Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સીસીઆઇ પાસે રૂનો માત્ર નવ લાખ ગાંસડીનો જ સ્ટૉક બચ્યો

સીસીઆઇ પાસે રૂનો માત્ર નવ લાખ ગાંસડીનો જ સ્ટૉક બચ્યો

03 August, 2021 03:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીસીઆઇએ દોઢ મહિનામાં ૨૫૦૦ રૂપિયા ભાવવધારો કર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં રૂના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે સરકારી એજન્સી કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (સીસીઆઇ) પાસે પણ રૂનો સ્ટૉક હવે તળિયે પહોંચી ગયો છે. સરકારી એજન્સીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે એજન્સી પાસે ઑક્ટોબર મહિનાથી નવી સીઝન શરૂ થાય એ પહેલાં હાલ માત્ર નવ લાખ ગાસંડીનો જ રૂનો સ્ટૉક પડ્યો છે. રૂની જબરદસ્ત માગને કારણે મોટો સ્ટૉક હોવા છતાં હવે તળિયું દેખાયું છે.

સીસીઆઇના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર પ્રદીપકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે સીસીઆઇ પાસે ચાલુ સીઝનની શરૂઆતમાં ૧૧૫ લાખ ગાંસડીનો ખૂલતો સ્ટૉક હતો અને ચાલુ સીઝનમાં કુલ ૯૨ લાખ ગાંસડીની ખરીદી કરી હતી, પરંતુ માગ મોટી રહેવાને કારણે સ્ટૉક હવે ઓછો છે.



તેમણે વધુમાં કહ્યુ કે વૈશ્વિક રૂના ભાવ અને એમસીએક્સમાં કૉટનના ભાવમાં છેલ્લા દોઢેક મહિનામાં ખાંડીએ અનુક્રમે ૭૫૦૦ રૂપિયા અને ૬૦૦૦ રૂપિયાનો વધારો થયો હોવા છતાં સીસીઆઇએ આ સમયગાળામાં અમુક વરાઇટીને બાદ કરતાં મોટા ભાગમાં ખાંડીએ ૨૨૦૦થી ૨૫૦૦ રૂપિયાનો વધારો કર્યો છે.


સીસીઆઇ પાસે પડેલા સ્ટૉકમાંથી ૪૦ ટકા જેટલું રૂ માત્ર છેલ્લા એક જ મહિનામાં દેશની ટેક્સટાઇલ્સ મિલોએ ખરીદી કર્યું છે. સીસીઆઇ દ્વારા બંગલા દેશ સાથે પણ નિકાસ કરવાના કરારો થયા હતા, પરંતુ એ હવે નવી સીઝનમાં જ રેગ્યુલર નિકાસની સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2021 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK