Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોનાના નવા કેસ એકાએક ૨૩ ટકા વધતાં અને આઇએમએફનું ગ્રોથ પ્રોજેક્શન યથાવત્ રહેતાં સોનું સુધર્યું

કોરોનાના નવા કેસ એકાએક ૨૩ ટકા વધતાં અને આઇએમએફનું ગ્રોથ પ્રોજેક્શન યથાવત્ રહેતાં સોનું સુધર્યું

29 July, 2021 01:39 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ચાઇનીઝ ગવર્નમેન્ટનાં નિયંત્રણોથી શૅરો સતત ચોથા દિવસે ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં કોરોનાના નવા કેસ સોમવારે ૩૫,૮૧૬ હતા એ વધીને મંગળવારે ૬૧,૫૮૧ થયા હતા. આ ઉપરાંત ફ્રાન્સ, સ્પેન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પણ નવા કેસ વધતાં વર્લ્ડમાં નવા કેસમાં ૨૩ ટકાનો ઉછાળો આવ્યો હતો જેને કારણે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધર્યું હતું. ઉપરાંત આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ)એ વર્લ્ડના ગ્રોથનું પ્રોજેક્શન યથાવત્ રાખતાં ઇકૉનૉમિક રિકવરી ધીમી પડવાની ધારણાનો સોનાને સપોર્ટ મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૭ રૂપિયા વધ્યો હતો જેની સામે ચાંદી પ્રતિ કિલો ૬૦૨ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો



વર્લ્ડમાં અનેક દેશોમાં કોરોનાના કેસ મંગળવારે એકાએક વધતાં કુલ નવા કેસ ૨૩ ટકા વધ્યા હતા. આ ઉપરાંત ચાઇનીઝ સ્ટૉક માર્કેટ સતત ચોથા દિવસે ગગડતાં એની અસરે આગામી દિવસોમાં વિશ્વના અનેક દેશોનાં સ્ટૉક માર્કેટમાં મંદી થવાની ધારણાએ સોનામાં નવી ખરીદીનો સપોર્ટ મળ્યો હતો એની અસરે સોનામાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું મંગળવારે આખો દિવસ ૧૮૦૦ ડૉલરની સપાટીની અંદર રહ્યું હતું, એમાં સુધારો થતાં બુધવારે આખો દિવસ સોનાનો ભાવ ૧૮૦૦ ડૉલરની ઉપર રહ્યો હતો. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ સુધર્યાં હતાં. ચાંદી લાંબા સમયથી દબાયેલી હોવાથી એમાં અડધા ટકાનો સુધારો જોવા મળ્યો હતો.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

આઇએમએફએ વર્લ્ડનો ગ્રોથ રેટ ૨૦૨૧માં છ ટકા અને ૨૦૨૨માં ૪.૯ ટકા વધવાનું પ્રોજેક્શન મૂક્યું હતું, એપ્રિલમાં મૂકેલું ૨૦૨૧નું પ્રોજેક્શન જાળવી રાખ્યું હતું, જ્યારે ૨૦૨૨નું પ્રોજેક્શન ૪.૪ ટકાથી વધારીને ૪.૯ ટકા કર્યું હતું. ૨૦૨૦માં વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથ માઇનસ ૩.૨ ટકા હતો જેમાં ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ જોવા મળી રહી હોવાથી ગ્રોથ રેટ સતત વધી રહ્યો છે. ફ્રાન્સનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ જુલાઈમાં ઘટીને ૧૦૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૧૦૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૨ પૉઇન્ટની હતી. જર્મનીનો કન્ઝ્યુમર્સ કલાયમેન્ટ ઇન્ડેક્સ જુલાઈમાં માઇનસ ૦.૩ ટકા હતો જે માર્કેટની એક ટકાની ધારણા કરતાં ઓછો રહ્યો હતો છતાં પણ છેલ્લા એક વર્ષની ઊંચાઈએ હતો. અમેરિકામાં સિંગલ ફૅમિલી હાઉસના ભાવ મે મહિનામાં ૧.૭ ટકા વધ્યા હતા, જે એપ્રિલમાં ૧.૮ ટકા વધ્યા હતા. આઇએમએફએ ૨૦૨૧ના ઇકૉનૉમિક ગ્રોથ રેટનું પ્રોજેક્શન જાળવી રાખતાં ફેડ દ્વારા મૉનિટરી પૉલિસીનો ચેન્જ ઝડપથી નહીં થાય એના સંકેતો મળતાં સોનામાં ધીમો સુધારો જોવા મળ્યો હતો.


શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

આઇએમએફએ વર્લ્ડના ગ્રોથ રેટનું પ્રોજેક્શન ૨૦૨૧ માટે જાળવી રાખ્યું હતું જ્યારે ૨૦૨૨ માટે વધાર્યું હતું, પણ દરેક દેશનું પ્રોજેક્શન મૂક્યું એ સોનાની તેજી-મંદીનું ભાવિ નક્કી કરવા માટે અગત્યનું બની રહેશે. વર્લ્ડમાં સોનાના વપરાશમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતા ચીન અને ભારતના ઇકૉનૉમિક ગ્રોથ પ્રોજેક્શનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ભારતનું ગ્રોથ પ્રોજેક્શન ૨૦૨૧ માટે એપ્રિલમાં ૧૨.૫ ટકા મુકાયું હતું જે ઘટાડીને જુલાઈમાં ૯.૫ ટકા કરાયું છે, જ્યારે ૨૦૨૨ માટે ૨૦૨૧નું પ્રોજેક્શન ૬.૯ ટકાથી વધારીને ૮.૫ ટકા કરાયું છે, જ્યારે ચીનનું ૨૦૨૧નું પ્રોજેક્શન ૮.૪ ટકાથી ઘટાડીને ૮.૧ ટકા અને ૨૦૨૨નું પ્રોજેક્શન ૫.૬ ટકાથી વધારીને ૫.૭ ટકા કર્યું છે. અમેરિકાનું ૨૦૨૧નું પ્રોજેક્શન ૬.૪ ટકાથી વધારીને ૭ ટકા અને ૨૦૨૨નું પ્રોજેક્શન ૩.૫ ટકાથી વધારીને ૪.૯ ટકા કર્યું છે. યુરો એરિયાનું ૨૦૨૧નું પ્રોજેક્શન ૪.૪ ટકાથી વધારીને ૪.૬ ટકા અને ૨૦૨૨નું પ્રોજેક્શન ૩.૮ ટકાથી વધારીને ૪.૩ ટકા કર્યું છે. ભારત-ચીનનું ગ્રોથ પ્રોજેક્શન ઘટતાં સોનાની ફિઝિકલ ડિમાન્ડનું ભાવિ થોડું નબળું બન્યું છે, જ્યારે અમેરિકા અને યુરોપિયન દેશોનું ગ્રોથ પ્રોજેક્શન સુધરતાં ડૉલર સુધરશે જે સોનાની તેજી માટે નેગેટિવ બનશે. આમ, આઇએમએફનું પ્રોજેક્શન સોનાની લૉન્ગ ટર્મ તેજી માટે નબળું છે, પણ ૨૦૨૧માં વર્લ્ડનો ગ્રોથ યથાવત્ રહેવાના પ્રોજેક્શનથી સોનામાં શૉર્ટથી મિડિયમ ટર્મ તેજી યથાવત્ રહેશે. વર્લ્ડમાં કોરોનાના નવા કેસ મંગળવારે એકાએક વધીને ૫.૭૮ લાખે પહોંચ્યા હતા જે સોમવારે ૪.૪૭ લાખ જ હતા. અમેરિકા સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ એકાએક વધ્યા હતા જેમાં ફ્રાન્સ, સ્પેન, ઇટલી, જર્મની, ગ્રીસ, બ્રાઝિલ, આર્જેન્ટિના, કોલંબિયા, ટર્કી, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા અને જપાનનો સમાવેશ થયો છે. કોરોનાના કેસ વધતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ વધતાં તેજીનું શૉર્ટથી મિડિયમ ટર્મ પ્રોજેક્શન સુધર્યું હતું.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૭૬૧

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૫૭૦

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૩૮૬

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2021 01:39 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK