Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતમાં કોરોનાના કેસ ઘટતાં સોના-ચાંદીની ડિમાન્ડ વધવાની શક્યતાએ ભાવ સુધર્યા

ભારતમાં કોરોનાના કેસ ઘટતાં સોના-ચાંદીની ડિમાન્ડ વધવાની શક્યતાએ ભાવ સુધર્યા

23 June, 2021 02:39 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ફેડ ચૅરમૅનના વક્તવ્યમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાનો સંકેત મળવાની ધારણાએ સોનામાં વેચવાલીથી ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફેડ ચૅરમૅન જેરોમ પોવેલના કૉન્ગ્રેસ સમક્ષના વક્તવ્યમાં ઇન્ટરેસ્ટ રેટમાં પહેલો વધારો ક્યારે કરવામાં આવશે એ વિશે સંકેત મળવાની ધારણાએ સોનામાં વેચવાલી વધી હતી અને ભાવ તૂટીને સાત સપ્તાહના તળિયે પહોંચ્યા હતા, પણ મુંબઈમાં સોના-ચાંદીના ભાવ સુધર્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૭૬ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો



ફેડ ચૅરમૅન જેરોમ પોવેલ કૉન્ગ્રેસ સમક્ષ વક્તવ્ય આપવાના છે એ અગાઉ ઇન્વેસ્ટરોએ સોનું વેચતાં વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ સાત સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટમાં પહેલો વધારો ક્યારે આવશે એ અંગેનો સંકેત જેરોમ પોવેલના વક્તવ્યમાંથી મળશે એવી ધારણા વર્લ્ડના ઇકૉનૉમિસ્ટો રાખી રહ્યા છે. આ ઉપરાંત યુરોપના અનેક દેશોમાં વૅક્સિનેશન ૪૦થી ૪૫ ટકા પબ્લિકને થઈ જતાં માસ્કપહેરવા જેવાં નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરવામાં આવી હતી એની અસરે સ્ટૉક માર્કેટ સુધરતાં ઇન્વેસ્ટરો સોનું વેચીને સ્ટૉક ખરીદવા દોડ્યા હતા. સોનું તૂટતાં ચાંદીના ભાવ પણ ઘટીને નવ સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. પ્લૅટિનમ અને પેલેડિયમ સુધર્યાં હતાં.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બ્રિટનના ફૅકટરી ઑર્ડરના ઇન્ડેક્સમાં મે મહિનામાં બે પૉઇન્ટનો વધારો થઈ ૧૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સતત બીજે મહિને ઑલટાઇમ હાઈ એટલે કે ૩૩ વર્ષની ઊંચાઈએ રહ્યો હતો. માર્કેટની ધારણા ૧૮ પૉઇન્ટ કરતાં પણ આ ઇન્ડેક્સ વધુ વધ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગ ચાલુ સપ્તાહે યોજવાની છે. બ્રિટિશ સહિત વર્લ્ડના મોટા ભાગના ઍનૅલિસ્ટો માની રહ્યા છે કે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઇન્ટરેસ્ટ રેટનો વધારો ધારણાથી વહેલો જાહેર કરશે, કારણ કે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના મોટા ભાગના મેમ્બર્સ છેલ્લા ત્રણ મહિનાથી પ્રાઇવેટલી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની હિમાયત કરતા આવ્યા છે. ક્રિપ્ટો કરન્સી બીટકૉઇનના ભાવ હવે ઝડપથી ગગડી રહ્યા છે. દરરોજ સવાર પડે અને બીટકૉઇનના ભાવમાં નવો કડકો જોવા મળી રહ્યો છે. બીટકૉઇનના ભાવ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ટકાથી વધુ તૂટીને ૩૨,૦૦૦ ડૉલરે પહોંચ્યા હતા. ચાઇનીઝ ઑથોરિટી બીટકૉઇનના ટ્રેડ પર પ્રતિબંધ મૂકવા કૃતનિશ્ચિયી હોવાથી બીટકૉઇનનો ટ્રેડ સમગ્ર વિશ્વમાં આજે નહીં તો કાલે કડડભૂસ થશે એ નક્કી મનાય છે. ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ હવે સોનું ઘટવાના સંકેત આપે છે.


શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની મોસમ પૂરબહારમાં ખૂલી છે. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની પહેલ કરતાં હવે એની રાહે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવા ઉતાવળિયું બન્યું હોવાના સંકેત મળી રહ્યા છે. બ્રિટન યુરોપિયન યુનિયનથી છૂટું પડ્યા બાદ હવે ઇકૉનૉમિક ગ્રોથ ઝડપી બનાવવાની પ્રાથમિકતા બ્રિટનની રહેશે આથી ઇન્ટરેસ્ટ રેટમાં ઝડપથી વધારો કરવાનું બોલ્ડ સ્ટેપ આવી શકે છે. ફેડ ચૅરમૅન જેરોમ પોવેલ કૉન્ગ્રેસ સમક્ષ વક્તવ્ય આપવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ઇન્ટરેસ્ટ રેટ વધારાની ટાઇમલાઇનનો સંકેત મળવા તરફ છે. ફેડે ૨૦૨૩ના અંત પહેલાં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી છે, પણ ઇન્ટરેસ્ટ રેટનો પહેલો વધારો ક્યારે આવશે એ વિશે માર્કેટમાં સસ્પેન્સ દરરોજ વધી રહ્યું છે. ફેડના કેટલાક ઑફિસર્સ ૨૦૨૨ના આરંભે ઇન્ટરેસ્ટ રેટનો પહેલો વધારો આવવાનો સંકેત આપી રહ્યા છે.

જો આવું થશે તો સોનામાં વહેલો ઘટાડો આવશે. સોનાના કેટલાક ઍનૅલિસ્ટો કહી રહ્યા છે કે ફેડની જાહેરાત બાદ સોનામાં વધુ પડતાં ભાવ ઘટી ગયા હોવાથી આગામી એક સપ્તાહમાં સોનાના ભાવમાં સુધારો જોવા મળશે. સોનું વધીને ૧૮૦૦થી ૧૮૨૦ ડૉલર થઈ શકે છે. વર્લ્ડમાં અમેરિકા, ભારત, યુરોપિયન દેશોમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા હોવાથી કુલ નવા કેસ ત્રણ લાખથી નીચે આવી રહ્યા છે, પણ રશિયામાં છેલ્લા એક અઠવાડિયામાં ૨૯ ટકા, બ્રિટનમાં ૩૧ ટકા, સાઉથ આફ્રિકામાં ૫૧ ટકા અને બંગલા

દેશમાં ૫૫ ટકા કેસ વધ્યા છે આથી કોરોનાની ચિંતા હજી મોજૂદ છે. કોરોનાનું સંક્રમણ જ્યાં સુધી સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય ત્યાં સુધી સોનામાં મોટી મંદી શક્ય નથી.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 02:39 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK