° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:08 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બિટકૉઇનમાં ૬૧,૭૦૦ ડૉલરના નવા ઊંચા ભાવ જોવાયા છે. સંસ્થાકીય રોકાણકારોને અત્યાર સુધી સોનું ફુગાવા સામે રક્ષણ માટે બેસ્ટ લાગતું હતું, પણ હવે નવી આધુનિક આર્થિક વિચારધારામાં બિટકૉઇન ઇન્ફ્લેશન હેજ દેખાય છે. તાજેતરમાં ફેડ ચૅરમૅન પોવેલે કહ્યું છે કે વધતા જતા બૉન્ડ યીલ્ડને ફુગાવો વધવાનો સંકેત માનવું હજી ઉતાવળિયું ગણાશે. વ્યાજદરોને ૨૦૨૩ સુધી શૂન્ય સ્તરે રાખવા તેમ જ ફેડ દ્વારા માસિક ૧૨૦ અબજ ડૉલર બૉન્ડ ખરીદી પણ ચાલુ રાખવા વિશે પોવેલ વારંવાર હૈયાધારણ આપી રહ્યા છે. જોકે બજાર માને છે કે ફુગાવો ધારણાં કરતાં વહેલો આવશે. ૨૦૨૪માં ફેડને કમસે કસ પાંચ વાર વ્યાજદરમાં વધારો કરવો પડે એવી સ્થિતિ હશે. આજના ફિનટેકના જમાનામાં જ્યારે મિની સેકન્ડ પણ લૉન્ગ ટર્મ ગણાતી હોય અને ઇક્વિટી વૅલ્યુએશન મૉડલ્સ રિયલ ટાઇમ બની રહ્યા હોય એવા સંજોગોમાં ત્રણ-ચાર વર્ષનું લાંબા ગાળાનું વિચારવું બેવજૂદ છે. બજારની નજર હવે મંગળવારની ફેડ મીટિંગ પર છે. ટેક્નૉલૉજી શૅરોમાં નૅસ્ડૅકમાં ૧૧ ટકાના કરેક્શન પછી બજારમાં રહેલો મેનિયા થોડો ઘટ્યો છે. હવે વૅલ્યુ સ્ટૉક તરફ ફંડ મૅનેજરોની નજર ગઈ લાગે છે. ડાઉ જોન્સમાં તેજીના નવા કીર્તિમાન બનતા રહ્યા છે. ડૉલર ઇન્ડેક્સની અફરાતફરી વિચિત્ર છે.

એશિયામાં ચાઇનામાં નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસની પાંચ દિવસની બેઠક પૂરી થઈ એમાં નીતિવિષયક બદલાવના કેટલાક સંકેતો મળ્યા. ૨૦૧૪માં ચાઇનાએ પ્રદૂષણ ઘટાડવા ‘લેટ અસ મેક અવર સ્કાય બ્લુ અગેઇન’ સૂત્ર આપ્યું હતું. હવે ૨૦૨૧ની બેઠકમાં ‘લેટ અસ મેક ચાઇના બ્યુટિફુલ અગેઇન’ સૂત્ર આપ્યું છે. આ સૂત્રને પકડીને આગળ પર સસ્ટેનેબલ ફાઇનૅન્સ, ગ્રીન કૉમોડિટી, રિસ્પોન્સિબલ માઇનિંગ વગેરે પર વધુ જોર લાગાવાશે. ચાઇના ગ્રીન સ્ટીલ પર કામ કરી જ રહ્યું છે સાથોસાથ પૉલિસી મેકર્સે વિકાસ માટે દેવા પરનું અવલંબન ઘટાડીને મૂડીબજારોમાંથી ભંડોળ મેળવી વિકાસ કરવા પર ભાર મૂકવાનો અનુરોધ કર્યો છે. પ્રૉપર્ટી બજારોની સટ્ટાખોરીને અતિજોખમી કહી છે. નાણાનીતિ ટાઇટ કરવાનું કહ્યું છે. શૅરબજારોમાં સુધારા કરવા અને ટ્રેડિંગમાં ડેઇલી સર્કિટ મર્યાદા વધારવી એવા સુધારાની વાતો થઈ છે.

યુરોપની વાત કરીએ તો બજારો સુસ્ત છે. જોકે કોરોના ક્રાઇસિસ પછી જન્મદરમાં વૈશ્વિક સ્તરે ઘણા દેશોમાં બાળ જન્મદર ઘટ્યો છે. ફ્રાન્સમાં જન્મદર ૧૯૪૫ પછીની નીચી સપાટીએ છે. ચીન, તાઇવાન, અમેરિકામાં પણ લૉકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ, આર્થિક હાડમારીઓ જેવાં અનેક કારણસર બાળકોના જન્મદર ઘટ્યા છે. બેબી બૂમને બદલે બેબી બસ્ટની આ ઘટના લાંબા ગાળે મંદીજન્ય છે. અમેરિકાની વાત કરીએ તો ડેમોગ્રાફિક પ્રોફાઇલ પેન્શન જવાબદારીઓ વધારે એવો છે. ૨૦૩૦માં અમેરિકામાં બાળકો કરતાં વરિષ્ઠ નાગરિકો વધારે હશે.

રૂપિયાની વાત કરીએ તો તાજેતરમાં ૭૪.૧૭ થયા પછી રૂપિયો ફરી વધીને ૭૨.૭૮ બંધ રહ્યો હતો. શૅરબજારમાં ઊંચા મથાળે તેજીમાં રૂકાવટ આવી છે. કોરોના થોડો-થોડો માથું ઊંચકતાં અને અમુક વિસ્તારમાં આંશિક લૉકડાઉન આવતાં અને ફુગાવો પાંચ ટકાની સપાટી વટાવતાં ભારતીય શૅરબજારમાં નફારૂપી વેચવાલી છે. રૂપિયાની કામચલાઉ રેન્જ ૭૨.૪૮-૭૩.૮૭ ગણાય.

યુરોપમાં યુરો-પાઉન્ડ અને એશિયામાં યેન વધુ નરમ થયા છે. ડૉલેકસની રેન્જ ૯૦.૮૦-૯૨.૫૦, યુરોની રેન્જ ૧.૧૮૨૦-૧.૨૧૧૦ અને પાઉન્ડની રેન્જ ૧.૩૬૭૦-૧.૪૦૦ ગણાય. ઑલટરનેટિવ કરન્સી બિટકૉઇનની રેન્જ ૪૨,૦૦૦-૬૭,૦૦૦ દેખાય છે. આગળ ઉપર ડિજિટલ કૉઇનમાં ઘણી દિલધડક ઘટનાઓ બનવાની છે. હાલપૂરતું બજારોમાં સેક્ટર રોટેશન ચાલુ છે. ગ્રોથ સ્ટૉકથી બોર થયેલા રોકાણકારો વૅલ્યુ તરફ વળ્યા છે. અમેરિકામાં હવે વૅક્સિનેશને દોર પકડતાં અને કોરોના રાહત પૅકેજનાં નાણાં મળવા શરૂ થતાં લિક્વિડિટી વધશે. ઇકૉનૉમી ઘણી મજબૂત છે. બાઇડન કહે છે કે ઉનાળો આવતા સુધીમાં ઘણાખરા લોકોને વૅક્સિન અપાઈ જશે, પરિસ્થિતિ થાળે પડી જશે. ભારતમાં પણ વૅક્સિનેશન વેગ પકડી રહ્યું છે. કૉમોડિટી બજારોમાં કરેક્શન છે. ક્રૂડમાં પણ કરેક્શન છે, પણ એકંદરે તેજીનો ટ્રેન્ડ છે. સરકારો ફિસ્કલ ઇજિંગના મૂડમાં છે એ જોતાં રિકવરી જળવાઈ રહેશે.

15 March, 2021 10:08 AM IST | Mumbai | Biren Vakil

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:08 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:08 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:08 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK