° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

મુંબઈમાં સોનું 292 રૂપિયા ઘટ્યું : ચાંદી 566 રૂપિયા સુધરી

04 March, 2021 11:29 AM IST | Mumbai | Bullion Watch-Mayur Mehta

મુંબઈમાં સોનું 292 રૂપિયા ઘટ્યું : ચાંદી 566 રૂપિયા સુધરી

ગોલ્ડ

ગોલ્ડ

અમેરિકાના રિલીફ પૅકેજની મંજૂરી બાદ ટ્રેઝરી યીલ્ડ લાંબા સમય સુધી વધતા રહેશે એ ધારણા અને વર્લ્ડમાં કોરોનાના કેસ સતત બીજે દિવસે કાબૂમાં રહેતાં સોનું વર્લ્ડ માર્કેટમાં સતત પાંચમા સેશનમાં ઘટ્યું હતું. જોકે ચાંદી રેન્જબાઉન્ડ હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૨ રૂપિયા ઘટ્યું હતું. જોકે ચાંદી પ્રતિ કિલો ૫૬૬ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

સોનું વર્લ્ડ માર્કેટમાં મંગળવારે ઘટીને સાડાઆઠ મહિનાના તળિયે ૧૭૦૬.૭૦ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ નીચા મથાળે લેવાલી નીકળતાં સોનું ૨૫થી ૨૭ ડૉલર વધ્યું હતું, પણ ટ્રેઝરી યીલ્ડ વધવાની ધારણાએ અને વિશ્વમાં કોરોનાના કેસ ઘટવાની સાથે ઇકૉનૉમિક રિકવરી દેખાડતા ડેટાને પગલે સોનું વધ્યા મથાળેથી પાછું ફર્યું હતું. અમેરિકાના ૧.૯ ટ્રિલ્યન ડૉલરના પૅકેજને સેનેટમાં બે-ત્રણ દિવસમાં મંજૂરી મળ્યા બાદ માર્કેટમાં જંગી નાણાં ઠલવાશે, એની અસર પર હાલ બધાની નજર મંડાયેલી છે. આટલા જંગી નાણાં ઠલવાતાં ઇન્ફ્લેશન વધતાં બૉન્ડ યીલ્ડ વધશે એ નક્કી છે, પણ યીલ્ડના વધારાને રોકવા ફેડ કોઈ પગલાં નહીં લાવે એવી ધારણાથી હાલમાં સોનામાં દરેક ઉછાળે પ્રૉફિટ-બુકિંગ વધી રહ્યું છે. સોનું ધીમી ગતિએ ૧૭૦૦ ડૉલરની સપાટી તોડવા આગળ વધી રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં ચાંદી રેન્જબાઉન્ડ રહી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ભારતનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને એક વર્ષની ઊંચાઈએ ૫૫.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૨.૮ પૉઇન્ટ હતો. ભારતના સર્વિસ સેક્ટરના ગ્રોથમાં સતત પાંચમા મહિને વધારો થયો હતો.

ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રાઇવેટ એજન્સી કેઝિનના રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં ઘટીને ૧૦ મહિનાના તળિયે ૫૧.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં બાવન પૉઇન્ટ હતો. ચીનમાં નવેસરથી કોરોનાના કેસ વધતાં સર્વિસ સેક્ટરના ગ્રોથને અસર થઈ હતી. જપાનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ૪૬.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૪૬.૧ પૉઇન્ટ હતો.

અમેરિકાનો ઇકૉનૉમિક ઓપ્ટિમિઝમ ઇન્ડેક્સ માર્ચમાં ૩.૫ પૉઇન્ટ વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ ૫૫.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે આગામી છ મહિનાનું ઇકૉનૉમિક આઉટલુક દર્શાવતો ઇન્ડેક્સ વધીને ૫૩.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એક મહિના અગાઉ ૪૯.૫ પૉઇન્ટ હતો. અમેરિકા, ભારત અનેજપાનના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવ્યા હોવાથી ઇકૉનૉમિક રિકવરી વર્લ્ડ લેવલે ઝડપથી વધી રહી હોવાના સંકેત સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર બનશે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન ટેન યર ટ્રેઝરી યીલ્ડ મંગળવારે સતત ત્રીજા સેશનમાં ઘટ્યા હતા, પણ અમેરિકાના રિલીફ પૅકેજની અસરે આગામી દિવસોમાં યીલ્ડ વધવાની પૂરેપૂરી સંભાવના છે. વળી જો બાઇડને જાહેરાત કરી હતી કે અમેરિકા પાસે આગામી છ મહિના ચાલે એટલો વૅક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. અમેરિકામાં ૨૦ દિવસ અગાઉ રોજના અઢી લાખ સંક્રમિત કેસ વધી રહ્યા હતા એ મંગળવારે માત્ર ૫૭,૦૦૦ નવા સંક્રમિત કેસ વધ્યા હતા. યુરોપમાં બ્રિટન, જર્મની અને સ્પેનમાં ૧૦,૦૦૦ કરતાં ઓછા સંક્રમિત કેસ વધ્યા હતા. વર્લ્ડમાં કોરોનાના કેસ સોમવારની સરખામણીમાં મંગળવારે થોડા વધ્યા હતા. તેમ છતાં, કેસની સંખ્યા કન્ટ્રોલમાં હતી. અમેરિકન ઇકૉનૉમિક સિચુએશન વિશે ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે ઇકૉનૉમિક રિકવરીની રફતાર જોતાં બૉન્ડ યીલ્ડ વધશે, ફેડ બૉન્ડ યીલ્ડના વધારાને કન્ટ્રોલમાં લેવાના હાલ કોઈ પગલાં લેવાનાં મૂડમાં નથી. આથી ઇન્વેસ્ટરોમાં સ્વાભાવિક રીતે જ નૉન-યીલ્ડ સોનાને બદલે બૉન્ડનું આકર્ષણ વધુ રહેશે, જે સોનાને ઘટાડશે.

04 March, 2021 11:29 AM IST | Mumbai | Bullion Watch-Mayur Mehta

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK