° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

ફેડ ચૅરમૅન જેરોમ પૉલની કમેન્ટ બાદ ડૉલર ઘટતાં સોનામાં મજબૂતી યથાવત

25 February, 2021 09:02 AM IST | Mumbai | Bullion Watch-Mayur Mehta

ફેડ ચૅરમૅન જેરોમ પૉલની કમેન્ટ બાદ ડૉલર ઘટતાં સોનામાં મજબૂતી યથાવત

ગોલ્ડ

ગોલ્ડ

ફેડ ચૅરમૅન જેરોમ પૉલે અમેરિકન ઇકૉનૉમીની રિકવરીમાં મૉનેટરી પૉલિસીનો સપોર્ટ જરૂરી હોવાની કમેન્ટ કરતાં અમેરિકી ડૉલર ઘટ્યો હતો અને સોનામાં મજબૂતી યથાવત્ રહી હતી, પણ ભારતીય માર્કેટમાં રૂપિયો મજબૂત થઈને એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં લોકલ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં. મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૯ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૦૪ રૂપિયા ઘટ્યો હતો.

વિદેશી પ્રવાહો

અમેરિકન ફેડ ચૅરમૅન જેરોમ પૉલે સૅનેટની બૅન્કિંગ કમિટી સમક્ષ રજૂ કરેલા સેમી એન્યુઅલ મૉનેટરી રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમેરિકન ઇકૉનૉમીની રિકવરી માટે ફેડનો સપોર્ટ મળવો આવશ્યક બન્યો છે. આ ટિપ્પણીનો સીધો અર્થ એ થઈ શકે છે કે ફેડ આગામી મહિનાઓમાં બૉન્ડ બાઈંગ વધારવાનો તથા ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેશે જેની સીધી અસરે ડૉલર વધુ ગગડશે અને સોનાની તેજીને સપોર્ટ મળશે. ફેડ ચૅરમૅનના નિવેદન બાદ સોનું વર્લ્ડ માર્કેટમાં સતત ત્રીજે દિવસે વધ્યું હતું. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનના ૧.૯ ડૉલરના રિલીફ પૅકેજની મંજૂરી હવે નજીક હોઈ તેની અસર પણ સોનાના ભાવ પર જોવા મળી રહી છે. જોકે ચાંદી વર્લ્ડ માર્કેટમાં પ્રત્યાઘાતી ઘટી હતી, પણ પ્લેટિનમ અને પેલેડિયમના ભાવ સુધર્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું, કારણ કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જૉન્સન દ્વારા અમલમાં આવેલા વૅક્સિનેશન પોગ્રામને સફળતા મળી છે તેમ જ યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ-ડીલની પ્રગતિથી બ્રિટિશ ઇકૉનૉમીને નવું જોમ મળવાની આશા છે. બ્રિટનના રિટેલ સેલ્સનો ગ્રોથ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં પાંચ પૉઇન્ટ સુધરીને માઇનસ ૪૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. યુરો એરિયાનો ઇન્ફ્લેશન રેટ જાન્યુઆરીમાં ૧૧ મહિનાની ઊંચી સપાટીએ ૦.૯ ટકા રહ્યો હતો. અમેરિકાના ટોચનાં ૨૦ શહેરોનો હોમ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૧૦.૧ ટકા વધ્યો હતો જે નવેમ્બરમાં ૯.૨ ટકા વધ્યો હતો, ડિસેમ્બરમાં હોમ-પ્રાઇસમાં થયેલો વધારો એપ્રિલ-૨૦૧૪ પછીનો સૌથી ઊંચો હતો. બ્રિટિશ પાઉન્ડની મજબૂતીથી ડૉલરનું મૂલ્ય ઘટ્યું હતું જે સોનાની તેજીને સપોર્ટ કરતું ડેવલપમેન્ટ બન્યું છે.

શોર્ટ ટર્મ-લોંગ ટર્મ

ફેડ ચૅરમૅન જેરોમ પૉલનું સ્ટેટમેન્ટ સોનાની માર્કેટની રહેલી અનિશ્ચિતતાને દૂર કરનારું સાબિત થયું છે. સોનાનું લોંગ ટર્મ ભાવિ અનિશ્ચિત હતું તેને નિશ્ચિત દિશા આપવામાં જેરોમ પૉલનું સ્ટેટમેન્ટ મહત્ત્વનું છે. અમેરિકન પ્રેસિડન્ટ બાઇડન કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ અને બજેટ ડેબ્ટને અવગણીને મોટા રિલીફ પૅકેજ આપવા તેમ જ ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે પણ મોટું ફન્ડ ફાળવવા મક્કમ છે જેને કારણે માર્કેટમાં ઇન્ફલેશન સતત વધતું રહેશે. ફેડ ચૅરમૅન જેરોમ પૉલે મૉનેટરી પૉલિસીનો સપોર્ટ ઇકૉનૉમિક રિકવરીને આપવાની ખાતરી આપી હોઈ આવનારા દિવસોમાં ડૉલરનું મૂલ્ય ઘટતું રહેશે જે નિશ્ચિત છે. આમ અમેરિકન ઇકૉનૉમિક પૉલિસી સોનાને લોંગ ટર્મ તેજી તરફ દોરી જશે તે નિશ્ચિત બન્યું છે. કોરોના વૅક્સિનની સફળતા અને જિઓપોલિટિકલ ટેન્શન ઘટતાં સોનું વધુ પડતું ઘટી ગયા બાદ છેલ્લાં ત્રણ સેશનથી સુધરી રહ્યું છે જે બતાવે છે કે સોનામાં શોર્ટ ટર્મ આવી અફરાતફરી રહેશે.

25 February, 2021 09:02 AM IST | Mumbai | Bullion Watch-Mayur Mehta

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK