Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચરમાં 15700 અને 15594 મહત્વના સપોર્ટ લેવલ પુરવાર થઈ શકે છે

નિફ્ટી ફ્યુચરમાં 15700 અને 15594 મહત્વના સપોર્ટ લેવલ પુરવાર થઈ શકે છે

14 June, 2021 12:50 PM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૫૫૯૪.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૧૬.૪૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૫૮૧૭.૩૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૩૭૪.૭૧ પૉઇન્ટના નેટ સુધારે ૫૨૪૭૪.૭૬ બંધ રહ્યો.

બીએસઈ

બીએસઈ


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૫૫૯૪.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૧૬.૪૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૫૮૧૭.૩૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૩૭૪.૭૧ પૉઇન્ટના નેટ સુધારે ૫૨૪૭૪.૭૬ બંધ રહ્યો. ઉપરમાં ૫૨૬૪૨ ઉપર ૫૨૮૫૦, ૫૩૧૮૦, ૫૩૫૧૦ સુધીની શક્યતા. વધ-ઘટે ૫૫૫૫૦ સુધીની શક્યતા. નીચામાં ૫૨૧૬૦ નીચે ૫૧૮૬૦, ૫૧૮૦૦, ૫૧૭૧૭ સપોર્ટ ગણાય. 

બજાર ટેક્નિકલી હાઇલી ઓવરબોટ ઝોનમાં છે. જોખમી તબક્કામાં છે એમ કહી શકાય. અત્રે આપેલ સપોર્ટ લેવલ તૂટશે તો ટૂંકા ગાળા માટે નરમાઈ જોવાઈ શકે છે. ઘરમાં જેમ બે-ત્રણ જણ બધાથી વિરુદ્ધ આડા ચાલતા હોય તેમ શૅરબજારમાં પણ બજાર ઘટતું હોય ત્યારે કેટલાક શૅરો તેજીતરફી વલણ દર્શાવતા હોય છે. ઘટાડો આવે તો સારા શૅરો લેવાની તક મળશે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૫૬૨૦.૧૩ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.



રિલાયન્સ (૨૨૧૩.૧૫) ૧૮૯૯.૭૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૩૦ ઉપર ૨૨૪૨ કુદાવે તો ૨૨૬૦, ૨૨૯૪, ૨૩૩૦, ૨૩૬૨ મહત્ત્વની સપાટીઓ ગણાય. નીચામાં  ૨૧૮૦ નીચે ૨૧૫૦ સપોર્ટ ગણાય. 


ડીસીબી બૅન્ક (૧૧૧.૨૫) ૮૫.૫૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૩ ઉપર ૧૧૬, ૧૨૭ કુદાવે તો ૧૪૦, ૧૫૦ સુધીની શક્યતા,  નીચામાં  સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૫૧૬૯.૩૫) ૩૫૯૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫૪૭૫ ઉપર ૩૫૯૬૦ આખરી પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪૭૫૭ નીચે ૩૪૫૬૦, ૩૪૪૩૪, ૩૪૧૮૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૫૮૧૭.૩૦) 
૧૪૬૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૮૫૫ ઉપર ૧૫૮૭૦ મહત્ત્વની સપાટી ગણાય. જે કુદાવે તો ૧૫૯૧૦, ૧૫૯૫૦, ૧૬૦૪૦, ૧૬૧૩૦, ૧૬૨૧૦, ૧૬૩૦૦ સુધીની શક્યતા. ૧૫૮૭૦ પાસે કરેક્શન આવી શકે. નીચામાં ૧૫૭૦૦, ૧૫૫૯૪ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.


ભારત ઇલેક્ટ્રોનિક્સ (૧૫૪.૦૫)
૧૨૩.૬૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે, ઉપરમાં ૧૬૦, ૧૬૭, ૧૭૫, ૧૮૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૭ સપોર્ટ ગણાય. સાથે મન્થ્લી ચાર્ટ આપેલ છે. 

કોલ ઇન્ડિયા (૧૬૨.૬૫) 
૧૨૩.૬૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૫ ઉપર ૧૭૦, ૧૭૮, ૧૮૭, ૧૯૬, ૨૦૫ સુધીની શક્યતા. નીચામાં ૧૫૪ સપોર્ટ ગણાય. સાથે મન્થ્લી  ચાર્ટ આપેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 12:50 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK