° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


લૉકડાઉનને કારણે તુવેરદાળની માગ ઘટતાં ભાવમાં નરમાઈ

07 May, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જૂન મહિનામાં તુવેરની ૭૦થી ૭૫ હજાર ટનની આયાતનો અંદાજ

તુવેરદાળ

તુવેરદાળ

દેશમાં લૉકડાઉનની અસરે તુવેરદાળની માગમાં મોટો ઘટાડો થયો હોવાથી ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે હજી તુવેરની આયાતનો ક્વોટા ફાળવવાનો બાકી હોવાથી અને પાક પણ ઓછો હોવા છતાં ભાવ ઘટી રહ્યા છે.

દેશમાં કોરોનાને કારણે હાલમાં મોટા ભાગની મંડી બંધ છે અને પ્રોસેસિંગ મિલો પણ બંધ હોવાથી હાલના તબક્કે વેપાર મંદ પડ્યા છે. મુંબઈમાં લેમન તુવેરના ભાવ ક્વિન્ટલે ૫૦૦ રૂપિયા ઘટીને ૬૫૦૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યાં છે, જ્યારે અરુષા ક્વૉલિટીની તુવેરમાં ભાવ ઘટીને ૬૧૫૦થી ૬૨૦૦ રૂપિયા ચાલી રહ્યા છે.

બજારનાં સૂત્રો કહે છે કે કોરોનાને કારણે માગ ન હોવાથી ભાવ ઘટ્યા છે, પરંતુ જો કોરોનાની સ્થિતિ હળવી થશે. ત્યાર બાદ બજાર સુધરી શકે છે. હાલમાં આયાતી માલનું પ્રેશર આવે એવી પણ સંભાવના છે. જૂન મહિનામાં દેશમાં સુદાનથી ૩૦થી ૪૦ હજાર ટન અને આફ્રિકાથી જૂની તુવેર ૨૦થી ૨૫ હજાર ટન આવે એવી સંભાવના છે. કેન્દ્ર સરકારે કુલ ચાર લાખ ટન આયાત ક્વોટા ફાળવ્યો છે, જ્યારે બે લાખ ટન સરકાર આયાત કરશે. આ આયાત ક્વોટાની જેમ-જેમ ફાળવણી થશે એમ આયાતી માલ આવશે.

બર્મામાં હાલમાં ૨.૫૦ લાખ ટન તુવેરનો સ્ટૉક પડ્યો છે, જેમાંથી ૫૦ હજાર ટન જૂનો અને બે લાખ ટન નવી તુવેર છે.

07 May, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

પ્રોવિઝનલ અટૅચમેન્ટની કાયદાકીય જોગવાઈનો વ્યાપ અમર્યાદપણે વધારતા સુધારાની ભીતરમાં

પાછલા લેખમાં આપણે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૮૩ હેઠળ કમિશનરને ઉપલબ્ધ પ્રોવિઝનલ અટૅચમેન્ટની સત્તા તથા એના દુરુપયોગ સામે કરદાતાઓને રક્ષણ પૂરું પાડતા વિવિધ હાઈ કોર્ટના ચુકાદાઓ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી

18 June, 2021 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અર્થતંત્રને ફરી ચેતનવંતું બનાવવા માટે ત્રણ લાખ કરોડના પૅકેજની જરૂર : CII

સરકારે દેશના અર્થતંત્રમાં પ્રાણ પૂરવા માટે ત્રણ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પૅકેજ જાહેર કરવું જોઈએ, એવો મત ઔદ્યોગિક સંસ્થા કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ વ્યક્ત કર્યો છે.

18 June, 2021 12:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુઝ શૉર્ટમાં: કમિશન પાછું આપશે એચડીએફસી બૅન્ક, વાંચો બીજા સમાચાર

ઑટો લોનની સાથે જીપીએસ ડિવાઇસ આપવાની ગેરરીતિના કેસમાં એચડીએફસી બૅન્કે ગ્રાહકોને જીપીએસ ડિવાઇસનું કમિશન પાછું આપવાની જાહેરાત કરી છે

18 June, 2021 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK