° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


નિફ્ટી ફ્યુચર : 14961 નીચે 14861 અને 14521 મહત્ત્વની સપાટીઓ

15 March, 2021 08:55 AM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર : 14961 નીચે 14861 અને 14521 મહત્ત્વની સપાટીઓ

બીએસઈ

બીએસઈ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૪,૯૨૭.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૯૮.૩૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૫,૦૫૧.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૮૬.૭૬ પૉઇન્ટના નેટ સુધારે ૫૦,૭૯૨.૦૮ બંધ રહ્યો. ઉપરમાં ૫૦,૯૩૦ ઉપર ૫૧,૩૨૫, ૫૧,૮૨૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦,૧૬૦ નીચે ૪૯,૪૪૦, ૪૮,૮૯૦ મહત્ત્વના સપોર્ટ ગણાય.

બજારમાં બેતરફી મોટી વધ-ઘટ જોવા મળે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫,૫૨૪નું ટૉપ બનેલ છે. આ ટૉપની સામે ૧૫,૩૭૫નું લોઅર ટૉપ બનતું જણાય છે. હવે જો બન્ને ટૉપ ન કુદાવે અને ૧૪,૮૬૧ અને ૧૪,૫૨૧ તૂટે તો ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થાય. હાલમાં ઉપર કે નીચે ગૅપથી ખૂલે તો શાંતિ રાખવી. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૫,૦૩૭.૪૪ છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.

રામકો સિમેન્ટ (૧૦૦૫.૬૦) ઃ ૧૦૪૩.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૦૯ ઉપર ૧૦૩૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૯૧ નીચે ૯૮૨ તૂટે તો ૯૭૩, ૯૫૬, ૯૩૮ સુધીની શક્યતા જોવા મળે.

મારીકો (૩૯૩.૯૦) ઃ ૪૩૩.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દશાર્વે છે. ઉપરમાં ૪૦૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૯૦ નીચે ૩૮૧, ૩૭૭ મહત્ત્વની સપાટી ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૫,૫૨૨.૧૦)ઃ ૩૭,૭૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. ઉપરમાં ૩૫,૭૪૨ ઉપર ૩૬,૧૧૫ કુદાવે તો ૩૬,૨૫૦, ૩૬,૫૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪,૬૬૦ નીચે ૩૪,૦૦૦ મહત્ત્વની સપાટી ગણાય.
નિફ્ટી ફ્યુચર (૧૫,૦૫૧.૪૦)

૧૫,૪૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫,૦૯૮ ઉપર ૧૫,૧૭૫, ૧૫,૨૪૦ કુદાવે તો ૧૫,૨૯૦, ૧૫,૩૭૫, પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪,૯૬૧ નીચે ૧૪,૮૬૧, ૧૪,૫૨૧ મહત્ત્વના સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

રિલાયન્સ (૨૧૩૭.૬૦)

૨૨૩૧.૯૦ના ટૉપથી પ્રત્યાઘાતી નરમાઈ દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૬૨ ઉપર ૨૧૮૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૧૨૩ તૂટે તો ૨૧૦૬, ૨૦૮૦, ૨૦૫૬ સુધીની શક્યતા જોવા મળે. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

પીઈએલ (૧૯૦૬.૩૦)

પીઈએલ (૧૯૦૬.૩૦) ૨૦૦૭.૭૦ના ટૉપથી પ્રત્યાઘાતી નરમાઈ દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૨૨ ઉપર ૧૯૬૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮૬૯ નીચે ૧૮૩૦, ૧૭૮૬, ૧૭૪૨ સુધીની શક્યતા જોવા મળે. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

15 March, 2021 08:55 AM IST | Mumbai | Ashok Trivedi

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:08 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:08 IST | Mumbai | Jitendra Sanghvi

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

બિટકૉઇન 61000ને પાર : ફેડની બેઠક પર મીટ

15 March, 2021 10:08 IST | Mumbai | Biren Vakil

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK