇલ ૨.૬ ટકા, હિન્દુ. પેટ્રો ૨.૪ ટકા, કૅસ્ટ્રોલ ૧.૪ ટકા પ્લસ હતા. જીએમડીસી પોણાચાર ટકા ઘટ્યો છે. મેટલ બેન્ચમાર્ક સાધારણ ઢીલો હતો. પરંતુ જિન્દલ સ્ટીલ અઢી ટકા અને વેદાન્તા સવા ટકો પ્લસ હતા. હિન્દાલ્કો સાડાત્રણ ટકા તૂટ્યો છે. તાતા સ્ટીલ સામાન્ય ઘટાડે ૧૦૭ હતો.

ખાનગી અને સરકારી બૅન્ક નિફ્ટીમાં સામસામા રાહ, મણપ્પુરમ મજબૂત

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સુધારામાં ૦.૪ ટકા કે ૧૬૫ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૪ ટકા નરમ તો પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી આટલો જ સુધરીને બંધ રહ્યો છે. ખાનગી ક્ષેત્રની ૨૪માંથી ૧૪ જાતો પ્લસ હતી, જ્યારે પીએસયુ ક્ષેત્રની ડઝન બૅન્કોમાંથી ૭ ઘટીને બંધ રહી છે. એયુબૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કર્ણાટકા બૅન્ક કરુર વૈશ્ય બૅન્ક એકથી સવાબે ટકા વધ્યા છે. કોટક બૅન્ક, યસ બૅન્ક, એચડીએફસી બૅન્ક નહીંવત્ અને ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકો નરમ હતા. પરિણામની પૂર્વસંધ્યાએ સ્ટેટ બૅન્ક અડધો ટકો જેવી ઘટી છે. સૂર્યોદય સ્મૉલ બૅન્ક બે ટકા તો

યુકો બૅન્ક ૨.૪ ટકા માઇનસ હતા.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૮માંથી ૬૬ શૅરના સથવારે સાધારણ સુધર્યા છે. મણપ્પુરમ સાડાછ ટકાની તેજીમાં ૧૦૮ થયો છે. શ્રેઇ ઇન્ફ્રા અને રિલાયન્સ કૅપિટલમાં પાંચ ટકાની એક વધુ ઉપલી સર્કિટ લાગી છે. મહારાષ્ટ્ર સ્કૂટર્સ ૪.૮ ટકા, મુથૂત ફાઇ ચારેક ટકા તો માસ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા વધ્યા હતા. એલઆઇસી બે ટકા ઊંચકાઈને ૬૮૭ થયો છે. એની સબસિડિયરી એલઆઇસી હાઉસિંગ સારા પરિણામમાં ૩૯૦ વટાવીને પોણાબે ટકા વધી ૩૭૯ હતી. રેટ સેન્સિટિવ સેગમેન્ટમાં રિયલ્ટી બેન્ચમાર્ક નહીંત્ પ્લસ તો કન્ઝ્યુ. ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ નજીવો નરમ હતા. કન્ઝ્‍યુમર ડિસ્કશનરી ગુડ્સ બેન્ચમાર્ક ૨૫૬માંથી ૧૨૩ શૅરના ઘટાડે અડધો ટકો નરમ પડ્યો છે. ફીલા ટેક્સ ઇન્ડિયા ૧૦.૧ ટકાના જમ્પમાં ૧૧૨ વટાવી ગયો છે. ટાઇટનનો નફો લોઅર બેઝ ઇફેક્ટને લઈને મલ્ટિયર ટાઇમ વધ્યો છે. શૅર સાધારણ સુધરી ૨૪૩૨ હતો. બાલક્રિશ્ના ઇન્ડ.માં માર્જિન ભીંસમાં રહેતાં શૅર પોણાસાત ટકા કે ૧૫૬ રૂપિયાની ખરાબીમાં ૨૧૬૩ થયો છે. લેમન ટ્રી, ઑટો એક્સસેલ, કોલતે પાટીલ, રાણે હોલ્ડિંગ્સ, સેફાયર ફૂડ્સ, જીએનએ છથી સવાછ ટકા મજબૂત હતા.

સુબેક્સમાં તેજીની સર્કિટની હૅટટ્રિક ઃ તાતા ઍલેક્સી ઑલટાઇમ હાઈ થયો

રિલાયન્સ જિયો સાથે પાર્ટનરશ‌િપની જાહેરાતમાં સુબેક્સ બે દિવસ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ બાદ ગઈ કાલે ૧૦ ટકાની નવી તેજીની સર્કિટમાં ૪૪ બંધ થયો છે. કામકાજ અઢી ગણાં હતાં. તાતા ઍલેક્સી ૯૪૨૦ની સર્વોચ્ચ સપાટી બનાવી ચાર ટકા ઊછળી ૯૩૧૨ થયો છે. બ્રાઇટકૉમ પાંચ ટકાની એક વધુ મંદીની સર્કિટે ૪૦ હતો. ૬૩ મૂન્સ સાડાચાર ટકા ગગડી ૧૮૮ તો એપટેક સાડાત્રણ ટકા તૂટી ૨૪૪ હતા. ઇન્ફી એક ટકો, વિપ્રો એક ટકો, ટીસીએસ સાધારણ સુધર્યો છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સ દ્વારા એક શૅરદીઠ બેનું ઉદાર બોનસ જાહેર થયું છે. જોકે શૅર ૨.૯ ટકા ગગડીને ૨૭૬ નજીક બંધ થયો છે. ઝોમૅટો સાડાપાંચ ટકા તૂટીને ૫૪ ઉપર રહ્યો છે. પેટીએમનાં પરિણામ બજાર બંધ થયા પછી હતાં. શૅર સવાત્રણ ટકા ખરડાઈને ૭૮૩ થયો છે. નાયકા પણ પરિણામ પૂર્વે બે ટકાના ઘટાડામાં ૧૪૧૨ રહ્યો છે. પૉલિસી બાઝાર પોણાચાર ટકા ઊંચકાઈને ૫૭૦ હતો.

ઑટો ઇન્ડેક્સ ૩૩૨ પૉઇન્ટ કે એક ટકાથી વધુ ડાઉન થયો છે. અહીં બૉશ, હીરો મોટોકૉર્પ, મારુતિ સુઝુકી, આઇશર, મહિન્દ્ર એકથી બે ટકા, તાતા મોટર્સ પોણો ટકો માઇનસ હતા. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ વધુ પોણાચાર ટકા ઊંચકાઈને ૨૩૦૧ થયો છે. ટીવીએસ મોટર્સ દોઢ ટકો વધ્યો છે. બજાજ ઑટો ફ્લૅટ હતો. એમટીએનએલ, તાતા કમ્યુ, વિંધ્ય ટેલિ, તાતા ટેલિ, રાઉટ મોબાઇલ બેથી સાડાપાંચ ટકા અને ભારતી ઍરટેલ ૧.૪ ટકા વધ્યા. ટેલિકૉમ બેન્ચમાર્ક ૧.૩ ટકા રણક્યો છે. 

06 August, 2022 10:42 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

વૈશ્વિક બજારોમાં તેજીને પગલે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 500 પોઈન્ટ અપ

પ્રી-ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30માંથી 29 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા

11 August, 2022 06:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડિજિટલ ધિરાણ માટે કડક ધોરણો જારી કરતી રિઝર્વ બૅન્ક

ડિજિટલમાં લોન સીધી જ લોન લેનારના ખાતામાં જમા કરવી પડશે

11 August, 2022 05:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમની કામગીરીના આકલન વખતે કઈ ભૂલ કરવી નહીં?

મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમના વળતરની તુલના કોઈક બેન્ચમાર્ક સાથે કરવામાં આવતી હોય છે

11 August, 2022 05:42 IST | Mumbai | Amit Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK